15 દિવસમાં 4 હત્યા બાદ લિંબાયત પોલીસ એક્શનમાં:રૌફ જમાવવા ‘રેમ્બો ચાકુ’ લઈને ફરતો શખ્સ ઝડપાયો, હથિયાર જોઈ પોલીસ પણ ચોંકી

Gujarat5/15/2026, 4:23:31 PM
15 દિવસમાં 4 હત્યા બાદ લિંબાયત પોલીસ એક્શનમાં:રૌફ જમાવવા ‘રેમ્બો ચાકુ’ લઈને ફરતો શખ્સ ઝડપાયો, હથિયાર જોઈ પોલીસ પણ ચોંકી
સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસ સામે પોલીસ હવે મેદાને આવી છે. સાંજે હાથ ધરાયેલા લાઈવ કોમ્બિંગ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલી બાઈક નંબર GJ-05-HQ-8341 શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી હતી. તલાસી લેતા યુવક પાસેથી 10 ઇંચ લાંબુ અત્યંત ઘાતક ‘રેમ્બો ચાકુ’ મળી આવ્યું હતું, જેને જોઈને સ્થળ પર હાજર પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે આ યુવક માત્ર પોતાની ધાક જમાવવા અને રૌબ બતાવવા માટે આ મોટું રેમ્બો ચપ્પુ સાથે રાખીને ફરતો હતો. કથળતી કાયદો અને વ્યવસ્થા વચ્ચે પોલીસની સખ્તી લબાયત વિસ્તારમાં દિન પ્રતિદિન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે, જેને ધ્યાને રાખીને આયોજનબદ્ધ રીતે પોલીસ કાફલો રસ્તા પર ઉતારવામાં આવ્યો હતો. અસામાજિક તત્વો બેફામ બનીને કાયદાની ધજિજયા ઉડાડી રહ્યા છે, ત્યારે પોલીસની સખ્તીના અભાવે જે મોકળું મેદાન મળ્યું હતું તેને રોકવા માટે હવે પોલીસ કડકાઈ બતાવી રહી છે. આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનેગારો પર લગામ લગાવવાનો અને સામાન્ય જનતામાં સુરક્ષાનો ભાવ જગાડવાનો છે. 4 હત્યાના બનાવો બાદ પોલીસ સફાળી જાગી છેલ્લા 15 દિવસના ટૂંકા ગાળામાં લિંબાયત વિસ્તારમાં અલગ-અલગ ઘટનાઓમાં ચાર-ચાર લોકોની સરેઆમ હત્યા કરી દેવામાં આવી છે. આ ઉપરાછાપરી હત્યાના બનાવો બાદ પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા હતા. આ હત્યાકાંડો બાદ જાગેલી પોલીસે હવે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિનો તાગ મેળવવા અને શાંતિ જાળવવા માટે મેગા કોમ્બિંગનું આયોજન કર્યું હતું. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પોલીસ કમિશનરની સૂચના મુજબ શહેરમાં સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી અધિક પોલીસ કમિશનર સેક્ટર-1ના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનના પી.આઈ. ડી.ડી. ચૌહાણ અને તેમની ટીમે ઓપરેશન પાર પાડ્યું હતું. સાંજના 6 વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી ચાલેલા આ કોમ્બિંગમાં અલગ-અલગ સંવેદનશીલ પોઈન્ટ્સ કવર કરવામાં આવ્યા હતા. રસ્તા પર ઉતરેલા પોલીસ કાફલાએ ઠેર-ઠેર વાહન ચેકિંગ કરી અસામાજિક પ્રવૃત્તિ આચરતા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અનેક ગુનેગારોની અટકાયત અને કાયદેસરની કાર્યવાહી કોમ્બિંગ દરમિયાન પોલીસે માત્ર હથિયારધારી યુવકની જ નહીં, પરંતુ અન્ય અનેક શંકાસ્પદ આરોપીઓની પણ અટકાયત કરી હતી. પોલીસે જી.પી. એક્ટ ૧૩૫, પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ એમ.વી. એક્ટ હેઠળ ગુનાઓ દાખલ કર્યા હતા. આ સાથે જ વિસ્તારના સક્રિય ગુનેગારોને ચેક કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી, જેથી ભવિષ્યમાં બનતા ગંભીર ગુનાઓને અટકાવી શકાય.
Read Original Article →