સુરતમાં રખડતા શ્વાને 5 મહિનામાં 1800થી વધુને બચકાં ભર્યા:મનપાના બગીચા પણ અસુરક્ષિત, ઇજારદારની લાલિયાવાડી સામે કમિટી લાલઘૂમ, કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી

Gujarat5/25/2026, 3:04:13 PM
સુરતમાં રખડતા શ્વાને 5 મહિનામાં 1800થી વધુને બચકાં ભર્યા:મનપાના બગીચા પણ અસુરક્ષિત, ઇજારદારની લાલિયાવાડી સામે કમિટી લાલઘૂમ, કોન્ટ્રાક્ટરને નોટિસ ફટકારી
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અને ડોગ બાઈટના બનાવો ચિંતાજનક હદે વધી રહ્યા છે. શહેરમાં ચાલુ વર્ષે માત્ર સાડા ચાર મહિનામાં જ 18,00થી વધુ ડોગ બાઈટના કેસો નોંધાયા છે. આ ભયાનક પરિસ્થિતિ વચ્ચે પાલિકાના ભેસ્તાન ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં કોન્ટ્રાક્ટરની લાલિયાવાડી સામે આવી છે. છેલ્લા ચાર મહિનાથી અહીં ફરજ બજાવતા ડોક્ટરોને વેતન ન ચૂકવાયું હોવાને કારણે તબીબોએ કૂતરાઓના ખસીકરણની કામગીરી બંધ કરી દીધી છે અને કેન્દ્ર સુમસામ પડ્યું છે. આ ગંભીર મામલે મહાનગરપાલિકાએ ઈજારદારને નોટિસ આપવાની કડક પ્રક્રિયા હાથ ધરી છે. ગાર્ડનમાં શ્વાનોના ટોળાનો એક કિશોરી પર હુમલો શહેરમાં રખડતા શ્વાનનો આતંક એટલો વધી ગયો છે કે, જાહેર બગીચાઓ પણ હવે સુરક્ષિત રહ્યા નથી. તાજેતરમાં જ ગુરુવારે પાલિકાના એક ગાર્ડનમાં શ્વાનોના ટોળાએ એક કિશોરી પર હુમલો કર્યો હતો. ગાર્ડનમાં સુરક્ષા ગાર્ડ તૈનાત હોવા છતાં, હિંસક બનેલા કૂતરાઓ શિકાર શોધતા હોય તેમ જાહેરમાં રખડી રહ્યા છે. આ સ્થિતિને કારણે નાના બાળકોથી લઈને મોર્નિંગ અને ઈવનિંગ વોક માટે નીકળતા વડીલો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને દરરોજ અનેક લોકો ડોગ બાઈટનો ભોગ બની રહ્યા છે. કૂતરાઓના ખસીકરણની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ એનિમલ બર્થ કંટ્રોલ સેન્ટરમાં તબીબોને છેલ્લા 4 મહિનાથી પગાર મળ્યો નથી, જેના કારણે છેલ્લા ચાર દિવસથી કૂતરાઓના ખસીકરણની કામગીરી સંપૂર્ણપણે ઠપ્પ કરી દેવામાં આવ્યા છે. આ બાબત ખુદ તબીબોએ પાલિકાની કમિટી સમક્ષ કબૂલ કરી છે. શ્વાનોની વસ્તી નિયંત્રણમાં રાખવા માટે ખસીકરણ ખૂબ જરૂરી છે, પરંતુ આવી કટોકટીની સ્થિતિમાં જ કામગીરી બંધ થઈ જતાં પાલિકા પ્રશાસન દોડતું થયું છે અને ઈજારદાર સામે કાયદાકીય પગલાં ભરવાની તૈયારી શરૂ કરી છે. કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે: સુપ્રીટેન્ડેન્ટ ડોક્ટર રામ દિગ્વિજય માર્કેટ સુપ્રિટેન્ડેન્ટ જણાવ્યું હતું કે, ત્રણ દિવસ રસીકરણ, ખસીકરણનું કામ બંધ હતું તે તેમનો ઇન્ટરનેટ પ્રોબ્લેમ હતો અને આજથી કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટરને નોટિસ પણ આપી દેવામાં આવી હતી અને તેની પેનલ્ટી પણ લેવામાં આવે છે. દરરોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે ડોક્ટર દિગ્વિજય જણાવ્યું હતું કે દરરોજના 50 થી 60 ઓપરેશન કરવામાં આવે છે. 3 ડોક્ટરની ટીમ છે. છ સ્કેચિંગ ટીમ છે. જે દરરોજ સ્કેટિંગ કરે છે અને દરરોજ 50થી 60 રસીકરણ, ખસીકરણ કરવામાં આવે છે અને મહિને 1200નો ટાર્ગેટ આપવામાં આવેલો છે ભેસ્તાન ખાતે આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ કરાયો સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન પ્રમાણે 2001 નો એબીસી રૂલ્સ (ABC Rules) 2001 નો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જે ગાઇડલાઇન પહેલેથી ઉપલબ્ધ છે. આપણા દ્વારા જે હડકવાવાળા કુતરા હોય, જેમને રેબીઝ થયેલો હોય એમને આઇસોલેશનમાં રાખવામાં આવે છે અને ભેસ્તાન ખાતે એક અલગથી જ આઇસોલેશન વોર્ડ ઉપલબ્ધ કરાયો છે શ્વાનને હડકવાના લક્ષણ દેખાતા એક અઠવાડિયાનો સમય લાગે છે રખડતા શ્વાનને લઈને કોઈ ફરિયાદ આવે છે, ત્યારે ભેસ્તાન ખાતે આવેલા એનિમલ બર્થ કંટ્રોલનો ટોલ ફ્રી નંબર છે તેના પર ફોન આવે છે અને તરત જ ટીમ મોકલવામાં આવે છે અને જે ડોગની ફરિયાદ હોય છે તેને ઊંચકી લાવવામાં આવે છે અને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. આ ડોગ હિંસક છે કે નહીં. કોઈને ડોગ બાઈટ કરી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે અને જો તે હિંસક સાબિત થાય તો તેવા ડોગને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવે છે. કોઈ શ્વાનને હડકવા થયેલો હોય તો તેના લક્ષણ જતા એક અઠવાડિયા જેવો સમય લાગે છે.
Read Original Article →