પુણાગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા:‘લાલો ક્યાં છે?’ કહી યુવક પર તીક્ષ્ણ હથિયારો અને પિસ્તોલ સાથે તૂટી પડ્યા, 9 સામે રાયોટિંગની ફરિયાદ દાખલ

Gujarat4/10/2026, 3:03:18 PM
પુણાગામમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા:‘લાલો ક્યાં છે?’ કહી યુવક પર તીક્ષ્ણ હથિયારો અને પિસ્તોલ સાથે તૂટી પડ્યા, 9 સામે રાયોટિંગની ફરિયાદ દાખલ
સુરતના પુણાગામ વિસ્તારમાં જૂની અદાવત અને નાણાકીય લેતીદેતીમાં એક યુવક પર આઠથી નવ શખ્સોએ ઘાતક હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. લાલજીભાઈ ચૌહાણને ફોન કરીને રેશ્મા ચોકડી પાસે બોલાવી આરોપીઓએ ચપ્પુ, ગુપ્તી અને લોખંડના પાઈપ વડે લોહીલુહાણ કરી દીધા હતા. આ હુમલા દરમિયાન આરોપીઓએ પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ ઘટનામાં એક આરોપીનો પીછો કરીને તેને પકડ્યો હતો. ઉપાડના રૂપિયા માંગતા વિવાદ શરૂ થયો ફરિયાદી લાલજીભાઈ અગરસંગભાઈ ચૌહાણ (ઉ.વ. 35) કાપોદ્રામાં હોટ ફિક્સનું કામ કરે છે. તેમના ત્યાં અગાઉ કામ કરતી હેતુબેન ઉર્ફે સંજુબેને લગ્ન માટે 50,000 ઉપાડ પેટે લીધા હતા. આ રૂપિયા પરત માંગવા માટે જ્યારે લાલજીભાઈના પત્ની યુવતીના ઘરે ગયા, ત્યારે યુવતીની માતાએ ‘તારો પતિ મારી દીકરીને મેસેજ કરે છે’ તેવા ખોટા આક્ષેપો કર્યા હતા. આ બાબતને લઈને આરોપી ગોપાલ ઉર્ફે રોનકે ફરિયાદીના ખાતા પર જઈ ‘લાલો ક્યાં છે? મારી બેનને કેમ મેસેજ કરે છે?’ કહી માથાકૂટ કરી હતી. રેશ્મા ચોકડી પાસે બોલાવી પિસ્તોલ બતાવી હુમલો કર્યો ગઈકાલે સાંજે સવાભાઈ ભરવાડે લાલજીભાઈને ફોન કરી રેશ્મા ચોકડી નીચે પોલીસ ચોકી પાસે મળવા બોલાવ્યા હતા. લાલજીભાઈ ત્યાં પહોંચતા જ સવાભાઈ, ગોપાલ ઉર્ફે રોનક, વિપુલ ભરવાડ સહિતના 9 શખ્સો હથિયારો સાથે ધસી આવ્યા હતા. આરોપીઓએ ફરિયાદીને ઘેરી લીધા હતા અને પિસ્તોલ જેવા હથિયાર બતાવી ભયનું વાતાવરણ ઊભું કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આંખ અને પગના ભાગે ઘાતક ઈજાઓ પહોંચાડી હુમલાખોરોથી બચવા લાલજીભાઈ નજીકની ગલીમાં ભાગ્યા હતા, પરંતુ આરોપીઓએ પીછો કરી તેમને પકડી પાડ્યા હતા. સવાભાઈએ ચપ્પુનો ઘા લાલજીભાઈની જમણી આંખની નીચે માર્યો હતો, જ્યારે ગોપાલે ગુપ્તી વડે જમણા પગમાં ગંભીર ઈજા કરી હતી. અન્ય આરોપીઓએ લોખંડની સાંકળ અને પાઈપ વડે ફટકારતા લાલજીભાઈ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. તેમના નાના ભાઈ હઠીસિંગે વચ્ચે પડી તેમને વધુ માર ખાતા બચાવ્યા હતા. એઈમ્સ હોસ્પિટલમાં 10 ટાંકા આવ્યા ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક એમ્સ (AIMS) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તબીબોના જણાવ્યા મુજબ, લાલજીભાઈને આંખ નીચે 7 ટાંકા અને પગના ભાગે 3 ટાંકા આવ્યા છે, જ્યારે પીઠ અને હાથના ભાગે મુંઢ માર વાગ્યો છે. પુણાગામ પોલીસે આ મામલે રાયોટિંગ અને હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસ સબ ઇન્સપેક્ટર ટી.આર. પાટીલ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે. પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધ્યો
Read Original Article →