સુરત મનપા ચૂંટણીને લઈ બે દિવસમાં 5 ફોર્મ ભરાયા:AAP ઉમેદવારે ફોર્મ ભરી શ્રીગણેશ કર્યા, કોંગ્રેસ હજુ 'ઝીરો' પર; ભાજપ શુક્રવારે કરશે નામ જાહેર

Gujarat4/9/2026, 3:55:07 PM
સુરત મનપા ચૂંટણીને લઈ બે દિવસમાં 5 ફોર્મ ભરાયા:AAP ઉમેદવારે ફોર્મ ભરી શ્રીગણેશ કર્યા, કોંગ્રેસ હજુ 'ઝીરો' પર; ભાજપ શુક્રવારે કરશે નામ જાહેર
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાના પ્રારંભિક બે દિવસમાં કુલ પાંચ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે. બુધવારે બે અને ગુરુવારે ત્રણ ફોર્મ ભરાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના એક અને ચાર અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે. મુખ્ય રાજકીય પક્ષો પૈકી માત્ર 'આપ' એ ખાતું ખોલાવ્યું છે, જ્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો હજુ પ્રતીક્ષામાં છે. વોર્ડ વાઈઝ ઉમેદવારોએ ફોર્મ ભર્યા ભાજપ-કોંગ્રેસની રણનીતિ ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ હોવા છતાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર ફોર્મ ભરવામાં આવ્યું નથી. કોંગ્રેસમાં આંતરિક રીતે નામો નક્કી હોવાનું મનાય છે, પરંતુ હજુ સુધી મૌન જળવાયેલું છે. બીજી તરફ, ભારતીય જનતા પાર્ટી શુક્રવારે તેના ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરે તેવી શક્યતા છે, જે બાદ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગતિ આવશે.
Read Original Article →