સુરતમાં રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન:ઉદયપુરના 84 બાળકોને ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવાયા, 5000 માટે સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ કરાવાતું

Gujarat5/13/2026, 12:51:29 PM
સુરતમાં રાજસ્થાન પોલીસનું મેગા ઓપરેશન:ઉદયપુરના 84 બાળકોને ફેક્ટરીઓમાંથી મુક્ત કરાવાયા, 5000 માટે સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ કરાવાતું
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં ચાલતા બાળ મજૂરીના એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઉદયપુરની માનવ તસ્કરી વિરોધી યુનિટ (AHTU) અને રાજ્ય બાળ આયોગની ટીમે આજે 13મેએ બુધવારે સંયુક્ત કાર્યવાહી કરીને સુરતની અલગ-અલગ ફેક્ટરીમાંથી 84 આદિવાસી બાળકોને રેસ્ક્યુ કર્યા છે. આ તમામ બાળકો ઉદયપુર જિલ્લાના આદિવાસી વિસ્તારોના હોવાનું સામે આવ્યું છે. જેમની પાસે મહિનાના 5થી 8 હજારમાં આખો મહિનો શોષણ કરાતું હતું. સીતારામ અને મુક્તિધામ સોસાયટી સહિત 6 સ્થળે દરોડા રાજસ્થાનથી આવેલી 20 સભ્યની ટીમે પૂર્વ આયોજિત પ્લાન મુજબ પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રાટકી હતી. અહીં સીતારામ સોસાયટી, મુક્તિધામ સોસાયટી સહિત અંદાજે 6 જેટલા લોકેશન પર પુણા પોલીસને સાથે રાખી એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી આ ટીમો આદિવાસી બાળકોને મજૂરીએ ધકેલવાના નેટવર્ક પર નજર રાખી રહી હતી. સાડીમાં દોરા કાપવા-મશીન ચલાવવાનું જોખમી કામ રેસ્ક્યુ કરવામાં આવેલા બાળકોની ઉંમર માત્ર 7થી 14 વર્ષની વચ્ચે છે. આ માસૂમ બાળકોને સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે જોડાયેલી નાની-નાની યુનિટોમાં કામે રાખવામાં આવ્યા હતા. કેટલાક બાળકો સાડીઓમાં દોરા કાપવાનું કરતા હતા, તો કેટલાક બાળકો પાસે જોખમી મશીનો ચલાવવામાં આવતા હતા. આ બાળકો દિવસભર ફેક્ટરીના ધુમાડા અને અવાજ વચ્ચે કામ કરવા મજબૂર હતા. માત્ર 5થી 8 હજારમાં આખા મહિનાનું શોષણ તપાસમાં સામે આવ્યું છે કે, આ બાળકોને મજૂરીના નામે દર મહિને માત્ર 5 હજારથી 8 હજાર રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ગરીબીનો લાભ ઉઠાવીને એજન્ટો આ બાળકોને થોડા મહિના પહેલા જ સુરત લાવ્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે રેસ્ક્યુ કરાયેલા મોટાભાગના બાળકો સ્કૂલ ડ્રોપઆઉટ છે, એટલે કે તેઓએ અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. 2019માં પણ આ જ રીતે બાળકોને છોડાવાયા હતા બાળકોને લાવી સુરતમાં મજૂરી કરાવવાનું પ્રમાણ ચિંતાજનક છે. અગાઉ 2019માં પણ બાળ આયોગે સુરતમાં રેડ પાડીને ઉદયપુરના અનેક બાળકોને મુક્ત કરાવ્યા હતા. હાલમાં ટીમ દ્વારા ફેક્ટરી સંચાલકોની કડક પૂછપરછ કરવામાં આવી રહી છે અને બાળકોના વાલીઓનો રાજસ્થાન પોલીસ દ્વારા પણ સંપર્ક કરવામાં આવશે. તમામ બાળકોને બસ મારફતે રાજસ્થાન રવાના કરવામાં આવ્યા છે. આ પણ વાંચો: બે બાળક ભાગીને પોલીસ મથકે પહોંચ્યાં ને રેકેટનો પર્દાફાશ:સુરતમાં 17 કલાકના કામના માત્ર રૂ. 200 આપી માસૂમોનું શોષણ; પોલીસે બાળકો સાથે 5 કિમી ચાલી અન્ય 3ને મુક્ત કરાવ્યાં સુરત શહેરમાં બાળ મજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામેથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાની વાત સામે આવી છે. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે.સંપૂર્ણ સમાચાર વાંચો 'માતા-પિતા જ મજૂરી માટે બાળકોને મોકલતાં':સુરતના બાળમજૂરી કેસમાં નવો ઘટસ્ફોટ, કારખાનાના માલિકે કહ્યું-'પરિવારની મંજૂરીથી બાળકો પાસે મજૂરી કરાવતો' સુરત શહેરમાં બાળમજૂરીના રેકેટનો પર્દાફાશ થયો છે. રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગામથી 7 વર્ષના બાળકથી લઈ 17 વર્ષ સુધીના સગીરોને પુણાની બિલનાથ સોસાયટીમાં ગોંધી રાખી બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કુલ 3 બાળક અને 2 સગીરને બાળમજૂરીમાંથી મુક્ત કરાવી કારખાનેદાર વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં નવો ઘટસ્ફોટ થયો છે કે આ બાળમજૂરોને કારખાનાનો માલિક તેમનાં માતા-પિતાની પરમિશન લઈને જ બાળમજૂરી કરાવવા માટે લાવતો હતો.સૂંપૂર્ણ સમાચાર વાંચો
Read Original Article →