સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ

Gujarat5/14/2026, 12:21:05 PM
સુરત મેટ્રોના બીજા કોરિડોર પર ટ્રાયલ રનનો પ્રારંભ:7 સ્ટેશનોના સ્ટ્રક્ચર તૈયાર, હવે 500 કલાક સુધી ટ્રેનનું સઘન ટેસ્ટિંગ ચાલશે; મેટ્રો પ્રોજેક્ટની 75% કામગીરી પૂર્ણ
સુરતની જનતા માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મેળવવાના દિવસો હવે ગણતરીના બાકી રહ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, આજથી કોરિડોર-2 (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર) પર ટ્રાયલ રનનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના 6.5 કિમીના અંતરમાં મેટ્રો ટ્રેન દોડતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે, સુરત મેટ્રોની કુલ કામગીરી હવે 75 ટકાથી વધુ પૂર્ણ થઈ ચૂકી છે, જે શહેરની ઝડપી કનેક્ટિવિટી તરફનું એક મજબૂત કદમ છે. ભેસાણથી અડાજણ સુધીનું કામ ફિનિશિંગ લાઇન પર કોરિડોર-2 અંતર્ગત ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના 7 સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલા ટ્રાયલ રન દરમિયાન ટ્રેનને આશરે 500 કલાક સુધી ચલાવવામાં આવશે. આ પ્રક્રિયામાં GEC (જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ) અને GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન) દ્વારા ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ અને ટેકનિકલ પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. કોરિડોર-1 પર માર્ચથી જ ચાલી રહ્યું છે પરીક્ષણ આ અગાઉ, કોરિડોર-1 (નોર્થ-સાઉથ કોરિડોર) માં ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિમીના રૂટ પર ગત 29 માર્ચ, 2026થી ટ્રાયલ રન શરૂ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં આ રૂટ પર વિવિધ રેગ્યુલેટરી સંસ્થાઓ દ્વારા પરીક્ષણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. સલામતીના કડક ધોરણોમાં RDSO અને CMRS આપશે આખરી મંજૂરી મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર, ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ભારત સરકારની સંસ્થા RDSO (રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા ટેકનિકલ તપાસ કરવામાં આવશે. ત્યારબાદ સૌથી મહત્વની પ્રક્રિયા CMRS (કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી) દ્વારા હાથ ધરવામાં આવશે. આ સંસ્થા સુરક્ષાનું આખરી નિરીક્ષણ કરી લીલી ઝંડી આપશે, ત્યારબાદ જ સુરતવાસીઓ મેટ્રોની સફર માણી શકશે. વિકસિત ભારતનું વિઝન અને ડબલ એન્જિન સરકારનો સંકલ્પ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત'ના વિઝન હેઠળ સુરતને આધુનિક અને સુરક્ષિત પરિવહન સુવિધા આપવા માટે રાજ્ય સરકાર પણ કટિબદ્ધ છે. મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી દ્વારા આ પ્રોજેક્ટનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, જેથી નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરી શકાય. સુરત મેટ્રો શરૂ થવાથી શહેરના પશ્ચિમ અને પૂર્વ વિસ્તાર વચ્ચેનું અંતર મિનિટોમાં કપાઈ જશે. સુરત મેટ્રો પ્રોજેક્ટની આંકડાકીય માહિતી
Read Original Article →