11 પિસ્તોલ અને 65 કારતુસનો સપ્લાયર 14 વર્ષે જંગલમાંથી ઝડપાયો:નેટવર્ક વગરના પહાડી ગામમાંથી તાળા વેચવાની આડમાં સુરતમાં હથિયાર સપ્લાય કરતો, લગ્નમાંથી ક્રાઈમ બ્રાન્ચે દબોચ્યો
સુરત શહેરમાં શાંતિ અને સુરક્ષાને ડહોળવાના હેતુથી વર્ષ ૨૦૧૨માં લાવવામાં આવેલા ગેરકાયદેસર હથિયારોના એક બહુચર્ચિત ગુનામાં સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને ૧૪ વર્ષ બાદ મોટી સફળતા મળી છે. સુરત ડી.સી.બી. (DCB) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આર્મ્સ એક્ટના ગુનામાં ૨૦૧૨થી વોન્ટેડ મુખ્ય સપ્લાયર અને હથિયારોના સોદાગરને મધ્યપ્રદેશના અંતરિયાળ વિસ્તારમાંથી દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી કપ્તાનસીંગ બહાદુરસીંગ જુનેજા (સીકલીકર)ની ધરપકડ બાદ રાજ્યવ્યાપી હથિયાર તસ્કરીના અનેક વણઉકેલાયેલા ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. 2012માં હથિયાર સાથે પ્રથમ આરોપી પકડાયો હતો
21 જાન્યુઆરી, 2012ના રોજ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે મહિધરપુરા ઉનાપાણી રોડ નજીક વોચ ગોઠવીને મહેસાણાના જાનમોહમંદ લિયાકતઅલી ફકીર નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાનમોહમંદની ઝડતી લેતા તેના કબજામાંથી પોલીસને હાથ બનાવટની 1 દેશી પિસ્તોલ અને 7 જીવતા કારતુસ મળી આવ્યા હતા. પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરનો ગુનો નોંધી સઘન પૂછપરછ શરૂ કરી હતી. મહેસાણા અને વિસનગરમાં દરોડા, કુલ 11 પિસ્તોલ જપ્ત
ઝડપાયેલા આરોપી જાનમોહમંદની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવતા તેણે હથિયારોના એક મોટા નેટવર્કનો ખુલાસો કર્યો હતો. તેણે કબૂલાત કરી હતી કે તેણે બીજા ઘણા હથિયારો મહેસાણાના વિસનગર ખાતે આવેલા પોતાના ઘરમાં છુપાવીને રાખ્યા છે. આ ચોંકાવનારી વિગતો મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચની એક ખાસ ટીમ તાત્કાલિક મહેસાણા દોડી ગઈ હતી અને આરોપીના ઘરમાં દરોડા પાડીને ત્યાંથી વધુ 9 પિસ્તોલ અને 58 જીવતા કારતુસ શોધી કાઢ્યા હતા. ત્યારબાદ તપાસ આગળ વધતા ખૂલ્યું હતું કે, અન્ય એક હથિયાર બાંકીયા ઉર્ફ ક્રીષ્ણા નરસિંહ મહાપાત્રને આપવામાં આવ્યું હતું, જેને પણ પોલીસે ઝડપી પાડી તેની પાસેથી 1 પિસ્તોલ અને 7 કારતુસ મેળવ્યા હતા. આમ, આ આખી કાર્યવાહી દરમિયાન કુલ 11 પિસ્તોલ અને 65 કારતુસ જપ્ત કરી મોટો અનર્થ થતો અટકાવવામાં આવ્યો હતો. તપાસમાં ખૂલ્યું એમપીના કપ્તાનસીંગ સીકલીકરનું નામ
પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓની ઊંડાણપૂર્વકની તપાસ અને ટેકનિકલ એનાલિસિસ દરમિયાન એ વાત સ્પષ્ટ થઈ હતી કે, સુરત અને મહેસાણા સુધી પહોંચાડવામાં આવેલા આ તમામ હથિયારો પાછળ મધ્યપ્રદેશનો એક મોટો હથિયાર નિર્માતા અને સપ્લાયર કામ કરી રહ્યો છે. આ તમામ પિસ્તોલ અને કારતુસ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના રહેવાસી કપ્તાનસીંગ બહાદુરસીંગ સીકલીકરે સપ્લાય કર્યા હોવાનું સત્તાવાર રીતે બહાર આવ્યું હતું. આ નામ ખુલતા જ સુરત પોલીસની ટીમોએ તેને પકડવા માટે અલગ અલગ સમયે મધ્યપ્રદેશમાં તેના વતન ખાતે અનેક વખત દરોડા પાડ્યા હતા, પરંતુ તે દરેક વખતે પોલીસની હાજરીની ગંધ આવી જતાં નાસી જવામાં સફળ રહેતો હતો. તે લાંબા સમય સુધી પકડાયો ન હોવાથી નામદાર કોર્ટ દ્વારા તેની સામે સી.આર.પી.સી. કલમ 70 મુજબનું ધરપકડ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું. નેટવર્ક વગરના પહાડી અને જંગલ વિસ્તારનો આશરો લીધો હતો
આરોપી કપ્તાનસીંગ સીકલીકર આટલા લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર કેમ રહ્યો, તેની પાછળ તેનું ભૌગોલિક લોકેશન જવાબદાર હતું. આરોપીનું મૂળ ગામ ઉમરતી મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ (બોર્ડર) ઉપર આવેલું છે. આ ગામની આજુબાજુ ગાઢ જંગલો અને દુર્ગમ પહાડી વિસ્તારો આવેલા છે, જ્યાં કોઇપણ પ્રકારનું મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી. આ ઉપરાંત, આ આદિવાસી અને અંતરિયાળ વિસ્તારમાં જો કોઇ અજાણી કે નવી વ્યક્તિ અથવા પોલીસ વાહન પ્રવેશ કરે, તો પહાડો પર રહેતા સ્થાનિકોને તુરંત ખબર પડી જતી હતી અને તેઓ આરોપીને એલર્ટ કરી દેતા હતા. આ ભૌગોલિક પરિસ્થિતિ અને ડિજિટલ નેટવર્કના અભાવનો ગેરલાભ ઉઠાવીને કપ્તાનસીંગ છેલ્લા 14 વર્ષથી પોલીસને થાપ આપી પોતાની ધરપકડ ટાળી રહ્યો હતો. નેટવર્ક વગરના પહાડી અને જંગલ વિસ્તારનો આશરો લીધો હતો
આરોપી કપ્તાનસીંગ સીકલીકર આટલા લાંબા સમય સુધી પોલીસ પકડથી દૂર રહ્યો, તેની પાછળ તેનું ભૌગોલિક લોકેશન જવાબદાર હતું. આરોપીનું મૂળ ગામ 'ઉમરતી' મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદ પર આવેલું છે. આ ગામની આજુબાજુ ગાઢ જંગલો અને દુર્ગમ પહાડી વિસ્તારો આવેલા છે, જ્યાં કોઇપણ પ્રકારનું મોબાઇલ નેટવર્ક કામ કરતું નથી. આ ઉપરાંત, આ અંતરિયાળ વિસ્તારમાં જો કોઇ અજાણી વ્યક્તિ કે પોલીસ વાહન પ્રવેશ કરે, તો પહાડો પર રહેતા સ્થાનિકો આરોપીને તુરંત એલર્ટ કરી દેતા હતા. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કપ્તાનસીંગ છેલ્લા 14 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. લગ્નપ્રસંગમાં આવવાની ખાનગી બાતમી અને મિડનાઇટ ઓપરેશન
કપ્તાનસીંગને તેના પોતાના ગામમાં પકડવો અશક્ય જેવો હોવાથી સુરત ક્રાઇમ બ્રાન્ચના નાસતા ફરતા સ્કોડના જવાનોએ ટેકનિકલ સર્વેલન્સની સાથે પોતાના અંગત ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કર્યું હતું. દરમિયાન, પોલીસને એક સચોટ માહિતી મળી હતી કે આરોપી કપ્તાનસીંગ 14 મે 2026ના રોજ પોતાના ગામથી આશરે પાંચ કિલોમીટર દૂર આવેલા બલવારી ગામમાં એક લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે આવવાનો છે. આ સુવર્ણ તક ઝડપી લેવા સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સિવિલ ડ્રેસમાં બલવારી ગામમાં જઈને ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી. રાત્રિના સમયે લગ્ન પતાવીને જ્યારે આરોપી અંધારાનો લાભ લઇ પોતાના ઘર તરફ જવા રવાના થયો, ત્યારે જ રસ્તામાં પોલીસે તેને ચારેય તરફથી ઘેરીને ઝડપી પાડ્યો હતો.
Read Original Article →