SBI 50 લાખ લૂંટ કેસના માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને સુરત લવાયો:NIA કોર્ટની લીલીઝંડી બાદ બિહારની જેલમાંથી કસ્ટડી મળી, વરાછા બેંકમાં પણ સોના-હીરાની મોટી લૂંટનો પ્લાન બનાવ્યો'તો

Gujarat6/6/2026, 6:59:33 AM
SBI 50 લાખ લૂંટ કેસના માસ્ટરમાઇન્ડ કુંદન ભગતને સુરત લવાયો:NIA કોર્ટની લીલીઝંડી બાદ બિહારની જેલમાંથી કસ્ટડી મળી, વરાછા બેંકમાં પણ સોના-હીરાની મોટી લૂંટનો પ્લાન બનાવ્યો'તો
સુરતના વરાછા વિસ્તારમાં આવેલી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં 27 એપ્રિલે ધોળા દિવસે ગનપોઈન્ટ પર થયેલી 50 લાખની સનસનાટીભરી લૂંટના કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પટના NIAએ કોર્ટે લીલી ઝંડી આપ્યા બાદ, પોલીસ આ સમગ્ર લૂંટના માસ્ટરમાઇન્ડ કુંદન ભગતનો બિહારની બેઉર જેલમાંથી કસ્ટડી મેળવી સુરત લાવી પહોંચી છે. DCP આલોક કુમારે જણાવ્યું હતું કે, કુંદન ભગતને સુરતના વરાછા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો. બિહારની જેલમાંથી બેંક લૂંટનું પ્લાનિંગ ઘડાયું હતું પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત 27 એપ્રિલના રોજ વરાછા રોડ પર આવેલી SBI બેંકમાં પિસ્તોલ સહિતના હથિયારધારી લૂંટારુઓની ટોળકી ત્રાટકી હતી અને સ્ટાફ તેમજ ગ્રાહકોને બંધક બનાવી માત્ર ગણતરીની મિનિટોમાં રૂ. 50 લાખની રોકડ લૂંટીને ફરાર થઈ ગઈ હતી. સુરત પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને અગાઉ ત્રણ આરોપીઓ શુભમ ઠાકુર, વિક્રમજીત સિંહ રાજપૂત અને મિથેશકુમાર ઉર્ફે મહેશકુમાર લખેન્દ્ર રાયની ધરપકડ કરી લીધી હતી. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં આ આખી લૂંટનું પ્લાનિંગ બિહારની જેલમાં બેઠા બેઠા કુંદન ભગતે ઘડ્યું હોવાનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં કુલ રૂપિયા 93,000 ની રકમ પણ રિકવર કરી લેવામાં આવી છે. આ પણ વાંચો: બંદૂકની ગોળી ડાબા પગથી જમણા પગમાંથી આરપાર થઈ આ પણ વાંચો: સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં મુકેશ કુમારની ધરપકડ આરોપી પાસેથી AK-47 રાઇફલ મળી આવી હતી DCP આલોક કુમારે જણાવ્યું કે, આરોપી કુંદન ભગત બિહારમાં અગાઉ એક ગંભીર આર્મ્સ સ્મગલિંગ કેસમાં પકડાયો હતો, જેમાં તેની પાસેથી એક AK-47 રાઇફલ પણ મળી આવી હતી. તે નવેમ્બર 2025થી પટનાની બેઉર જેલમાં બંધ હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા તેની સામે યુએપીએ (UAPA) હેઠળ પૂરક ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવેલી છે. આવા રીઢા ગુનેગારને સુરત લાવવા માટે સુરત પોલીસની એક ઉચ્ચ સ્તરીય ટીમ છેલ્લા બે મહિનાથી પટનામાં ડેરા નાખીને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી રહી હતી. આ પણ વાંચો: SBIમાં 50 લાખની લૂંટનો મુખ્ય આરોપી અયોધ્યાના આશ્રમમાં છૂપાયો હતો વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો પ્લાન હતો કુંદન ભગત દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ગુનેગારોને હાયર કરીને તેઓને કોડ નેમ આપતો હતો અને હથિયાર ચલાવવાની આકરી ટ્રેનિંગ આપી લૂંટને અંજામ આપતો હતો. વરાછા બેંકમાં પણ સોના અને હીરાની મોટી લૂંટ કરવાનો તેનો પ્લાન હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતા રોકડા 50 લાખની લૂંટ ચલાવી ગેંગ ફરાર થઈ ગઈ હતી. અન્ય 5થી 6 સાગરીતોની શોધખોળ ચાલુ હાલમાં આ કેસમાં અન્ય 5 થી 6 આરોપીઓ હજુ પણ નાસતા ફરે છે. વરાછા પોલીસ મથકે કુંદનની આમને-સામને પૂછપરછ દ્વારા લૂંટની બાકીની રકમ ક્યાં છુપાવી છે અને અન્ય સાગરીતો ક્યાં આશરો લઈ રહ્યા છે તેની વિગતો મેળવી ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV આ સમાચાર પણ વાંચો ચંદને લૂંટારુઓને આપ્યો'તો આશરો, પોલીસથી બચતા-બચતા ભરૂચ-સોમનાથ પણ ગયા સુરતની વરાછા બ્રાન્ચની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ₹50 લાખ લૂંટ કેસની તપાસમાં બહાર આવ્યું છે કે, લૂંટારૂ ટોળકીને સુરતમાં ચંદન ઉર્ફે જેક નામના શખ્સે આશરો આપ્યો હતો અને લૂંટ બાદ આરોપીઓ પોલીસથી બચવા ભરૂચ તથા સોમનાથ સુધી પહોંચી ગયા હતા. જોકે, હજુ પણ ₹48 લાખથી વધુની રોકડ રકમ અને લૂંટમાં વપરાયેલા હથિયારો કબજે કરવાના બાકી હોવાથી પોલીસે માસ્ટરમાઇન્ડ કુંદન ભગત સહિત અન્ય સાત ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. વાંચો સંપૂર્ણ સમાચાર કુંદને બિહારની જેલમાંથી સુરતની SBIમાં 50 લાખની લૂંટ કરાવી વરાછામાં આવેલી SBI બેંકમાં 50 લાખની લૂંટના તાર બિહારની જેલ સાથે જોડાયા છે. આ લૂંટનો માસ્ટરમાઇન્ડ કુંદન કુમાર ઉર્ફે કુંદન ભગત હાલ બિહારની આદર્શ સેન્ટ્રલ જેલ બેઉર (પટના)માં બંધ છે. જેલમાં હોવા છતાં તેણે પોતાની ગેંગના સભ્યો સાથે સંપર્ક જાળવી રાખી સુરતની બેંકને ટાર્ગેટ બનાવી હતી. કુંદન ભગત અગાઉ દેહરાદૂનમાં 12 કરોડની રિલાયન્સ જ્વેલરી લૂંટમાં પણ સંડોવાયેલો હતો. ક્રાઇમ બ્રાન્ચ ઝડપાયેલા કુખ્યાત કુંદન ભગત ગેંગના બે સાગરીત એવા શુભમ અને વિકાસને UPથી સુરત લાવી હતી. કુંદન જેલમાં હોવા છતાં એક ખાસ એપના માધ્યમથી તે લૂંટારુઓને સૂચનાઓ આપતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર સુરત ક્રાઇમ બ્રાન્ચે ગ્રાહક બની શૂઝની દુકાને ત્રાટકી બે શખ્સને દબોચ્યા સુરત ક્રાઈમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશના ગોંડાથી મુખ્ય આરોપી શુભમ સિંહ અને તેને આશરો આપનાર તેના મિત્ર વિકાસ સિંહની ધરપકડ કરી હતી. પોલીસની તપાસ એકદમ ફિલ્મી રહી હતી. ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાયબરેલીમાં વિકાસની શૂઝની દુકાને ગ્રાહક બનીને તપાસ કરી હતી. ત્યારબાદ સતત પીછો કરી બંનેને ગોંડા પાસેથી ઝડપી પાડ્યા હતા. મુખ્ય આરોપી શુભમ મૂળ બિહારનો વતની છે અને રાયબરેલીમાં વિકાસની દુકાન પાસે જ પોતાની દુકાન ચલાવતો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર આ પણ વાંચો: SBIમાં બંદૂકની અણીએ 13 મિનિટમાં 50 લાખની લૂંટ,એક્સક્લૂઝિવ CCTV આ પણ વાંચો: રોકડ ભરેલી પેટી 5 મિનિટમાં ઉઠાવી ગયા, ટહેલતાં ટહેલતાં કેશવાનના બે ગનમેનની બાજુમાંથી 7 લૂંટારા ફરાર આ પણ વાંચો: SBIમાં 50 લાખ લૂંટની ઈનસાઈડ સ્ટોરી
Read Original Article →