Live Updates

સુરતમાં વેપારી પાસે રૂ. 20 લાખની ખંડણી માંગી:‘તમારું બાંધકામ ગેરકાયદેસર છે’ કહી સોસાયટીના ઉપપ્રમુખે કામ અટકાવ્યું, ધમકી આપી રૂ.50 હજાર પડાવ્યાનો વીડિયો

Gujarat4/14/2026, 2:31:48 PM
સુરતમાં વેપારી પાસે રૂ. 20 લાખની ખંડણી માંગી:‘તમારું બાંધકામ ગેરકાયદેસર છે’ કહી સોસાયટીના ઉપપ્રમુખે કામ અટકાવ્યું, ધમકી આપી રૂ.50 હજાર પડાવ્યાનો વીડિયો
સુરતના કતારગામ વિસ્તારમાં એક વેપારી પાસે તેમનું નવું બાંધકામ અટકાવી દેવાની ધમકી આપી 20 લાખ રૂપિયાની ખંડણી માંગવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સહજાનંદ સોસાયટીના ઉપપ્રમુખે પોતાની વગનો ઉપયોગ કરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજીઓ કરી બાંધકામ અટકાવ્યા બાદ વેપારી પાસેથી નાણાં પડાવ્યા હતા. આ મામલે ચોકબજાર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સોસાયટીના લેટરપેડનો દુરુપયોગ વેડરોડ પર રહેતા 60 વર્ષીય વેપારી મનસુખભાઇ પાનસુરીયાએ પોતાની જર્જરિત મિલકત પર મે-2025થી નવું બાંધકામ શરૂ કર્યું હતું. આ દરમિયાન સોસાયટીના ઉપપ્રમુખ પ્રશાંત કાનજીભાઇ કાછડીયાએ બાંધકામને ગેરકાયદે ગણાવી સોસાયટીના લેટરપેડ પર કતારગામ ઝોન કચેરીમાં અરજીઓ કરી હતી. SMCએ આ અરજીઓના આધારે કામ અટકાવી દેતા આરોપીએ બાંધકામ ફરી શરૂ કરવાના બદલામાં 20 લાખ રૂપિયાની માંગણી કરી હતી. ધમકાવીને 50 હજાર પડાવ્યા ગઈ તા. 7 એપ્રિલ 2026ના રોજ આરોપીએ વેપારીના પુત્ર રવિને શ્યામવાડી ગેટ પાસે બોલાવી ધમકાવ્યો હતો અને તેની પાસેથી બળજબરીપૂર્વક 50,000 રૂપિયા પડાવી લીધા હતા. આ સાથે જ બાકીના 19.50 લાખ રૂપિયા તા. 10 એપ્રિલ સુધીમાં આપી દેવા અલ્ટીમેટમ આપ્યું હતું. આ સમગ્ર વ્યવહારનો વીડિયો પણ પુરાવા તરીકે સામે આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વેપારીએ આરોપીની માથાભારે છબીને કારણે શરૂઆતમાં ડર અનુભવ્યો હતો, પરંતુ અંતે પરિવારની સમજાવટથી ચોકબજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે આરોપી પ્રશાંત કાછડીયા વિરુદ્ધ BNS ની કલમ 308(2) હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર ડોડીયાએ આ કેસની તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.
Read Original Article →