BRTS અને સિટી બસ સેવાના રૂટોમાં મોટો ફેરફાર:આવતીકાલે મુખ્યમંત્રીના સુરત આગમનને પગલે ટ્રાફિક વ્યવસ્થાના ભાગરૂપે નિર્ણય, જાણો ક્યાં રૂટ ડાયવર્ટ અને ક્યાં રૂટમાં ફેરફાર
24 મે, 2026 રવિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી સુરત શહેરની મુલાકાતે આવી રહ્યા છે. સુરત ટ્રાફિક પોલીસ વિભાગની સૂચના અને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે, આ દિવસે સાંજે 04:00 કલાક થી રાત્રે 07:00 કલાક સુધી જાહેર પરિવહન સેવાના રૂટોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રીનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામ બસો નિયમિત રૂટ પર શરૂ કરી દેવાશે. રૂટ ટૂંકાવવામાં આવ્યા હોય તેવી બસો(સાંજે 4 થી 7)
રૂટ નંબર 12 (ONGC થી સરથાણા નેચર પાર્ક): જરૂરિયાત મુજબ માત્ર SMVS સુધી જ દોડશે.
રૂટ નંબર 18 (રેલ્વે સ્ટેશન થી ઉત્રાણ ROB): માત્ર મિની બજાર સુધી જ ચાલશે.
રૂટ નંબર 22 (કોસાડ EWS H2 થી સરથાણા નેચર પાર્ક): આ બસ DGVCL ઊર્જા સદન સુધી મર્યાદિત રહેશે. ડાયવર્ટ કરાયેલા રૂટ
રૂટ નંબર 20 (ખરવર નગર થી કોસાડ) અને રૂટ નંબર 21 (જહાંગીરપુરા થી અલ્થાણ ટર્મિનલ): આ બસોને દિલ્હીગેટ ફ્લાયઓવર થઈને ડાયવર્ટ કરવામાં આવશે. જે-તે સ્થળે હોલ્ડ (અટકાવી) રાખવામાં આવનાર રૂટ:
રૂટ નંબર 13 (જહાંગીરપુરા થી કડોદરા), રૂટ નંબર 14 (ONGC કોલોની થી કોસાડ), રૂટ નંબર 16 (કોસાડ ડેપો થી સચિન GIDC), રૂટ નંબર 17A (કામરેજ ટર્મિનલ થી પાલ RTO) અને રૂટ નંબર 23 (કામરેજ ટર્મિનલ થી સચિન રેલ્વે સ્ટેશન). દિલ્હીગેટ ફ્લાયઓવરથી ડાયવર્ટ થનારી બસો:
રૂટ નંબર 1 અને 2 (અડાજણ GSRTC લૂપ - ક્લોકવાઇઝ / એન્ટી-ક્લોકવાઇઝ).
રૂટ નંબર 254 (કતારગામ થી લિમ્બાયત).
રૂટ નંબર 402 અને 403 (પર્વત પાટીયા થી માનસરોવર સર્કલ / SMC વોર્ડ ઓફિસ). નોંધ: રૂટ 403 માત્ર તપોવન સર્કલ સુધી જ ચાલશે. લાલ દરવાજા સુધી જ ઓપરેટ થનારી બસો (ટૂંકાવેલા રૂટ):
રેલ્વે સ્ટેશનથી ઉપડતી રૂટ નંબર 102R (મોતી વેડ), 112 (કોસાડ ગામ) અને 102DR (મોતીવેડ વાયા DD સ્પોર્ટ્સ).
રેલ્વે સ્ટેશનથી વિવેકાનંદ કોલેજ, રાંદેર ગામ, વરિયાવ ગામ અને ગ્રીન સિટી ભાઠા જતી બસો (રૂટ 107J, 107JP, 127J, 137J, 147J). અન્ય સ્થળો સુધી ટૂંકાવેલા રૂટો:
રૂટ 118: માત્ર અશ્વની કુમાર સુધી ચાલશે.
રૂટ 136 અને 106R: માત્ર સહારા દરવાજા સુધી ચાલશે.
રૂટ 213 અને 413: માત્ર સરથાણા નાકા સુધી જ ઓપરેટ થશે. જરૂરિયાત મુજબ હોલ્ડ (બંધ) રાખવામાં આવનાર સિટી બસ રૂટો:
રૂટ 153R (ઉમરા ગામ થી કાપોદ્રા), 206, 65, 706, 903, 103K, 103S, 103V, 207E, 216B, 216K, 226J, તેમજ રૂટ 410A અને 410C (ઉત્રાણ સ્ટેશન લૂપ). આ તમામ બસોને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા જે-તે સ્થળે અટકાવી રાખવામાં આવશે.
Read Original Article →