સુરતમાં લોહીના સંબંધો લજાવતી બે ઘટના:કાકાએ 15 વર્ષની ભત્રીજીની 15 દિવસ સુધી છેડતી કરી, 18 વર્ષીય સાવકા ભાઈએ 8 વર્ષની માસૂમ બહેન સાથે હેવાનિયત આચરી

Gujarat5/15/2026, 2:17:01 PM
સુરતમાં લોહીના સંબંધો લજાવતી બે ઘટના:કાકાએ 15 વર્ષની ભત્રીજીની 15 દિવસ સુધી છેડતી કરી, 18 વર્ષીય સાવકા ભાઈએ 8 વર્ષની માસૂમ બહેન સાથે હેવાનિયત આચરી
સુરતમાં છેલ્લા 24 કલાકમાં બે એવી ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઈ છે જેણે માનવતા અને સંબંધોને શર્મસાર કરી દીધા છે. એક તરફ પાંડેસરામાં સાવકા ભાઈએ જ પોતાની 8 વર્ષની બહેનની લાજ લૂંટી છે, તો બીજી તરફ અઠવાલાઇન્સ વિસ્તારમાં કાકાએ પોતાની 15 વર્ષની ભત્રીજી સાથે છેલ્લા 15 દિવસથી અડપલાં કરી છેડતી કરી હોવાનો મામલો પોલીસ ચોપડે નોંધાયો છે. સાવકા ભાઈએ જ બહેનની લાજ લૂંટી પાંડેસરામાં એક 18 વર્ષીય સાવકા ભાઈએ પોતાની જ 8 વર્ષની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગત 14 મેના રોજ જ્યારે માસૂમ બાળકી રૂમમાં એકલી સૂતી હતી, ત્યારે આ આરોપી ભાઈએ મોકો જોઈ પોતાની હેવાનિયત બતાવી હતી. તેણે બાળકીના કપડાં કાઢી તેના પ્રાઈવેટ પાર્ટ સાથે અડપલાં કર્યા હતા અને ત્યારબાદ જઘન્ય કૃત્ય આચર્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને તુરંત પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આરોપીની ઉંમર અંગે પોલીસ તપાસ આ કેસમાં ભોગ બનનાર બાળકીના માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી તેના પતિની પહેલી પત્નીનો દીકરો છે. હાલમાં તેની ઉંમર 18 વર્ષ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે, પરંતુ પોલીસ આ મામલે કોઈ પણ પ્રકારની કચાસ રાખવા માંગતી નથી. આરોપી ખરેખર પુખ્ત વયનો છે કે સગીર, તે સ્પષ્ટ કરવા માટે પોલીસ તેના વતન મધ્યપ્રદેશના રતલામ જિલ્લાની શાળામાંથી લિવિંગ સર્ટિફિકેટ (LC) મંગાવવાની તજવીજ હાથ ધરી રહી છે. રતલામથી સુરત આવી મજૂરી કામ કરતા આ પરિવાર પર આભ તૂટી પડ્યું છે, કારણ કે જેને રક્ષક માનતા હતા તે જ ભક્ષક સાબિત થયો છે. અઠવાલાઇન્સમાં કાકાએ 15 વર્ષની ભત્રીજીની છેડતી કરી બીજી તરફ, સુરતના પોશ ગણાતા અઠવાલાઇન્સ વિસ્તારમાં પણ સંબંધોને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી છે. નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં રહેતા એક નરાધમ કાકાએ પોતાની 15 વર્ષની ભત્રીજીની છેલ્લા 15 દિવસથી સતત છેડતી કરી રહ્યો હતો. જે દીકરી તેને માનથી 'કાકા' કહીને બોલાવતી હતી, તે જ કાકાએ દીકરીની અવારનવાર શારીરિક છેડતી કરી તેના હોઠ અને છાતીના ભાગે અડપલાં કર્યા હતા. કિશોરી આ કૃત્યથી અત્યંત ડરી ગઈ હતી, પરંતુ આખરે તેણે હિંમત ભેગી કરી પરિવારને પોતાની આપવીતી જણાવી હતી. પરિવાર ન્યાય માંગવા ગયો તો આરોપીએ ગાળો ભાંડી જ્યારે 15 વર્ષની કિશોરીએ તેના માતા-પિતાને કાકાની આ કરતૂતો વિશે જાણ કરી, ત્યારે આઘાતમાં સરેલા માતા-પિતા આરોપી કાકા પાસે ખુલાસો માંગવા પહોંચ્યા હતા. જોકે, પસ્તાવો કરવાને બદલે આરોપી કાકાએ ઉલટાનું પરિવાર સાથે ઝઘડો કર્યો હતો. આરોપીએ પીડિતાના માતા-પિતાને ગંદી ગાળો આપી ત્યાંથી ભગાડી દીધા હતા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આરોપીના આ ઉદ્ધત વર્તન બાદ પરિવારે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી કાયદેસરની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું. પોલીસ દ્વારા ગુનો દાખલ અને તપાસનો ધમધમાટ આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સગીરાની છેડતી અને પોક્સો (POCSO) એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપી કાકાની શોધખોળ તેજ કરી છે. પોલીસની અલગ-અલગ ટીમો આરોપીના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડી રહી છે. પોલીસનું કહેવું છે કે, સગીર વયની દીકરીઓ સાથે આ પ્રકારે દુષ્કર્મ કે છેડતી કરનારા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેથી સમાજમાં એક દાખલો બેસે.
Read Original Article →