નિકાહના મંડપમાંથી વરરાજાની ધરપકડ!:નહાવાના બહાને ઘરમાં ઘૂસી સગીર ભત્રીજી સાથે શારીરિક અડપલા કર્યાં, સુરતમાં હેવાન કાકાએ ફક્ત વ્હાલ કરું છું કહી દાનત બગાડી

Gujarat5/16/2026, 10:07:07 AM
નિકાહના મંડપમાંથી વરરાજાની ધરપકડ!:નહાવાના બહાને ઘરમાં ઘૂસી સગીર ભત્રીજી સાથે શારીરિક અડપલા કર્યાં, સુરતમાં હેવાન કાકાએ ફક્ત વ્હાલ કરું છું કહી દાનત બગાડી
સુરતના નાનપુરા વિસ્તારમાં સંબંધોને શર્મસાર કરતી એક ઘટના સામે આવી છે. પોતાની જ 15 વર્ષની ભત્રીજી પર દાનત બગાડનાર કાકાની અઠવાલાઇન્સ પોલીસે નિકાહના મંડપમાંથી જ ધરપકડ કરી હતી. આરોપી કાકાના નિકાહ હોવાથી ઘરમાં ખુશીનો માહોલ હતો અને નિકાહની તમામ વિધિઓ ચાલી રહી હતી. જેવો નિકાહનો પ્રસંગ સંપન્ન થયો અને કાકા નવવધૂ સાથે સંસારની નવી શરૂઆત કરવા જઈ રહ્યો હતો, બરાબર એ જ સમયે પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો. ભત્રીજીની ફરિયાદના આધારે પોલીસે ગઈકાલે 15મેએ નિકાહના મંડપમાંથી જ કાકાની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું છે. નિકાહની કંકોતરી વહેંચતી વખતે ભત્રીજીની છેડતી કરી આરોપી કાકા વ્યવસાએ ફ્રિજ રિપેરિંગનું કામ કરે છે. તેના નિકાહ નક્કી થયા હોવાથી તે પરિવાર અને સંબંધીઓમાં નિકાહની કંકોતરીઓ વહેંચી રહ્યો હતો. ઘરમાં એક તરફ નિકાહની તૈયારીઓ ધમધમતી હતી, બીજી તરફ આરોપી પોતાની જ ભત્રીજી સાથે છેડતીની ઘટનાને અંજામ આપી રહ્યો હતો. તે એકાદ દિવસ નહીં, પરંતુ છેલ્લા 15 દિવસથી સતત સગીરાની એકલતાનો લાભ ઉઠાવી વિકૃત હરકતો કરતો હતો. નિકાહના પવિત્ર બંધનમાં બંધાવા જઈ રહેલા આ શખ્સની અંદરની વિકૃતિ એટલી હદે વકરી ગઈ હતી કે નિકાહના દિવસ સુધી તેણે આ શરમજનક કૃત્ય ચાલુ રાખ્યું હતું. નહાવાના બહાને ઉપરના માળેથી નીચે આવી અડપલાં કરતો મળતી વિગતો મુજબ, નાનપુરા વિસ્તારમાં પીડિત સગીરાનો પરિવાર એક મકાનના ગ્રાઉન્ડ ફ્લોર પર રહે છે. જ્યારે તેના ઉપરના માળે તેના ચાર દિયર રહે છે. જે પૈકીનો કુંવારો દિયર (આરોપી કાકા) અગાઉ સગીરાના પરિવાર સાથે જ નીચે રહેતો હતો. પરંતુ પરિવારમાં અણબનાવ થતાં તે ઉપરના માળે રહેવા ચાલ્યો ગયો હતો. જોકે, ઉપર વ્યવસ્થા ન હોવાથી તે નહાવા માટે અવારનવાર નીચે ભાઈના ઘરે આવતો હતો. આ દરમિયાન ઘરમાં કોઈ ન હોય અથવા બધા સૂતા હોય ત્યારે તે ભત્રીજીને પોતાની હવસનો શિકાર બનાવવાનો પ્રયાસ કરતો હતો. 'મારી પણ દીકરી છે, ફક્ત વ્હાલ કરું છું' કહી માતા સામે પાખંડ રચ્યો છેલ્લાં 15 દિવસથી આરોપી કાકા વ્હાલ કરવાના બહાને પોતાની 15 વર્ષની ભત્રીજીના હોઠ અને ગાલ પર હાથ ફેરવી અડપલાં કરતો હતો. શરૂઆતમાં સગીરાએ આ અજુગતા વર્તનની વાત તેની માતાને કરી હતી. દીકરીની વાત સાંભળીને ચોંકી ગયેલી માતાએ આરોપીને એકાંતમાં સમજાવ્યો હતો કે, "છોકરી હવે મોટી થઈ છે, તારી આવી હરકતોની તેના પર ખરાબ અસર પડશે". જોકે, આ સાંભળીને કાકાએ પાખંડ રચતા કહ્યું કે, 'તે મારી પણ દીકરી છે, હું તો ફક્ત તેને વ્હાલ કરું છું.' આમ કહીને તેણે તે સમયે વાત ટાળી દીધી હતી અને પોતાની વિકૃતિ છુપાવી રાખી હતી. દીકરીનો સ્વભાવ બદલાતા માતાએ એકાંતમાં પૂછપરછ કરી કાકાની કરતૂતોના કારણે સગીર ભત્રીજી ભારે માનસિક તણાવમાં સરી પડી હતી. થોડા દિવસોમાં દીકરીનો સ્વભાવ અચાનક બદલાઈ ગયેલો જણાતા અને તે ડરેલી રહેતી હોવાથી માતાને શંકા ગઈ હતી. માતાએ દીકરીને વિશ્વાસમાં લઈને એકાંતમાં પૂછપરછ કરી હતી. ત્યારે સગીરાએ રડતા-રડતા પોતાની આપવીતી વર્ણવી હતી કે, જ્યારે સવારમાં ઘરના બધા સભ્યો સૂતા હોય છે ત્યારે કાકા ઘરમાં ઘૂસી આવે છે અને તેને પકડી લે છે. કાકા તેના હોઠ તથા છાતીના ભાગે હાથ ફેરવી છેડતી કરે છે. દીકરીની આ આપવીતી સાંભળી માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરિવારે ઠપકો આપ્યો તો આરોપીએ ગાળાગાળી કરી દીકરી પાસેથી સચ્ચાઈ જાણ્યા બાદ પરિવારજનોએ એકઠા થઈને આરોપી કાકાને આ શરમજનક કૃત્ય બદલ સખત ઠપકો આપ્યો હતો. પોતાના નિકાહના ગણતરીના દિવસો બાકી હોવા છતાં આરોપીમાં કોઈ પસ્તાવો નહોતો. ઠપકો આપવા છતાં તે સુધરવાના બદલે ઉલટો પરિવારજનો સાથે ઝઘડો કરવા લાગ્યો હતો અને ગાળાગાળી પર ઉતરી આવ્યો હતો. કાકાની આ હિંમત અને વિકૃતિ જોઈને પરિવારે નક્કી કર્યું કે હવે આ મામલે ચૂપ રહેવું યોગ્ય નથી, કારણ કે આરોપી કાયદાના ડર વગર સતત ભત્રીજીનું શોષણ કરી રહ્યો હતો. નિકાહ પૂરા થતાં જ અઠવાલાઇન્સ પોલીસે કાયદાનું ભાન કરાવ્યું પીઆઈ ચેતન ગઢવીએ જણાવ્યું હતું કે, સગીરાની માતાએ હિંમત દાખવીને અઠવાલાઈન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. નિકાહની તમામ વિધિઓ અને રસમ પૂર્ણ થઈ અને આરોપી કાકા મંડપ પરથી ઊભો થયો કે તુરંત જ વોચ ગોઠવીને ઉભેલી અઠવાલાઇન્સ પોલીસે તેને ઝડપી લીધો હતો.
Read Original Article →