પહેલાં સાપને પકડ્યો, પછી ઉભી પૂછડીએ ભાગ્યો, VIDEO:સુરતમાં યુવકને અનુભવ વગર સાપને પકડવો ભારે પડ્યો, ફૂંફાડો મારી કરડી ગયો

Gujarat5/14/2026, 11:16:00 AM
પહેલાં સાપને પકડ્યો, પછી ઉભી પૂછડીએ ભાગ્યો, VIDEO:સુરતમાં યુવકને અનુભવ વગર સાપને પકડવો ભારે પડ્યો, ફૂંફાડો મારી કરડી ગયો
સુરત શહેરના સચિન વિસ્તારમાં સાપ સાથે જોખમી મસ્તી કરવાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં યુવકે કોઈ પણ પ્રકારના અનુભવ વગર સાપને પકડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સાપે હુમલો કરી યુવકના પગમાં ડંખ મારી દીધો હતો. જે બાદ યુવક ઉભી પૂંછડીએ ભાગતો જોવા મળ્યો હતો. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં જબરજસ્ત વાયરલ થયો છે. ભરવાડ ચાલમાં સાપ નીકળતા અફરાતફરી મળતી માહિતી પ્રમાણે, સચિન વિસ્તારમાં ભરવાડ ચાલમાં અચાનક એક મોટો સાપ દેખાતા રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. સાપને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. આ દરમિયાન ચાલમાં જ રહેતો જશેશ ભરવાડ નામનો યુવક સાપને પકડવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, તેની પાસે સાપ પકડવાનો કોઈ પૂર્વ અનુભવ કે સાધન પણ નહોતું. સાપે હુમલો કરી પગમાં ડંખ માર્યો વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જશેશ સાપની પૂંછડી પકડીને તેને ખેંચી રહ્યો હતો અને તેની સાથે રમત કરી રહ્યો હતો. સાપ વારંવાર ફેણ ચઢાવીને હુમલો કરવાનો પ્રયાસ કરતો હોવા છતાં યુવકે તેને પકડી રાખ્યો હતો. આ સમયે અચાનક સાપે જોરદાર વળાંક લઈને યુવકના પગ પર હુમલો કરી ડંખ મારી લીધો હતો. સાપ કરડતા જ યુવક ગભરાઈને ત્યાંથી પાછળની સાઈડમાં દોટ મુકી હતી. બિનઝેરી સાપ હોવાથી મોટી દુર્ઘટના ટળી આ ઘટના બાદ સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, જાણકારો દ્વારા તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું હતું કે આ સાપ બિનઝેરી હતો. જેના કારણે યુવકના જીવ પર જોખમ ટળ્યું હતું અને તેને તાત્કાલિક સારવાર અપાવવામાં આવી હતી. અનુભવ વગર સાપ પકડવો જીવલેણ બની શકે સોશિયલ મીડિયા પર આ વીડિયો વાયરલ થયા બાદ લોકો યુવકની આ બેદરકારી પર ટીકા કરી રહ્યા છે. વન્યજીવ નિષ્ણાતોના મતે, સાપ ગમે તેટલો શાંત દેખાતો હોય તો પણ તેની સાથે છેડછાડ કરવી જોખમી છે. અનુભવ વગર કે યોગ્ય સાધન વગર સાપ પકડવાની કોશિશ કરવી એ જીવલેણ સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં વન વિભાગ અથવા પ્રોફેશનલ સ્નેક કેચરનો સંપર્ક કરવો જ હિતાવહ છે. આ પણ વાંચો: ધ્યાન રાખજો !! ACમાંથી 3 સાપ નીકળ્યા:ગરમીથી બચવા ACમાં છુપાયા; ACની પાણી ટપકતી પાઇપમાંથી ઉપર આવ્યા, વલસાડના પારડીનો બનાવ રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પોણીયા રેલવે ફળિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઘરના એર કંડિશનર (AC) મશીનની અંદરથી એકસાથે 3 સાપ નીકળતા પરિવારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ગરમીથી બચવા અને ઠંડકની શોધમાં આ સરીસૃપો ઘરમાં ઘૂસ્યા હોવાનું અનુમાન છે, જેમને બાદમાં જીવદયા પ્રેમીઓ દ્વારા સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.વિગતવાર વાંચો સમાચાર સાપ કરડતા બે વર્ષના બાળકનું મોત:ઘર પાસે જ રમી રહ્યો હતો ત્યારે દીવાલમાં છુપાયેલા સાપે ડંખ માર્યો, એકના એક બાળકના મોતથી પરિવાર પર આભ ફાટ્યું સુરતના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા બે વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નિપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું હતું.વિગતવાર વાંચો સમાચાર
Read Original Article →