ભગવાનને ફૂલના શણગાર:સંતો-હરિભક્તોએ 7 કલાકની મહેનત બાદ વિવિધ પુષ્પની કળીઓથી કંડાર્યા ભગવાનના દિવ્ય વસ્ત્રો
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતમાં ઉનાળાની સિઝનમાં ભગવાન શ્રી સ્વામિનારાયણને સંતો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હરિભક્તો અને મહિલાઓએ સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી ડોલર, મોગરા, જરબેરા, આર્ચિડ, વગેરેની જીણી કળીઓ તથા પાંદડીઓને રંગબેરંગી ડિઝાઇનોના આકાર આપી વાઘા તૈયાર કર્યા. ‘ જેવી દેહે તથા દેહે ‘ આ વૈષ્ણવ પરંપરાની સેવારિતી અનુસાર ભગવાનના ભક્તો ભગવાનને સિઝન પ્રમાણે સેવા કરી રાજી કરતા હોય છે.
જેવી આપણા શરીરને સીઝન સીઝન પ્રમાણેની જરૂરીયાતો હોય છે અને તે જરૂરિયાતોને સહુ લોકો પોતાની શક્તિ પ્રમાણે પૂરી પાડતા હોય છે. શિયાળામાં ગરમ કપડા પહેરવા ઓઢવા, હીટર રાખવા ગમે , ઉનાળામાં ઓછા અને આછા કપડા પહેરવા ગમે , એસીમાં રહેવું અનુકૂળ આવે . ઠંડુ પાણી પીવું , નદી તળાવ સ્વિમિંગ પુલમાં સ્નાન કરવું ગમે છે તેવી જ રીતે ભગવાનના ભક્તો ભગવાન પ્રત્યે ભાવના કરતા હોય. અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ત્યારે વૈષ્ણવ પરંપરાની સેવારીતિ અનુસારે ભગવાનને ફૂલોના શણગાર તેમજ ચંદન આદિથી ટાઢક આપવાની ભક્તો ભાવના કરતા હોય છે. સુરતના વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં બિરાજતા ભગવાન શ્રી સ્વામિનારાયણને સંતોએ ફૂલોના શણગાર કર્યા હતા. પુજારી સ્વામી શ્રી વિવેકસ્વરૂપદાસજી સ્વામીના માર્ગદર્શન અનુસાર સંતોએ ડોલર , મોગરો , ચમેલી , ગુલાબ , ઑર્ચીડ, ઝરબેરા વગેરેના ફૂલોથી ઠાકોરજીના વાઘા - વસ્ત્રો તૈયાર કરેલા હતા.
પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર વિવેકસ્વરૂપ સ્વામી, વિશ્વસ્વરૂપ સ્વામી નિર્મળ સ્વામી,સરજુ સ્વામી, આત્મીયસ્વામી, પ્રેમસ્વરૂપ સ્વામી, શ્રેયસ્વરૂપ સ્વામી, રાધારમણ સ્વામી, હરિકીર્તન સ્વામી, પાર્ષદ નિલેશ ભગત, યુગ મોણપરા, મહેશભાઈ સોલંકી, ચિરાગભાઈ રામાણી,રોહિતભાઈ નાકરાણી, યતીનભાઈ સોનાણી, ચિરાગ વઘાસીયા, વિજય ગજેરા,નવશીલ ગોધાણી, જીગ્નેશ ગોધાણી, પ્રદીપ માલવિયા વગેરે સંતો તથા યુવાનો તેમજ મહિલા ભક્તોએ સવારના આઠથી બપોરના ત્રણ વાગ્યા સુધી ડોલર, મોગરા, જરબેરા, આર્ચિડ, વગેરેની જીણી કળીઓ તથા પાંદડીઓને રંગબેરંગી ડિઝાઇનોના આકાર આપી વાઘા તૈયાર કરેલ.
ઉનાળાના ચાર મહિના સુધી ભગવાનને સુગંધીમાન પુષ્પોના હાર,બાજુબંધ , કંકણ, ટોપી એ આદિક આભૂષણ ધરાવવા. એ અનુસાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉનાળાના સમયે ભગવાનને ફૂલ તથા ચંદનના વસ્ત્રો ધરાવાતા હોય છે.
ભગવાનની સન્મુખ નંદ સંતોએ 200 વર્ષ પહેલા બનાવેલા ને ભગવાન શ્રી સ્વામિનારાયણ સન્મુખ ગાયેલા ફૂલોના શણગારના કીર્તનો તેમજ વંદુના પદોનું મહંત સ્વામી શ્રી ધર્મ વલ્લભદાસજી સ્વામી,અક્ષર પ્રિય સ્વામી વગેરે સંતોએ ગાન કરી ભગવાનને રાજી કરેલ.
Read Original Article →