સોશિયલ આર્મી ગ્રુપની પ્રશંસનીય કામગીરી:સુરતના વરાછા રોડ પર 1500 લીટરથી વધુ શરબતનું વિતરણ કરાયું
સોશિયલ આર્મી ગ્રુપ દ્વારા સુરતના વરાછા મેઈન રોડ પર રવિવારે બપોરે ઠંડા શરબત વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉનાળાની અસહ્ય ગરમીમાં રાહદારીઓને રાહત આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ સેવા અંતર્ગત ૧૫૦૦ લીટરથી વધુ પોષક તત્વોથી ભરપૂર ઠંડા શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં રાહદારીઓએ આ શરબતનો લાભ લીધો હતો.
Read Original Article →