કાપડ વેપારીએ વ્યાજખોરના ત્રાસથી ફિનાઈલ ગટગટાવ્યું:90 લાખ સામે 2.50 કરોડ ચૂકવ્યા, સુરતમાં સુસાઈડ નોટ લખી અને વીડિયો બનાવીને કહ્યું -'મારી આ હાલત માટે જુનેદ જવાબદાર છે'
સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં રહેતા અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં ફસાઈને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. 90 લાખની લોન સામે 2.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વ્યાજ પેટે ચૂકવી દીધી હોવા છતાં, ઉઘરાણી બંધ ન થતા આખરે વેપારીએ સલાબતપુરા દરગાહ પાસે ફિનાઈલ પી લીધું હતું. સુરતમાં આપઘાતનો પ્રયાસ કરતાં પહેલા કાપડના વેપારીએ 3 પેજની સુસાઈડ નોટ લખી છે અને એક વીડિયો પણ બનાવ્યો છે. જેમાં કાપડના વેપારીએ કહ્યું છે કે, મારી આ હાલત માટે ફક્ત ને ફક્ત જુનેદ જવાબદાર છે. વેપારીએ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો
ભોગ બનનાર વેપારીના પુત્રના જણાવ્યા અનુસાર, વ્યાજખોર જુનેદની ઉઘરાણી એટલી હદે વધી ગઈ હતી કે પરિવારે પોતાની મિલકતો વેચીને પણ પૈસા ચૂકવ્યા હતા. આમ છતાં, જુનેદ દ્વારા સતત પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ દબાણ સહન ન થતા કાપડના વેપારીએ સલાબતપુરાની દરગાહ પાસે જઈ ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે, તેમના મિત્રને જાણ થતા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે. 3 પેજની સુસાઈડ નોટ અને વીડિયોમાં વ્યથા ઠાલવી
આ પગલું ભરતા પહેલા કાપડના વેપારીએ અત્યંત ભાવુક અને ચોંકાવનારો 3 પાનાનો પત્ર (સુસાઈડ નોટ) લખ્યો હતો. આ ઉપરાંત, તેમણે એક વીડિયો પણ બનાવ્યો હતો જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોર જુનેદ દ્વારા આપવામાં આવતા ત્રાસની વિગતો વર્ણવી હોવાનું જાણવા મળ્યું છે. આ પુરાવાઓ હવે પોલીસ તપાસમાં મહત્વની કડી સાબિત થઈ શકે તેમ છે. વેપારીએ વીડિયોમાં શું કહ્યું? મિત્રો મને માફ કરી દેજો, મારી પાસે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી. હું અત્યારે આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. હું હવે બહુ જ કંટાળી ગયો છું. તમે બધાએ મારા માટે બહુ જ પ્રયત્નો કર્યા કે હું આ મુસીબતમાંથી બહાર નીકળી આવું, પણ હું ના નીકળી શક્યો. હવે મારી પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો રહ્યો નથી. જુનૈદ ભાઈનું પૈસા માટેનું બહુ જ પ્રેશર છે, મારી પાસે એક રૂપિયો પણ નથી તો હું તેમને પૈસા ક્યાંથી આપીશ? આખા ગામને ખબર છે કે જે પણ પૈસા આપવાના છે તે અસલમ સબ્બીર આપશે, મેં તો ખાલી ગેરેંટી જ લીધી હતી. પણ હવે તે પૈસા નથી આપતા તો હું શું કરીશ? હું ક્યાંથી આપીશ? મારા જે પણ મિત્રો મારી પાસે પૈસા માંગે છે તે મને માફ કરી દેજો અને મારી ફેમિલીને હેરાન ના કરતા. બસ, મારા માટે આટલી દુવા કરજો. આ પણ વાંચો પોલીસ-પડોશીના ત્રાસથી ભાઈ-બહેને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો
4 દિવસ પહેલાં 1 એપ્રિલે અમદાવાદના ગોમતીપુર પોલીસ દ્વારા પડોશી સાથેના ઝઘડામાં યુવતીની ફરિયાદ લેવામાં ન આવતા બંને ભાઈ-બહેને ઝેરી દવા પીતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. બંને ભાઈ-બહેને જાહેર રોડ ઉપર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી અને તેના ભાઈએ રડતા રડતા વીડિયો બનાવી આક્ષેપ કર્યો છે કે ગોમતીપુર પોલીસ સ્ટેશન દ્વારા અમારી રજૂઆત સાંભળવામાં આવી નથી. મારી છેડતી કરવામાં આવી છે અને મારા ભાઈને માર્યો છે છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને અમિત શાહને અરજ છે કે અમને ન્યાય આપવામાં આવે. (વાંચો સંપૂર્ણ સમાચાર) સુરતમાં રડતા રડતા ત્રણ વીડિયો બનાવી પાટીદાર હીરા દલાલનો આપઘાત 19 માર્ચ, 2026ના સુરતમાં યોગીચોકના યુવકે ઝેર પીને વીડિયો બનાવી જીવન ટૂંકાવી લીધું. દિવાળી પહેલા હીરા દલાલીમાં અંદાજે 50 લાખ રૂપિયા માથે થઈ ગયા હતા. જેથી લેણદારોના ફોન આવતા તેમણે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. તેથી ટેન્શનમાં રહેતા યુવકે આપઘાતનું પગલું ભરી લીધું હતું. પાટીદાર હીરા દલાલે ઝેર પીધા બાદ અલગ અલગ ત્રણ વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે રડતા રડતા કહ્યું હતું કે, મારાથી જીવાતું નથી, છોકરા નાના છે, મારે આ કરવું નથી પણ થઈ જાય એમ છે. (વાંચો સંપૂર્ણ સમાચાર) આ પણ વાંચો: આપઘાત સમયે શું મનઃસ્થિતિ હશે?
Read Original Article →