ઈબોલા વાયરસને લઈને તંત્ર સજ્જ:સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત, ડોક્ટર્સ, નર્સિંગ સહિતનાને ટ્રેનિંગ અપાઈ

Gujarat5/25/2026, 2:01:27 PM
ઈબોલા વાયરસને લઈને તંત્ર સજ્જ:સુરત સિવિલ હોસ્પિટલમાં 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત, ડોક્ટર્સ, નર્સિંગ સહિતનાને ટ્રેનિંગ અપાઈ
દક્ષિણ આફ્રિકાના કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે ગુજરાત સરકારનો આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે સતર્ક બન્યો છે. કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટેની આગોતરી તૈયારીના ભાગરૂપે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની ડેઝિગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. 10 બેડનો સ્પેશિયલ આઈસોલેશન રૂમ તૈયાર સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર પારુલ વડગામાએ જણાવ્યું હતું કે, સુરત સિવિલ ખાતે આજે ઈબોલા પેશન્ટ્સ માટે, ઈબોલાના દર્દીઓ માટે સ્પેશિયલ વોર્ડની વ્યવસ્થા કરાઈ છે. જેમાં 10 બેડનો સ્પેશિયલ આઈસોલેશન રૂમ તૈયાર કરાયો છે. એની સાથે સાથે સ્પેશિયલ એની માટે લિફ્ટ, સ્પેશિયલ એમ્બ્યુલન્સ, સ્પેશિયલ એની એન્ટ્રી-એક્ઝિટ એની સાથે એની અલગથી ઓ.પી.ડી., એની સાથે અલગથી દવાઓની વ્યવસ્થા, વેન્ટિલેટર, મોનિટર્સ આ બધી વ્યવસ્થા કરાઈ છે. સાથે સાથે અમારી સાથે ડૉ. અશ્વિન વસાવા જે આ ઈબોલા વોર્ડના નોડલ ઓફિસર રહેશે, મેડિસિન વિભાગના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, આ બધી કામગીરી છેલ્લા બે દિવસથી આપણે કરી રહ્યા છીએ. બે દિવસથી સતત તૈયારીમાં આપણી સાથે પી.આઈ.યુ. વિભાગના બધા લોકો, સાથે ડૉ. કેતન નાયક આર.એમ.ઓ., ઇકબાલ કડીવાલા તથા નર્સિંગ સ્ટાફ, મેટ્રન અને એની સાથે સાથે મેડિસિન ડિપાર્ટમેન્ટ, પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટ, એનેસ્થેશિયા ડિપાર્ટમેન્ટ, માઈક્રોબાયોલોજી અને રેસ્પિરેટરી મેડિસિન ડિપાર્ટમેન્ટના વિવિધ એચ.ઓ.ડી. સાથે સાથે આપણી સાથે રહ્યા છે. માઈક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટને ટ્રેનિંગ આજે પણ 75 જેટલા ડોક્ટર્સની ટ્રેનિંગ ચાલી રહી છે. કાલે બપોરે સર્વન્ટ્સની ટ્રેનિંગ છે, નર્સિંગની ટ્રેનિંગ છે, માઈક્રોબાયોલોજી અને મેડિસિન ડિપાર્ટમેન્ટના રેસિડેન્ટની અલગથી ટ્રેનિંગ રાખી છે. જે રીતની આપણે ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન્સ આવશે, એ રીતે રોજને રોજ આપણે આનું અપડેટ કરીને રોજને રોજ એ પ્રમાણે કામગીરી કરી રહ્યા છીએ. આપણી તૈયારી શનિવારથી ચાલુ થઈ ચૂકી છે અને આજે આપણો ઓલમોસ્ટ વોર્ડ રેડી છે, અને જે રીતના પાર્ટિશનને એ બધું કરવાનું છે એ પણ કામ આપણું આજ સાંજ સુધી પૂરું થઈ જશે.
Read Original Article →