સુરતમાં મોંઘવારી અને ઇંધણ સંકટ સામે ‘આપ’નો આક્રોશ:ડીઝલની અછતથી ખેડૂતો-ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર

Gujarat5/21/2026, 9:15:23 AM
સુરતમાં મોંઘવારી અને ઇંધણ સંકટ સામે ‘આપ’નો આક્રોશ:ડીઝલની અછતથી ખેડૂતો-ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીમાં, પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાની માગ સાથે કલેક્ટરને આવેદનપત્ર
ગુજરાતમાં હાલ અસહ્ય મોંઘવારી અને ડીઝલની તીવ્ર અછતે ભારે હાહાકાર મચાવ્યો છે. સામાન્ય જનતા, ગૃહિણીઓ, ખેડૂતો અને ટ્રાન્સપોર્ટરો આ બેવડા સંકટની આગમાં હોમાઈ રહ્યા છે ત્યારે પ્રજાનો અવાજ બુલંદ કરવા માટે સુરતમાં આમ આદમી પાર્ટી (AAP) સંપૂર્ણપણે આક્રમક મૂડમાં જોવા મળી હતી. મોંઘવારી અને ઇંધણની તંગીના મુદ્દે પક્ષ દ્વારા સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક વિશાળ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન બાદ કલેક્ટર મારફતે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધીને એક સત્તાવાર આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. કલેક્ટર કચેરી બહાર સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર સુરતની કલેક્ટર કચેરી બહાર સવારથી જ ભારે ઉત્તેજનાભર્યો માહોલ જોવા મળ્યો હતો. આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ધર્મેશ ભંડેરી, સુરત લોકસભા ઇનચાર્જ રજનીકાંત વાઘાણી તેમજ પંકજ ચાવડા સહિતના અગ્રણી નેતાઓની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા. હાથમાં પ્લેકાર્ડ્સ અને બેનરો સાથે કાર્યકર્તાઓએ સરકાર વિરોધી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ અને દૂધ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા જતા ભાવો સામે પક્ષના હોદ્દેદારોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ડીઝલની તંગીથી ખેડૂતો અને વેપારીઓ બેહાલ: ધર્મેશ ભંડેરી આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ સરકાર પર પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, આજે સુરત શહેર આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવા માટે એકત્ર થઈ છે. હાલ આખો દેશ મોંઘવારીના મારથી પીડાઈ રહ્યો છે અને ગુજરાતમાં ડીઝલ સહિતની પેટ્રોલિયમ પેદાશોની કૃત્રિમ ઊણપ ઊભી થઈ છે. તેના કારણે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ ભારે હેરાન થઈ રહ્યા છે. સૌથી ખરાબ સ્થિતિ ખેડૂતોની છે, જેઓ ડીઝલના અભાવે પોતાના પાકને પિયત (પાણી) આપી શકતા નથી. નહેરમાં પાણી આવે તો પણ તેને ખેતર સુધી પહોંચાડવા માટે પંપની અંદર જે ડીઝલ જોઈએ તે બજારમાં મળતું નથી. ખેડૂતોને ખેતર ખેડવા માટે ટ્રેક્ટરમાં પૂરતું ડીઝલ ન મળતાં કૃષિ ક્ષેત્રે મોટું સંકટ ઊભું થયું છે." પરિસ્થિતિ પર કાબૂ નહીં મેળવાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ટ્રાન્સપોર્ટરો પણ ઇંધણની અછત અને મોંઘવારીના કારણે આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે, જેના લીધે આવશ્યક ચીજવસ્તુઓની હેરફેર મોંઘી થઈ રહી છે. પ્રજા પર આવી રહેલા મોંઘવારીના આ ડામને અટકાવવો એ ચૂંટાયેલી સરકારની પ્રાથમિક જવાબદારી છે. જો સરકાર આ દિશામાં વહેલી તકે કોઈ નકકર અને હકારાત્મક પગલાં નહીં ભરે, તો આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને સાથે રાખીને રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન છેડશે.
Read Original Article →