બદલીઓ બાદ અધિકારીઓ પર કામનું ભારણ:બે ડેપ્યુટી કમિશનરો નીમવા પાલિકા સરકારને પત્ર લખશે

Gujarat6/8/2026, 12:07:47 AM
પાલિકાના IAS અધિકારી દિનેશ રમેશ ગુરવ તેમજ GAS ડેપ્યુટી કમિશનર ભોગાયતાની બદલી કરાઈ છે. આ બે મહત્વના ઉચ્ચ અધિકારી હસ્તકના મહત્વનાં ખાતાં અને ઝોનનો ચાર્જ અન્ય ડેપ્યુટી કમિશનરો અને અધિકારીઓ વચ્ચે વહેંચી દેવાયો છે. એક જ અધિકારી પાસે 2-3 મોટા વિભાગોનો હવાલો આવી જતાં રોજિંદી કામગીરી અને વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ગતિ પર તેની સીધી અસર પડી રહી છે. આ સ્થિતિમાં પાલિકા હવે રાજ્ય સરકારને પત્ર લખીને બે નવા ડેપ્યુટી કમિશનરની તાત્કાલિક નિમણૂક કરવા માંગ કરશે. સૂત્રો મુજબ, સુરત જેવા સતત વિસ્તરી રહેલા શહેરમાં અધિકારીઓની અછત દૂર કરવા માટે ભૂતકાળમાં પણ ગાંધીનગર ખાતે ગૃહ અને મહેસૂલ વિભાગને પત્રો લખી રજૂઆતો કરવામાં આવી હતી. જો સરકાર દ્વારા તાકીદે મનપાને બે નવા ડેપ્યુટી કમિશનર ફાળવવામાં આવે તો કરોડો રૂપિયાના ડ્રીમ પ્રોજેક્ટ્સનું મોનિટરિંગ સુધરી શકે છે અને કમિશનર સ્તરેથી વહીવટી કામગીરીનું ભારણ હળવું થતાં પ્રજાલક્ષી કાર્યોમાં વધુ સરળતા રહેશે એવી ધારણા છે.
Read Original Article →