સુરત નવી સિવિલ હોસ્પિ.ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની બદલી:ડૉ. પારુલ વડગામાને ચાર્જ; આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી

Gujarat5/16/2026, 7:55:01 AM
સુરત નવી સિવિલ હોસ્પિ.ના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની બદલી:ડૉ. પારુલ વડગામાને ચાર્જ; આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી
સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારીત્રી પરમારની વડોદરા સિવિલ હોસ્પિટલમાં બદલી કરાઈ છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાની સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન અનેક બેદરકારીઓ સામે આવી હતી. જે બાબતે ગંભીરતાથી નોંધ લઇને બદલી કરાઈ છે. સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ ડો. પારુલ વડગામાને સોંપવામાં આવ્યો છે. ડૉ. ધારીત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની ઓચિંતી મુલાકાત બાદ વહીવટી તંત્રમાં મોટો ભૂકંપ આવ્યો છે. મંત્રીની મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સામે આવેલી ગંભીર બેદરકારીઓ અને ગેરવ્યવસ્થાને પગલે રાજ્યના આરોગ્ય વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે આ મામલાને અત્યંત ગંભીરતાથી લઈને નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. ધારીત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી કરી દીધી છે. મંત્રીની મુલાકાતમાં ખુલ્લી પડી હતી બેદરકારીની પોલ થોડા સમય પહેલાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સુરત સિવિલ હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ભારે ગંદકી, દર્દીઓને પડતી હાલાકી અને વહીવટી સ્તરે અનેક પ્રકારની ગંભીર ક્ષતિઓ તથા બેદરકારીઓ મંત્રીની નજરે ચડી હતી. ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટેની આ હોસ્પિટલમાં આવી કથળેલી સ્થિતિ જોઈને મંત્રીએ તે સમયે જ ઉચ્ચ અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કડક પગલાં લેવાના સંકેત આપ્યા હતા. ડૉ. ધારીત્રી પરમારની વડોદરા બદલી, ડૉ. પારુલ વડગામાને નવો ચાર્જ આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આકરા એક્શનના ભાગરૂપે ડૉ. ધારીત્રી પરમારને સુરત સિવિલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ પદેથી હટાવીને વડોદરા સરકારી મેડિકલ કોલેજ ખાતે ડીન તરીકે મોકલી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ હવે સિવિલ હોસ્પિટલના સુચારુ સંચાલન માટે ડૉ. પારુલ વડગામાને ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ તરીકેનો નવો ચાર્જ સોંપવામાં આવ્યો છે. બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલી આ તાત્કાલિક બદલીને પગલે અન્ય સરકારી હોસ્પિટલોના વહીવટી ગેરરીતિ આચરતા કે ફરજમાં બેદરકારી દાખવતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દર્દીઓની સુવિધા અને હોસ્પિટલની વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી લેવામાં આવશે નહીં. હવે જોવાનું એ રહેશે કે નવા ચાર્જ સંભાળનાર ડૉ. પારુલ વડગામા સુરત સિવિલ હોસ્પિટલની આ ખોરવાયેલી વ્યવસ્થાઓને કેટલી ઝડપથી પાટા પર લાવે છે. સુરત સિવિલમાં આરોગ્ય મંત્રીની સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર એક્શનમાં 10 મે, 2026એ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની સરપ્રાઈઝ વિઝિટ બાદ તંત્ર સફાળું જાગ્યું હતું. રવિવારની રજા હોવા છતાં હોસ્પિટલ કેમ્પસમાં 'યુદ્ધના ધોરણે' કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર આરોગ્ય મંત્રીની સુરત સિવિલમાં સરપ્રાઈઝ વિઝિટ 9 મે 2026એ રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ વહેલી સવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લઈને સમગ્ર વહીવટી તંત્રમાં ફફડાટ ફેલાવી દીધો હતો. કોઈપણ પૂર્વ જાણ કે સત્તાવાર કાફલા વગર સીધા જ ઇમર્જન્સી વોર્ડમાં પહોંચી ગયેલા મંત્રીએ હોસ્પિટલની ગ્રાઉન્ડ રિયાલિટી તપાસી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીને મળતી આરોગ્ય સેવાઓની ગુણવત્તા ચકાસવાનો અને કર્મચારીઓની સમસ્યાઓનો નિકાલ કરવાનો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર
Read Original Article →