વિરોધમાં વિકાસ વિસરાયો?:સુરત મનપાની ચૂંટણી પહેલા કોર્પોરેટરોનું રિપોર્ટ કાર્ડ, AAPના 9 કોર્પોરેટર 44.22 લાખની ગ્રાન્ટ વાપરી જ ન શક્યા, મોનાલી હિરપરા મોખરે

Gujarat4/9/2026, 7:18:38 AM
વિરોધમાં વિકાસ વિસરાયો?:સુરત મનપાની ચૂંટણી પહેલા કોર્પોરેટરોનું રિપોર્ટ કાર્ડ, AAPના 9 કોર્પોરેટર 44.22 લાખની ગ્રાન્ટ વાપરી જ ન શક્યા, મોનાલી હિરપરા મોખરે
સુરત મહાનગરપાલિકાની આગામી ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે ઉમેદવારોના ભાવિ નક્કી કરતા પહેલા તેમના પાછલા 5 વર્ષના લેખાજોખા સામે આવ્યા છે. પાલિકા દ્વારા લોકહિતના કામો માટે ફાળવવામાં આવતી ગ્રાન્ટના વપરાશમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો પાછળ રહી ગયા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ખાસ કરીને વિરોધ પક્ષના નેતા સહિતના દિગ્ગજોના ખાતામાં લાખોની ગ્રાન્ટ વણવપરાયેલી પડી રહી છે. ગ્રાન્ટનું ગણિત, 19.37 કરોડમાંથી 44.22 લાખ પરત જશે સુરત મહાનગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાના વોર્ડમાં પેવર બ્લોક, લાઈટ, ડ્રેનેજ કે અન્ય જનસુવિધાના કામો માટે દર વર્ષે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આમ આદમી પાર્ટીના 15 કોર્પોરેટરને પાંચ વર્ષ દરમિયાન કુલ 19.37 કરોડ ફાળવાયા હતા. જોકે, નવાઈની વાત એ છે કે આ કોર્પોરેટરો 44,22,965 લાખની ગ્રાન્ટ વાપરી જ શક્યા નથી. ચર્ચા છે કે શાસક પક્ષ સામે વિરોધ પ્રદર્શન કરવામાં વિકાસના કામો પર પૂરતું ધ્યાન આપી શકાયું નથી. મોનાલી હિરપરા 'ગ્રાન્ટ બચાવવામાં' પહેલા નંબરે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર અને વ્યવસાયે એડવોકેટ એવા મોનાલી હિરપરાના વિસ્તારમાં વિકાસની સૌથી વધુ જરૂરિયાત હોવા છતાં, તેઓની 17.86 લાખની ગ્રાન્ટ વપરાયા વગરની પડી રહી છે. જે આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ આંકડો છે. બીજી તરફ, વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા પણ પોતાની ગ્રાન્ટમાંથી 97 હજાર વાપરવામાં નિષ્ફળ રહ્યા છે. ભાજપમાં ગયેલા 'આપ'ના પૂર્વ કોર્પોરેટરોનું પરફોર્મન્સ સુધર્યું! આ અહેવાલમાં સૌથી ચોંકાવનારી વિગત એ છે કે જે કોર્પોરેટરો આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયા હતા, તેઓએ ગ્રાન્ટ વાપરવામાં જબરી સ્ફૂર્તિ બતાવી છે. કેસરીયો ધારણ કરનારા તમામ પૂર્વ આપ કોર્પોરેટરોએ પોતાની ફાળવેલી ગ્રાન્ટનો 100% વપરાશ કરી નાખ્યો છે. આને લઈને હવે શહેરમાં ચર્ચા જાગી છે કે શું વહીવટી પ્રક્રિયામાં ભાજપે મદદ કરી કે પછી આપમાં રહેલા કોર્પોરેટરોની ઈચ્છાશક્તિનો અભાવ હતો? કોણ પાસ, કોણ નાપાસ? આપના 15માંથી માત્ર 4 કોર્પોરેટરોએ જ પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી છે. આપના 9 કોર્પોરેટરો એવા છે જેમના ખાતામાં હજુ પણ લાખો રૂપિયા વણવપરાયેલા છે. 44.22 લાખની ગ્રાન્ટનો ઉપયોગ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
Read Original Article →