સુરતના મની ચેન્જરનું લાલ i20 કારમાં અપહરણ, 18 લાખની લૂંટ:વેપારી સસ્તામાં ડોલર એક્સચેન્જની લાલચ આપી, હાઈવે પર ફેંકી 13 લાખ રોકડા અને વિદેશી કરન્સી લઈ આરોપી ફરાર

Gujarat5/19/2026, 2:10:45 PM
સુરતના મની ચેન્જરનું લાલ i20 કારમાં અપહરણ, 18 લાખની લૂંટ:વેપારી સસ્તામાં ડોલર એક્સચેન્જની લાલચ આપી, હાઈવે પર ફેંકી 13 લાખ રોકડા અને વિદેશી કરન્સી લઈ આરોપી ફરાર
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક સનસનાટીભરી લૂંટની ઘટના સામે આવી છે. જહાંગીરપુરા વિસ્તારમાં સસ્તા ભાવે અમેરિકન ડૉલર આપવાની લાલચ આપી વિદેશી કરન્સી એક્સચેન્જ (મની ચેન્જર)ના એક પ્રતિષ્ઠિત વેપારીને લાલ રંગની i20 કારમાં બંધક બનાવી, રૂ.18.65 લાખથી વધુની રોકડ તેમજ વિદેશી કરન્સીની લૂંટ ચલાવવામાં આવી છે. આ ચકચારી ઘટનાને પગલે સુરત પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. 7,000 ડોલર રૂપિયામાં એક્સચેન્જ કરવાની લાલચ આપી લૂંટનો ભોગ બનનાર વેપારી 51 વર્ષીય અબ્દુલ રહેમાન મોહમદ હાસીયા છે. તેઓ રાંદેરના સુથારવાડ મહોલ્લામાં રહે છે અને ધોડદોડ રોડ પર “સિક્યોર વર્લ્ડ સર્વિસિસ” નામે ફોરેન કરન્સી એક્સચેન્જનો કાયદેસરનો વ્યવસાય કરે છે. ગત 15 મે, 2026ના રોજ તેમના મોબાઈલ પર એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો. મેસેજ કરનારે પોતાની પાસે 7,000 અમેરિકન ડૉલર (USD) હોવાનું જણાવી તેને આકર્ષક અને સસ્તા ભાવે ભારતીય રૂપિયામાં એક્સચેન્જ કરાવી આપવાની લાલચ આપી હતી. વેપારીને લાલ રંગની i20 કારમાં પાછળની સીટ પર બેસાડ્યો વેપારી ભારતીય ચલણ અને વિદેશી કરન્સી ભરેલી બેગ લઈને નિયત સ્થળે પહોંચ્યા ત્યારે ત્યાં એક લાલ રંગની હ્યુન્ડાઈ i20 કાર આવી હતી. જાહેરમાં રકમની લેવડદેવડ સુરક્ષિત ન હોવાનું બહાનું બતાવી બદમાશોએ વેપારીને કારની પાછળની સીટ પર બેસાડી દીધા હતા. કારમાં બંધક બનાવી બદમાશોએ રૂપિયા ભરેલી બેગ આંચકી લીધી વેપારી કારમાં બેસતાની સાથે જ ચાલકે સેન્ટ્રલ લોકીંગ સિસ્ટમ ઓન કરી ગાડી પૂરપાટ ઝડપે દોડાવી મૂકી હતી. કારની અંદર બદમાશોએ અબ્દુલ રહેમાનને જાનથી મારી નાખવાની ધમકી આપી તેમની પાસેથી કરન્સી ભરેલી બેગ આંચકી લીધી હતી. પોલીસ નાકાબંધીથી બચવા માટે કાર ચાલકે ગાડીને હજીરા-સાયણ હાઈવે તરફ વાળી દીધી હતી. અવાવરુ જગ્યાએ વેપારીને ફેંકીને તસ્કરો ફરાર લૂંટારુઓએ કારને મલગામાં ગામની સીમમાં એક સુમસામ અને અંધારિયા કાચા રસ્તા પર લઈ જઈ વેપારીને કારમાંથી નીચે ધક્કો મારી દીધો હતો અને સાયણ તરફ ભાગી છૂટ્યા હતા. વેપારી પાસેથી કૂલ 18.65 લાખની લૂંટ ચલાવી હતી. જેમાં 13 લાખની ભારતીય ચલણની નોટો અને 3,200 બ્રિટિશ પાઉન્ડ, 1,100 યુરો, 4,700 પૈસો અને 1,100 રીંગીટ વિદેશી ચલણની નોટો લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે CCTV અને વોટ્સએપ ચેટની મદદથી તપાસ હાથ ધરી ઘટના બાદ વેપારીએ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકોની મદદ લઈ પોતાના મિત્રનો સંપર્ક કર્યો હતો અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે વેપારીની ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો હેઠળ લૂંટ અને અપહરણનો ગુનો નોંધી, વોટ્સએપ ચેટ અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read Original Article →