સુરતમાં ચપ્પુના ઘા મારી 2 મિત્રોની હત્યા:ચા પીવા ગયેલા યુવકોનો અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો

Gujarat6/7/2026, 5:25:48 AM
સુરતમાં ચપ્પુના ઘા મારી 2 મિત્રોની હત્યા:ચા પીવા ગયેલા યુવકોનો અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો
સુરત ફરી એકવાર રક્તરંજિત થયું છે. સિંગણપોર વિસ્તારમાં બે યુવકોની ચપ્પુના ઘા મારીને હત્યા કરાઈ છે. 30 વર્ષીય હર્ષિલ પાટીલ અને 25 વર્ષીય ભટ્ટુ માળી મિત્રો સાથે ચા પીવા ગયા હતા ત્યાં અન્ય યુવકો સાથે ઝઘડો થયો હતો. નજીવી બાબતે 10થી 15 જેટલા યુવકોએ તીક્ષ્ણ હથિયારો સાથે હુમલો કરી દીધો હતો. હર્ષિલ અને ભટ્ટુને ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં બંને મિત્રોને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર દરમિયાન બંને મિત્રોના મોત નિપજ્યા છે. પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. સિંગણપોર પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા હુમલાખોરોએ હર્ષિલ અને ભટ્ટુને ટાર્ગેટ કરીને શરીરના ભાગે ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકી દીધા હતા. બંને મિત્રો લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા હતા. હુમલો કરીને તમામ આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આસપાસના લોકો દ્વારા બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલના બિછાને બંને મિત્રોએ દમ તોડી દીધો હતો. પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બે મિત્રોની હત્યાના સમાચાર મળતા જ બંને યુવકોના પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. એકસાથે બે મોતના પગલે મૃતકોના પરિવાર સહિત સમગ્ર સિંગણપોર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બીજી તરફ,હત્યાની ઘટનાની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત સિંગણપોર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. આ સમાચાર અમે અપડેટ કરી રહ્યા છીએ આ પણ વાંચો: મિત્રની પત્નીના એક તરફી પ્રેમમાં ખૂની ખેલ ખેલ્યો
Read Original Article →