પોલીસ રેડ:મગદલ્લામાં દારૂની મહેફિલની તૈયારી કરતી થાઇલેન્ડની યુવતીઓ પોલીસના સકંજામાં
મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની 5 યુવતીઓ રવિવારે મધરાતે દારૂની મહેફિલ જમાવે તે પહેલા પોલીસે રેડ કરી હતી. આ દરમિયાન ઘરમાંથી વિદેશી દારૂની બોટલ સહિત 5 પ્રતિબંધિત ઈ-સિગારેટો મળી આવી હતી. આ મામલે ઉમરા પોલીસે થાઇ યુવતી સામે ગુનો દાખલ કરી ધરપકડ કરી છે. મગદલ્લા ગામે રહેતી થાઇલેન્ડની યુવતી દારૂની બોટલ અને ઈ-સિગારેટ સાથે એલસીબી ઝોન-4ના સ્ટાફે રવિવારે મધરાતે પકડી પાડી છે. યુવતીનું નામ ફાવિની ખેમ્નુઅન કોંગસેનકમ છે અને તે મગદલ્લા ગામે ભાડેના મકાનમાં રહે છે. એલસીબી ઝોનના સ્ટાફે આ બાબતે ઉમરા પોલીસમાં ફરિયાદ આપી છે. પોલીસે થાઇલેન્ડની યુવતી સામે પ્રોહિબિશન અને ઈ-સિગારેટનો ગુનો દાખલ કરી ધરપકડની કાર્યવાહી કરી છે. પોલીસે જણાવ્યું કે મગદલ્લામાં વિધવાના મકાનમાં ભાડેથી રહેતી થાઇલેન્ડની યુવતી પાસેથી 5 ઈ-સિગારેટો અને એક વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. જે સમયે પોલીસે ઘરમાં રેડ કરી ત્યારે અન્ય 5 થાઇ યુવતીઓ બેઠેલી હતી. થાઈ યુવતીઓ દારૂની મહેફિલ શરૂ કરવાના હતા. આ પહેલા જ પોલીસે રેડ કરી હતી. હવે પોલીસ દારૂની બોટલ બાબતે ઉંડાણપૂર્વક તપાસ કરાવે તો બુટલેગરનું નામ સામે આવી શકે તેમ છે. મગદલ્લામાં ભાડે રહેતી થાઈલેન્ડની યુવતીઓના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ યુવતીઓ જાહેર રસ્તાઓ પર ટૂંકા વસ્ત્રો પહેરી ખુલ્લેઆમ ઈ-સિગારેટના દમ મારતી હોય છે
Read Original Article →