પેટ્રોલ-ડીઝલના ભાવવધારા સામે યુથ કોંગ્રેસનો 'ચોકલેટી' કટાક્ષ:પેટ્રોલ પુરાવવા લાઈનમાં ઊભેલા લોકોને 'મેલોડી' આપી, પીએમના મોંઘવારીના જૂના ભાષણો સ્પીકર પર વગાડીને અનોખો વિરોધ
દેશભરમાં સતત વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા તેમજ મોંઘવારીના વિરોધમાં સુરત શહેર યુવક કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતના એક પેટ્રોલ પંપ પર ઇંધણ પુરાવવા માટે લાઈનમાં ઉભેલા સામાન્ય નાગરિકોને કોંગ્રેસના કાર્યકરો દ્વારા 'મેલોડી' ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનોખા વિતરણની સાથે જ યુથ કોંગ્રેસના કાર્યકરોએ સ્પીકર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોંઘવારી અંગેના જૂના ભાષણો અને "મોદી હૈ તો મુમકીન હૈ" ના નારા વગાડીને જનતા વચ્ચે જઈ આક્રમક વિરોધ નોંધાવ્યો હતો. પીએમ દેશની સમસ્યાઓ ભૂલીને ઇટાલીના વડાને 'મેલોડી' આપે છે
સુરત કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આજે દેશમાં બેફામ મોંઘવારી વધી રહી છે અને રોજેરોજ ઇંધણના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, જેના કારણે પેટ્રોલ પંપો પર અછત જેવી સ્થિતિ સર્જાઈ છે અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. એક તરફ દેશની જનતા પરેશાન છે અને વડાપ્રધાન લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની તેમજ વિદેશ પ્રવાસ ટાળવાની સલાહ આપી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેઓ પોતે વિદેશ પ્રવાસો કરી રહ્યા છે. કોંગ્રેસે તીખો કટાક્ષ કર્યો હતો કે, પીએમ દેશની સમસ્યાઓ હલ કરવાને બદલે ઇટાલીના વડાને મળીને 'મેલોડી' આપી રહ્યા છે.
Read Original Article →