સુરતમાં રોડ એક્સિડન્ટ બાદ દાદાગીરી કરનારાઓની જાહેરમાં ઊઠક-બેઠક, VIDEO:ઊશ્કેરાયેલા બોલેરોમાં બેઠેલા શખસોએ I-20 ચાલકને લાકડીથી ફટકાર્યો, પત્ની બચાવવા પડતાં હાથ મરોડ્યો

Gujarat4/9/2026, 2:08:44 PM
સુરતમાં રોડ એક્સિડન્ટ બાદ દાદાગીરી કરનારાઓની જાહેરમાં ઊઠક-બેઠક, VIDEO:ઊશ્કેરાયેલા બોલેરોમાં બેઠેલા શખસોએ I-20 ચાલકને લાકડીથી ફટકાર્યો, પત્ની બચાવવા પડતાં હાથ મરોડ્યો
સુરતના સારોલી વિસ્તારમાં નજીવી બાબતે કાયદો હાથમાં લેનારા શખસો સામે પોલીસે લાલ આંખ કરી છે. અકસ્માત બાદ પતિને બચાવવા ગયેલા પત્ની અને માસૂમ પુત્ર પર હુમલો કરનાર ત્રણ શખ્સોને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ પાઠ ભણાવ્યો હતો. અકસ્માત બાદ સર્જાયો હતો હિંસક માહોલ ઘટનાની વિગત મુજબ, ગત રાત્રે છેડછા ગામ રોડ પર લક્ષ્મી ટ્રાન્સપોર્ટ નગર સામે પિનાંકભાઈ પટેલની i-20 કાર અને એક બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બોલેરોમાં સવાર શખ્સોએ ઉશ્કેરાઈને પિનાંકભાઈ પર લાકડીઓ અને પથ્થરો વડે હુમલો કર્યો હતો. જ્યારે પિનાંકભાઈના પત્ની પાયલબેન અને તેમનો 12 વર્ષનો પુત્ર તેમને બચાવવા વચ્ચે પડ્યા, ત્યારે હુમલાખોરોએ પત્નીનો હાથ મરોડી નાખ્યો હતો અને બાળક સાથે પણ ગેરવર્તણૂક કરી હતી. આટલેથી ન અટકતા, આરોપીઓએ પથ્થરમારો કરી કારના તમામ કાચ તોડી નાખ્યા હતા. પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું પાયલબેન પટેલની ફરિયાદના આધારે સારોલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં ભાવીન ઉર્ફે ભાઉ રાણા, મુકેશ ભરવાડ અને કાનજી ઉર્ફે કાનો ભરવાડનો સમાવેશ થાય છે. આજે પોલીસે આ ત્રણેય આરોપીઓને તે જ સ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું જ્યાં તેમણે હુમલો કર્યો હતો. આ દરમિયાન આરોપીઓએ જાહેરમાં કાન પકડીને ઉઠક-બેઠક કરી પોતાની ભૂલ સ્વીકારી હતી. ઇજાગ્રસ્તની હાલત અને આગળની તપાસ હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા પિનાંકભાઈ હાલ ચલથાણની સંજીવની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે આ મામલે અન્ય આરોપીઓની શોધખોળ અને કાયદેસરની વધુ તપાસ હાથ ધરી છે. જાહેરમાં આરોપીઓને પાઠ ભણાવતી પોલીસની આ કામગીરીની સ્થાનિકોમાં પ્રશંસા થઈ રહી છે.
Read Original Article →