ટ્રેનના AC કોચમાં જ ચોરી કરતો 'સ્પેશિયલ તસ્કર' ઝડપાયો:18 ગુનાઓનો ભેદ ઉકેલાયો, મોડી રાતથી સવારે 6 વાગ્યા સુધીમાં જ ચોરીને અંજામ આપતો

Gujarat5/21/2026, 12:30:49 PM
ટ્રેનના AC કોચમાં જ ચોરી કરતો 'સ્પેશિયલ તસ્કર' ઝડપાયો:18 ગુનાઓનો ભેદ ઉકેલાયો, મોડી રાતથી સવારે 6 વાગ્યા સુધીમાં જ ચોરીને અંજામ આપતો
સુરત ટ્રેનોના એસી કોચમાં મુસાફરી કરતી મહિલાઓને ટાર્ગેટ કરી મોડી રાત્રે કિંમતી ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના એક રીઢા અને અત્યંત શાતિર ચોરને સુરત રેલ્વે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે . પકડાયેલા આરોપી પાસેથી 145 ગ્રામથી વધુ સોનાના દાગીના, મોંઘા ડાટ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ. 21,66,930 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે . આ ધરપકડની સાથે જ પોલીસ રેકોર્ડ પર વડોદરા અને અમદાવાદ રેલ્વે યુનિટના કુલ 18 જેટલા વણઉકેલાયેલા ચોરીના ગુનાઓનો ભેદ એકસાથે ઉકેલાઈ ગયો છે . પોલીસ પૂછપરછમાં આરોપીની જે ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે તે કોઈ ફિલ્મી પટકથાથી કમ નથી . મનીષસિંગ ભુપેન્દ્રસિંગ ગોર (ઠાકુર) નામનો આ 35 વર્ષીય આરોપી માત્ર એસી કોચમાં જ ચોરી કરતો હતો . તે ખાસ કરીને રાજસ્થાન અને સૌરાષ્ટ્ર તરફ જતી લાંબા અંતરની ટ્રેનો પસંદ કરતો . મુસાફરો ઉંઘતા હોય ત્યારે ચોરીને અંજામ આપતો જ્યારે મુસાફરો, ખાસ કરીને મહિલાઓ, મોડી રાત્રે 2:00 વાગ્યાથી વહેલી સવારના 6:00 વાગ્યાના ગાળામાં ગાઢ નિદ્રામાં હોય, ત્યારે તે સક્રિય થતો હતો . એસી કોચના પડદાની આડશનો ઉપયોગ કરી, મહિલાઓની બાજુમાં પડેલા પર્સની ચેઈન ખૂબ જ સિફતપૂર્વક ખોલી તેમાંથી સોનું અને રોકડ સરકાવી લેતો હતો. કેટલીકવાર આખેઆખું પર્સ જ ઉઠાવી લેતો અને બાથરૂમ કે અન્ય ખાલી સીટ પાસે જઈ કિંમતી સામાન કાઢીને ખાલી પર્સ ત્યાં જ ફેંકીને પલાયન થઈ જતો હતો . લોકેશનના કારણે ટ્રેસ ન થાય તે માટે ક્યારેય મોબાઈલની ચોરી ન કરતો આરોપી મનીષસિંગ એટલો ચતુર અને રીઢો છે કે તે ગુનાના સ્થળેથી ક્યારેય કોઈ મુસાફરનો મોબાઈલ ફોન ચોરતો નહોતો . તેનું માનવું હતું કે મોબાઈલ ચોરી કરવાથી પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને લોકેશન ટ્રેસ કરીને તેને પકડી પાડી શકે છે . જો પર્સમાંથી કોઈ કિંમતી મોબાઈલ મળી પણ આવે, તોય તે પકડાઈ જવાના ડરથી મોબાઈલને પર્સની સાથે જ ટ્રેન બહાર કે શૌચાલયમાં ફેંકી દેતો હતો . જોકે, ચોરીના સોનાના વેચાણમાંથી આવેલા નાણાંથી તે પોતાના શોખ પૂરા કરવા મોંઘા દાટ ફોન ખરીદતો હતો સુરત રેલવે એલસીબીએ બાતમીના આધારે તસ્કરને દબોચી લીધો રેલ્વેમાં સતત વધતી ચોરીઓને પગલે પશ્ચિમ રેલ્વે વડોદરાના પોલીસ અધિક્ષક અભય સોની અને રેલ્વેઝના અધિક પોલીસ મહાનિર્દેશક કે.એન.ડામોર દ્વારા ગુનાઓ અટકાવવા અને મુસાફરોની સુરક્ષા કાજે કડક આદેશો આપવામાં આવ્યા હતા . જેના પગલે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ટી.વી.પટેલ અને સુરત રેલ્વે એલ.સી.બી. ના પીએસઆઈ આર.એ.જાડેજાની ટીમ સતત સર્વેલન્સમાં હતી . દરમિયાન, સુરત રેલ્વે એલ.સી.બી.ના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ગોહિત અને સુનિલભાઈ ચૌધરીને ચોક્કસ બાતમી મળી હતી કે વર્ષ 2021 માં સોનાની ચોરીના ગુનામાં પકડાયેલો કાનપુરનો મનીષસિંગ ગોર ફરી સક્રિય થયો છે અને આ પ્રકારની ચોરીઓ પાછળ તેનો જ હાથ છે . ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસતા આ બાતમીને સમર્થન મળ્યું હતું . દરમિયાન અન્ય હેડ કોન્સ્ટેબલ પ્રકાશ તેજાભાઈ અને પ્રવીણ રઘુનાથને બાતમી મળી કે આ શકદાર હાલ સુરતના સગરામપુરા વિસ્તારમાં વિજય વલ્લભ ચોક પાસે આવેલા વ્હાઈટ હાઉસ એપાર્ટમેન્ટમાં ભાડે રહે છે . બાતમી પાકી થતાં જ સુરત એલસીબીની ટીમે વિજય વલ્લભ ચોક અને તેના રહેઠાણ નજીક વોચ ગોઠવી દીધી હતી . તે દરમિયાન આરોપી મનીષસિંગ પોતાની GJ-04-CK-2164 નંબરની એકટીવા બાઈક પર એક શંકાસ્પદ બેગ લઈને સુરત રેલ્વે સ્ટેશનના ઉત્તર સાઈડના પાર્કિંગના ટેકરા તરફ જઈ રહ્યો હતો . પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેને ઘેરી લીધો હતો અને ઘટનાસ્થળે જ દબોચી લીધો હતો . આરોપી પાસેથી દાગીના સહિતનો મુદ્દામાલ મળી આવ્યો ગાળેલું સોનું (સોનાની રણી)અલગ-અલગ ટ્રેનોમાંથી ચોરેલા દાગીના ઓળખાઈ ન જાય તે માટે તેને ઓગાળીને બનાવેલા સોનાના ૬ ઢાળિયા (રણી) .1 સોનાની બંગડી, 1 કાનની કળી, 1 કાનની બુટ્ટી, અને 1 હીરા જડિત સોનાની વીંટી કુલ વજન 145.020 ગ્રામ, કિંમત રૂ. 16,70,500 . રોકડ રકમ રૂ. 91,930 રોકડા સેમસંગ ગેલેક્સી ફોલ્ડ-5, સેમસંગ ગેલેક્સી એસ-25 અલ્ટ્રા, સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ-5, વિવો વી-30 પ્રો અને 1 નોકિયા ફોન મળી કુલ 5 અત્યંત મોંઘા મોબાઈલ ફોન કિંમત રૂ. 3,75,500. અન્ય સામાનમાં 1 પાવર બેંક, 2 કાંડા ઘડિયાળ, 1 નકલી સોનાનો ચેઈન અને ચોરીમાં વપરાતી રૂ. 25,000ની કિંમતની એકટીવા મોટરસાયકલ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેશના 6 રાજ્યોમાં ચોરી કર્યાની કબૂલાત આરોપી માત્ર ગુજરાત પૂરતો સીમિત નહોતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું છે કે તે સુરત-વડોદરા વચ્ચેની નાઈટ ટ્રેનો ઉપરાંત પોતાના વતન ઉત્તર પ્રદેશ (કાનપુર-આગ્રા અને કાનપુર-લખનૌ રૂટ), મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગોવા અને તામિલનાડુ જેવા રાજ્યોમાં પણ અસંખ્ય ટ્રેનોમાં આ જ રીતે ચોરીઓ કરી ચૂક્યો છે . તે ચોરી કરેલું સોનું પોતાના વતન કાનપુર ખાતે આવેલા પરિચિત સોનીને સસ્તા દામમાં વેચી દેતો હતો . 18 ગુનાઓનો ભેદ ઉકેલાયો પકડાયેલા આરોપી મનીષસિંગે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 303(2) અને 30assignment5(સી) હેઠળ નોંધાયેલા ગુનાઓની કબૂલાત કરી છે જેમાં સુરત રેલ્વે પોલીસ સ્ટેશન 2025ના 5 ગુના અને 2026 ના 3 ગુના વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશન 2025 નો 1 ગુનો અને 2026 ના 4 ગુના અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશન 2028 નો 1 ગુનો અને 2026 ના 2 ગુના વાપી રેલ્વે પોલીસ સ્ટેશન 2025 ના 2 ગુના ભરૂચ રેલ્વે પોલીસ સ્ટેશન 2025 નો 1 ગુનો આણંદ રેલ્વે પોલીસ સ્ટેશન 2026 નો 1 ગુનાનો ભેદ ઉકેલાયો છે.
Read Original Article →