સુરત માટે કોંગ્રેસનો મેનિફેસ્ટો જાહેર:મનપામાં 10,000 નોકરી, ટેક્સમાં 50 % રાહત અને સામાજિક ન્યાયનું જનતાને કમિટમેન્ટ્સ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સુરત શહેરના ભવિષ્યને સુનિશ્ચિત કરવા અને સ્થાનિક પ્રશ્નોના નિરાકરણ માટે જનતાનો મેનિફેસ્ટો વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યો છે. 'કોંગ્રેસ આપને દ્વાર અને જનમંચ' જેવા અભિયાનો થકી સીધો જનસંપર્ક કરીને તૈયાર કરવામાં આવેલો આ મેનિફેસ્ટો માત્ર રાજકીય દસ્તાવેજ નથી,પરંતુ સુરતના નાગરિકોની આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે.પક્ષના નેતૃત્વએ દાવો કર્યો છે કે આ મેનિફેસ્ટો સુરતના દરેક વર્ગ મહિલાઓ,યુવાનો,વડીલો અને શ્રમિકોના હિતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી કોંગ્રેસના કાર્યકરોએ સુરતના તમામ મહાનગરોમાં ઘરે-ઘરે જઈને શિક્ષણ,સ્વાસ્થ્ય,રસ્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા પાયાના પ્રશ્નો પર જનતાના સીધા સૂચનો મેળવ્યા હતા.રાજકીય ઇતિહાસમાં પ્રથમ વખત લોકોની વચ્ચે જઈને તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટો અંગે પક્ષના નેતૃત્વએ જણાવ્યું હતું કે,જે લોકોની રજૂઆતો સરકારી કચેરીઓમાં સાંભળવામાં આવતી નથી, તેમના માટે જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું.આ દરમિયાન મળેલી ફરિયાદો અને ભ્રષ્ટાચારના પુરાવાઓના આધારે ભાજપ સરકાર સામે એક ‘ચાર્જશીટ’ પણ તૈયાર કરવામાં આવી છે. સુરત શહેર માટેના કોંગ્રેસના મેનિફેસ્ટોના મુખ્ય મુદ્દા 1.મહિલા સશક્તિકરણ અને સન્માન મિલકત વેરામાં રાહત: મહિલાઓના નામે રજિસ્ટ્રર મિલકતમાં 50 % ટેક્સ માફી
વાહન ટેક્સમાં છૂટ:મહિલાઓના નામે રહેલા વાહનો પર ટેક્સમાં વિશેષ છૂટછાટ
ક્રિચ (પારણા ઘર)ની સુવિધા:કામકાજી મહિલાઓના બાળકો માટે દરેક વોર્ડમાં પારણા ઘર
વિધવા સહાય: વિધવા બહેનો માટે આર્થિક મદદ અને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ યોજના
પિંક ફેસિલિટીઝ: શહેરના દરેક જાહેર સ્થળે પિંક પાર્કિંગ અને પિંક ટોયલેટની સુવિધા 2.આરોગ્ય અને વડીલ વંદના વરિષ્ઠ નાગરિકો માટે સુવિધા:સિનિયર સિટિઝન કાર્ડ હેઠળ ફ્રી હેલ્થ ચેક-અપ,ડાયાબિટીસ અને બીપીની દવાઓ મફત
મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ:દરેક ઝોનમાં એક નવી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ
સ્મીમેર (SMIMER) નું આધુનિકીકરણ:સ્મીમેર હોસ્પિટલની સેવાઓનો વ્યાપ વધારવો
24 કલાક હેલ્થ સેન્ટર:દરેક વોર્ડમાં 24 કલાક કાર્યરત હેલ્થ સેન્ટર, એમ્બ્યુલન્સની સુવિધા 3.યુવા રોજગાર અને શિક્ષણ કાયમી ભરતી: મહાનગરપાલિકામાં 10,000થી વધુ જગ્યાઓ પર કાયમી ભરતી
આઉટસોર્સિંગનો અંત: કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરી સીધી નોકરી
ડિજિટલ શિક્ષણ: દરેક ઝોનમાં હાઈ-ટેક ડિજિટલ લાઈબ્રેરી અને સ્ટડી સેન્ટર 4.પર્યાવરણ અને તાપી શુદ્ધિકરણ તાપી નદી:તાપી શુદ્ધિકરણ માટે અલગ બજેટ ફાળવણી
ગ્રીન કવર:બગીચાઓ અને ગ્રીન કવરમાં વાર્ષિક 10% નો વધારો
પાણી અને ડ્રેનેજ:દરેક ઘરને 24 કલાક શુદ્ધ અને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી, ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ 5.ટ્રાફિક અને માળખાગત સુવિધાઓ
ખાડામુક્ત રસ્તા: રસ્તાઓને ખાડામુક્ત, ‘જનતા ઓડિટ’ કરવાની પદ્ધતિ દાખલ કરાશે
પરિવહન: BRTS અને સિટી બસ સેવાને વધુ સુદ્રઢ બનાવી ઈલેક્ટ્રિક બસોથી સજ્જ
સ્માર્ટ ટ્રાફિક: નવા ફ્લાયઓવર,બહુમાળી પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફિકની સમસ્યા હલ કરાશે 6.સામાજિક કલ્યાણ અને સુરક્ષા
કોંગ્રેસે મેનિફેસ્ટોમાં સામાજિક સમરસતા અને સુરક્ષા પર પણ ભાર મૂક્યો છે. નવરાત્રિ, દિવાળી, ઈદ અને ક્રિસમસ જેવા તહેવારોની ઉજવણી માટે શહેરમાં ‘ફેસ્ટિવલ પાર્ક’ બનાવવાનું વચન આપ્યું છે. આ ઉપરાંત, રખડતા પશુઓની સારવાર માટે આધુનિક પશુ હોસ્પિટલ અને શ્રમિકો, નાના ફેરિયાઓ માટે સુરક્ષિત ‘વેન્ડિંગ ઝોન’ બનાવવાની વાત કહી છે. સુરતને સાયબર ગુનાઓથી બચાવવા માટે તેને ‘સાયબર ફ્રી સિટી’ બનાવવાના પગલાં પણ આ મેનિફેસ્ટોનો હિસ્સો છે. મહિલા સશક્તિકરણથી લઈને યુવાનો માટે રોજગારીનું વચન
પૂર્વ સાંસદ યમી યાજ્ઞિકે જણાવ્યું હતું કે, જે કોંગ્રેસે સુરત શહેર માટે મેનિફેસ્ટો આપ્યો છે અને કોંગ્રેસ શું કરશે, તો સૌથી પહેલા અમે જઈને લોકોને પૂછીને આ મેનિફેસ્ટો બનાવ્યો છે. 'જનમંચ' કરીને અમે એક સુવિધા આપી હતી કે જેમને જેટલા પ્રશ્નો હોય તે અમને પૂછી શકે છે અને તે પ્રશ્નોમાંથી અને નાગરિકોને શું જોઈએ છે આ શહેર માટે, તે પૂછીને અમે આ મેનિફેસ્ટો બનાવ્યો છે. ખાસ કરીને અમે મહિલાલક્ષી બનાવ્યો છે કે મહિલાઓનું સશક્તિકરણ કેવી રીતે થાય, કેવી રીતે થઈ શકે. તેમને ટેક્સમાં ક્યાં બેનિફિટ મળી શકે છે. તેમને ઘોડિયાઘર (Crèche) કેવી રીતે મળી શકે છે જેને 'ઘોડિયાઘર' કહીએ છીએ જ્યારે તેઓ કામ પર જાય. બીજું અમે સિનિયર સિટિઝન્સ માટે લીધું છે કે સિનિયર સિટિઝન્સને શું જોઈએ, દવા જોઈએ, સુવિધા જોઈએ, હોસ્પિટલ જવા માટે નિઃશુલ્ક સુવિધા જોઈએ, તો તેમની વાત કરી છે અને મેન્ટેનન્સની વાત કરી છે.ત્રીજું અમે લીધું છે કે યુવાઓમાં બેરોજગારી બહુ છે, તો તેમને રોજગાર કેવી રીતે મળવો જોઈએ. કઈ રીતે અમે યુવાઓને સશક્ત કરી શકીએ, તેમને શિક્ષણ વ્યવસ્થા સાથે જોડી શકીએ, તેમને શિક્ષણ આપી શકીએ. તાપી નદી શુદ્ધિકરણનું કોંગ્રેસનું કમિટમેન્ટ અને ખાસ કરીને પર્યાવરણ, જે તાપી નદીમાં પ્રદૂષણ થઈ રહ્યું છે, તો આ પર્યાવરણનો મુદ્દો અમે લીધો છે કે સ્વચ્છ પાણી, શુદ્ધ પાણી હોવું જોઈએ, ક્લીન વોટર હોવું જોઈએ, પીવાનું પાણી સાફ હોવું જોઈએ, તો તેની વાત અમે મેનિફેસ્ટોમાં કરી છે, અમે લઈને આવ્યા છીએ કે 'વી વિલ ગીવ પ્રોપર ક્લીન વોટર'. અને સૌથી મહત્વનું સામાજિક ન્યાયની વાત કરી છે કે સોસાયટીના તમામ લોકોને, તમામ સેક્શનને એક સમાન ન્યાય મળવો જોઈએ, સામાજિક ન્યાય મળવો જોઈએ. કોંગ્રેસ પાર્ટી સોશિયલ વેલફેર અને સોશિયલ જસ્ટિસ માટે છે. તો આ અમે લોકોને પૂછીને, તેમના જે પ્રશ્નો છે તેને લીધા છે અને તેને અમારા મેનિફેસ્ટોમાં રાખ્યા છે કે આ પ્રશ્નો લઈને અમે તમારા પ્રશ્નોનું સમાધાન લાવીશું. તમે અમને ચૂંટશો તો અમે આ બધા કામ તમારા કરીશું, તમારું શહેર છે અને તમારા માટે અમારે કામ કરવાનું છે, તો આ અમારો મેનિફેસ્ટો છે.
Read Original Article →