9 દિવસમાં ત્રીજીવાર પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા જનતા આક્રોશમાં:સુરતમાં નાગરિકે કહ્યું "નેતાઓના પગાર કાપો અને તે સબસિડી પેટ્રોલમાં આપો"
દેશમાં સામાન્ય જનતા પર મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે. ઈંધણની કિંમતોમાં રાહત મળવાની આશા રાખતી જનતાને ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ફરી એકવાર મોટો ઝટકો આપ્યો છે. દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ઝીંકાયેલા વધારાને કારણે મધ્યમ વર્ગ અને નોકરિયાત વર્ગનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ચોંકાવનારી બાબત એ છે કે છેલ્લા નવ દિવસની અંદર જ ઈંધણના ભાવમાં આ ત્રીજી વખત વધારો કરવામાં આવ્યો છે, જેને પગલે જનતામાં ભારે અસંતોષ અને આક્રોશની લાગણી જોવા મળી રહી છે. સુરતમાં પેટ્રોલના રૂ. 99.22 અને ડીઝલના રૂ.95.16
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં આવી રહેલા ઉછાળા અને સ્થાનિક કરવેરાના ભારણને કારણે આંતરરાષ્ટ્રીય સરહદોથી લઈને દેશના ખૂણે-ખૂણા સુધી તેની સીધી અસર વર્તાઈ રહી છે. સુરત શહેરમાં પણ આ રાષ્ટ્રીય ભાવવધારાની વ્યાપક અસર જોવા મળી છે. સુરતના સ્થાનિક બજારમાં આજના વધારા સાથે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર રૂ. 99.22 ની સપાટીએ પહોંચી ગઈ છે, જે હવે રૂ. 100ના આંકડાથી માત્ર થોડા જ પૈસા દૂર છે. જ્યારે વાહનવ્યવહાર અને માલસામાનની હેરફેર માટે કમરતોડ સાબિત થતું ડીઝલ પણ વધીને પ્રતિ લીટર રૂ. 95.16 થઈ ગયું છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશનો નૂરભાડામાં વધારો કરી શકે
ઝલના ભાવમાં થઈ રહેલો આ સતત વધારો આગામી દિવસોમાં વધુ ઘાતક સાબિત થઈ શકે છે. ડીઝલ મોંઘું થવાને કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા નૂરભાડામાં વધારો કરવાની ફરજ પડશે. પરિણામે સુરતની મુખ્ય શાકભાજી મંડીઓ અને અનાજ બજારમાં આવતી જીવનજરૂરી ચીજવસ્તુઓ વહન કરવાનો ખર્ચ વધશે, જે અંતે સામાન્ય ગ્રાહકો પાસેથી જ વસૂલવામાં આવશે. 9 દિવસમાં જ ત્રીજો ભાવવધારો કમરતોડ
બીજી તરફ, રોજબરોજ ટુ-વ્હીલર લઈને નોકરી કે ધંધાર્થે નીકળતા મધ્યમ વર્ગના લોકો અને ખાસ કરીને ડિલિવરી બોયઝ તેમજ રીક્ષાચાલકો માટે આ 9 દિવસમાં આવેલો ત્રીજો ભાવવધારો કમરતોડ સાબિત થઈ રહ્યો છે. જનતા હવે સરકાર પાસે તાત્કાલિક ધોરણે ઈંધણના ભાવ નિયંત્રિત કરવાની માગ કરી રહી છે. નેતાઓના પગાર કાપો અને તે સબસિડી પેટ્રોલમાં આપો
પેટ્રોલ ભરાવવા માટે આવેલ છગનભાઈએ જણાવ્યું હતું કે, આ આ 10 દિવસમાં ત્રણ વખત ભાવ વધારામાં 5 રૂપિયા વધાર્યા. બરાબર અને હજી દિવાળી આવતા 130 રૂપિયા કરવાના છે. તો હવે શું કરવાનું છે? કાં પછી હાવ પેટ્રોલ બંધ કરી દો અને ચાલતી કા નામ ગાડી! અને ધારાસભ્યને ને એના બધાને એક એક મહિના, બબ્બે મહિનાના પગાર કાપી નાખો! પૈસા ઉપરથી આવે, બધાના પગારના પૈસા કાપી નાખો એટલે બધુંય હાલે. કાઈ લાખ બબ્બે લાખ રૂપિયા પગાર આપો છો, તો શેના પગાર આપો છો બબ્બે લાખ? કાપી નાખો બધાના અડધા કરી નાખો એ લોકોના પગાર કાપી સબસિડી એમાં નાખો. એટલે આવી જાય ને? બધુંય થાળે પડી જાય. '200 થઈ જાય તો પબ્લિકનું શું થાય ?'
પેટ્રોલ ભરવા માટે આવેલા પંકજભાઈ એ જણાવ્યું હતું કે, પેટ્રોલનો ભાવ તો હવે ઊભો રહેવાનું નામ નથી લેતો. મોદી સાહેબનું કંઈક કરવું જોઈએ. આપણે જે આ ઇસ્યુ હાલે છે ઈરાનનો અને અમેરિકાનો, એનાથી આપણા આખી દુનિયામાં અસર થાય છે. તો એના માટે આપણે કંઈક બધાને સાથે મળીને કંઈક કરવું પડે, નહીં તો આ તો વધતું જ જાય છે, આનો કોઈ અંત નથી. અત્યારે 100 રૂપિયા ઉપર થઈ ગયો છે, 200 થઈ જાય તો શું થાય છે પબ્લિકનું?
Read Original Article →