મોટા વરાછામાં 15 મેના રોજ પાણી પુરવઠો બંધ રહેશે:મહાદેવ ચોક ESR M4 હેઠળની અનેક સોસાયટીઓના નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા પાલિકાની અપીલ

Gujarat5/12/2026, 1:15:28 PM
મોટા વરાછામાં 15 મેના રોજ પાણી પુરવઠો બંધ રહેશે:મહાદેવ ચોક ESR M4 હેઠળની અનેક સોસાયટીઓના નાગરિકોને પાણીનો સંગ્રહ કરવા પાલિકાની અપીલ
સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવાની કટિબદ્ધતાના ભાગરૂપે સમયાંતરે જાળવણીની કામગીરી કરવામાં આવે છે. આ અંતર્ગત, હાઈડ્રોલિક વિભાગ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીના નેટવર્કમાં જરૂરી મરામત અને અપગ્રેડેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે આગામી 15 મે 2026ના રોજ મોટા વરાછાના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે અથવા ઓછા દબાણથી મળશે. પાણીની ટાંકીના નેટવર્કમાં જરૂરી મરામતની કામગીરી સુરત મહાનગરપાલિકાના હાઈડ્રોલિક વિભાગ દ્વારા મોટા વરાછા વિસ્તારના નાગરિકો માટે એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે. સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં સેટેલાઈટ રોડ પાસે આવેલ મહાદેવ ચોક સ્થિત ESR M4 પાણીની ટાંકીના નેટવર્કમાં જરૂરી મરામતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ કામગીરી અંતર્ગત 500 મી.મી. વ્યાસની ડી.આઈ. પાઈપલાઈનના બેન્ડમાં સર્જાયેલ લીકેજને સુધારવાની તેમજ હયાત ડી.આઈ. બાયપાસ નળીકાને એમ.એસ. નળીકામાં બદલવાની પ્રક્રિયા હાથ ધરાશે. સુદામા ચોકથી યમુના ચોક સહિતના વિસ્તારોને અસર આ ટેકનિકલ કામગીરીના કારણે તા. 15 મે 2026ના રોજ સંબંધિત વિસ્તારોમાં સવારનો પાણી પુરવઠો આપ્યા બાદ જોડાણની કામગીરી શરૂ કરવામાં આવશે, જેના પરિણામે તે દિવસે સાંજનો પાણી પુરવઠો મળશે નહીં. વધુમાં, તા. 16 મે 2026ના રોજ પણ પાણી પુરવઠો અંશતઃ અથવા ઓછા દબાણથી મળવાની શક્યતા છે. આ ફેરફારથી સુદામા ચોકથી યમુના ચોક, સેટેલાઈટથી લજામણી ચોક, ગામતળ, હંસ સોસાયટી, અંજની રો-હાઉસ, શબરી ધામ, યમુના દર્શન, વૃંદાવન સોસાયટી, શિવપાર્ક, મારૂતિ નંદન, સત્યમ રો-હાઉસ, શિવમ રો-હાઉસ અને ધર્મ નંદન સોસાયટી સહિતના આજુબાજુના વિસ્તારોને અસર થશે. પાણીનો જથ્થો સંગ્રહ કરવા પાલિકાની અપીલ પાલિકા પ્રશાસન દ્વારા જાહેર જનતાને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આ અગવડતાના દિવસો પહેલા જરૂરી જથ્થામાં પાણીનો સંગ્રહ કરી લે અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરે. જો નિર્ધારિત કામગીરી વહેલી પૂર્ણ થશે તો પાણી પુરવઠો રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે.
Read Original Article →