સુરત કોલેજમાં SSIP પ્રોજેક્ટ સ્ક્રિનિંગ યોજાયું:16માંથી 12 પ્રોજેક્ટ PoC ગ્રાન્ટ માટે મંજૂર કરાયા

Gujarat4/13/2026, 5:26:06 PM
સુરત કોલેજમાં SSIP પ્રોજેક્ટ સ્ક્રિનિંગ યોજાયું:16માંથી 12 પ્રોજેક્ટ PoC ગ્રાન્ટ માટે મંજૂર કરાયા
સુરતની ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં SSIP (Student Startup and Innovation Policy) અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ લેવલ પ્રોજેક્ટ સ્ક્રિનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં વિદ્યાર્થીઓની ટીમોએ તેમના નવીન પ્રોજેક્ટના Proof of Concept (PoC) ઇન્સ્ટિટ્યૂટ લેવલ કમિટી સમક્ષ રજૂ કર્યા. કુલ 16થી વધુ પ્રોજેક્ટ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને ટેકનિકલ કુશળતા જોવા મળી હતી. કમિટી સભ્યોએ પ્રોજેક્ટ્સનું મૂલ્યાંકન કર્યું. કુલ 16 PoC માંથી 12ને મંજૂરી આપવામાં આવી અને તેમને ગ્રાન્ટ માટે પસંદ કરવામાં આવ્યા. કમિટી સભ્યોએ વિદ્યાર્થીઓને પ્રોજેક્ટના વધુ વિકાસ માટે માર્ગદર્શન અને સૂચનો પણ આપ્યા. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં નવીનતા, સંશોધન અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે.
Read Original Article →