સુરત મનપા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:12 વોર્ડમાં 26 મૂરતિયાઓના નામની જાહેરાત કરી, જ્ઞાતિગત સમીકરણોનું રખાયું ધ્યાન

Gujarat4/5/2026, 4:30:32 PM
સુરત મનપા માટે કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર:12 વોર્ડમાં 26 મૂરતિયાઓના નામની જાહેરાત કરી, જ્ઞાતિગત સમીકરણોનું રખાયું ધ્યાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા કબજે કરવા માટે કોંગ્રેસ પક્ષે પોતાની પ્રથમ વ્યૂહરચનાના ભાગરૂપે મહત્વના વોર્ડ માટે ઉમેદવારોના નામોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં પક્ષે વર્ષોથી પાયાના સ્તરે કામ કરતા કાર્યકરો, મહિલા પ્રતિનિધિઓ અને અનુભવી ચહેરાઓને સ્થાન આપીને ભાજપ અને આપ સામે મજબૂત મોરચો માંડ્યો છે. નવા અને જૂના ચહેરાઓનું સંતુલન કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં ખાસ કરીને તે વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યાં જ્ઞાતિગત સમીકરણો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વોર્ડ નં. 1 (રાંદેર-જહાંગીરાબાદ વિસ્તાર): આ વોર્ડમાં પક્ષે ચાર સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જેમાં પ્રતિમાબેન બાબુલાલ પઢિયારી અને આશાબેન વિનોદભાઈ સોનાવિયા મહિલા પ્રતિનિધિત્વ સંભાળશે, જ્યારે બોની જગદીશભાઈ પટેલ અને કલ્પેશકુમાર સુરેશભાઈ રાણા યુવા અને સક્રિય કાર્યકર તરીકે મતદારો વચ્ચે જશે. આ વિસ્તારમાં પઢીયાર અને રાણા સમાજનું વર્ચસ્વ જોતા આ પસંદગી મહત્વની મનાય છે. વોર્ડ નં. 4 અને 5 પાટીદાર અને શ્રમજીવી વર્ગના પ્રભુત્વ ધરાવતા આ વિસ્તારોમાં કોંગ્રેસે મહિલા શક્તિ પર ભરોસો મૂક્યો છે. વોર્ડ નં. 4 માં રેખાબેન ભાલીયા અને મમતાબેન સવાણીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે વોર્ડ નં. 5 માં કલ્પનાબેન ગુર્જર, નીલમબેન વઘાસીયા અને વિપુલભાઈ સેખડાને ટિકિટ આપીને પક્ષે શિક્ષિત અને સ્થાનિક સ્તરે લોકપ્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે. લઘુમતી અને મિશ્ર વસ્તી ધરાવતા વોર્ડ પર વિશેષ ધ્યાન સુરતના રાજકારણમાં લઘુમતી મતદારો હંમેશા નિર્ણાયક રહ્યા છે. વોર્ડ નં. 9 માંથી મોહમ્મદ સોહેલ મોહમ્મદ અમીન શેખ અને વોર્ડ નં. 13 માંથી રેહાના સઈદ સૈયદના નામની જાહેરાત કરીને કોંગ્રેસે પોતાના પરંપરાગત મતોને અકબંધ રાખવાનો પ્રયાસ કર્યો છે. તેવી જ રીતે, વોર્ડ નં. 18 માં પક્ષે સૌથી વધુ વૈવિધ્યસભર પેનલ ઉતારી છે. અહીં સંજય રામાધાર રામાનંદી, ખુમાનસિંહ દરજીવત, પ્રકૃતિબેન રાઠોડ અને મુનવ્વરજહાં રહેમાન શેખને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ પેનલ દર્શાવે છે કે પક્ષે હિન્દુ-મુસ્લિમ અને અન્ય પરપ્રાંતીય મતો મેળવવા માટે સર્વસમાવેશક વ્યૂહરચના અપનાવી છે.
Read Original Article →