મોટા વરાછામાં દેહવ્યાપારનો પર્દાફાશ:હોટલ સીટી પેલેસમાંથી બે થાઈ યુવતીને મુક્ત કરાવાઈ, હોટલ સંચાલક જે.ડી.કેવડીયા સહિત પાંચની ધરપકડ

Gujarat5/15/2026, 1:34:54 PM
મોટા વરાછામાં દેહવ્યાપારનો પર્દાફાશ:હોટલ સીટી પેલેસમાંથી બે થાઈ યુવતીને મુક્ત કરાવાઈ, હોટલ સંચાલક જે.ડી.કેવડીયા સહિત પાંચની ધરપકડ
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં તુલસી આર્કેડના બેઝમેન્ટમાં હોટલ સીટી પેલેસમાં થાઈલેન્ડની યુવતીઓ પાસે દેહવ્યાપાર કરાવવાનું કૌભાંડ ઉત્રાણ પોલીસે ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને બે થાઈલેન્ડની યુવતીને મુક્ત કરાવી છે અને મુખ્ય સૂત્રધાર જોનીલ ઉર્ફે જે.ડી.કેવડીયા સહિત પાંચની ધરપકડ કરી છે. રૂમમાં ગ્રાહકોને સુવિધા પૂરી પાડતા હતા ઉત્રાણ પોલીસને બાતમી મળી હતી કે સુદામા ચોક સ્થિત 'હોટલ સીટી પેલેસ'ના પાર્કિંગમાં સંચાલક જોનીલ કેવડીયા આર્થિક લાભ માટે વિદેશી લલનાઓ બોલાવી દેહવ્યાપારનો ધંધો ચલાવે છે. પોલીસે છાપો મારતા ત્યાં ગ્રાહકોને શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવતી હોવાનું બહાર આવ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે રૂ. 1.08 લાખની કિંમતના 4 મોબાઈલ અને વાંધાજનક ચીજવસ્તુઓ જપ્ત કરી છે. આરોપી જે.ડીનો ગુનાહિત ઇતિહાસ ઝડપાયેલો મુખ્ય આરોપી જોનીલ ઉર્ફે જે.ડી. રીઢો ગુનેગાર છે. અગાઉ તેના વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં અકસ્માત, સરથાણામાં જાહેરનામા ભંગ અને ઉત્રાણ પોલીસ મથકમાં અગાઉ બે વખત દેહવ્યાપારના ગુના નોંધાઈ ચૂક્યા છે. પોલીસે હાલમાં આ મામલે અન્ય એક શખ્સને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની વિગતો જોનીલ ઉર્ફે જે.ડી. કેવડીયા, હોટલ સંચાલક, રહે. મહાવીર સોસાયટી, નાના વરાછા દિક્ષીત દેવરાજભાઇ ગોહિલ, હોટલ મજૂરીકામ, રહે. કોસાડ રોડ, અમરોલી કૌશિક રાજુભાઇ મકવાણા, હોટલ મજૂરીકામ, રહે. મોટા વરાછા અન્ય બે ગ્રાહક
Read Original Article →