વડાપ્રધાનના સુરત પ્રવાસને લઈ BRTSના રૂટમાં ફેરફાર:આવતીકાલે 12 સીટી બસ રૂટો સંપૂર્ણ બંધ અને ONGC-સરથાણા સહિતના BRTS રૂટો ડાયવર્ટ કરાયા
વડાપ્રધાનના આવતીકાલે સુરત પ્રવાસ કાર્યક્રમને ધ્યાને રાખીને શહેરમાં સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે જાહેર પરિવહન સેવાઓમાં ખૂબ જ મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને રાહત દરે પૂરી પાડવામાં આવતી BRTS અને સીટીલીંક બસોની સેવાઓ તારીખ 05/06/2026 ના રોજ આંશિક રૂપે સ્થગિત અને ડાયવર્ટ કરવામાં આવશે. વડાપ્રધાની ઉચ્ચ સુરક્ષા કેટેગરીને ધ્યાનમાં રાખીને તેમના આવવા-જવાના રૂટ અને તેની આસપાસના વિસ્તારોમાં દોડતી બસોના રૂટમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુરક્ષા વ્યવસ્થાના કારણે આવતીકાલે કેટલાક રૂટો સંપૂર્ણપણે બંધ રહેશે, જ્યારે કેટલાક રૂટો ટૂંકાવીને વૈકલ્પિક માર્ગો પર ચલાવવામાં આવશે. બંને રૂટની બસો વડાપ્રધાનના સુરક્ષા રૂટને કારણે નિયત સ્ટેશનો વચ્ચે જ મર્યાદિત રહેશે
આવતીકાલે જે BRTS રૂટો પ્રભાવિત થવાના છે તેમાં મુખ્યત્વે બે રૂટનો સમાવેશ થાય છે જેને ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જેમાં રૂટ નંબર 12 (ONGC કોલોનીથી સરથાણા નેચર પાર્ક)ની બસ આવતીકાલે માત્ર સોમેશ્વરથી સરથાણા નેચર પાર્ક વચ્ચે જ ઓપરેટ કરવામાં આવશે. એવી જ રીતે, રૂટ નંબર 14 (ONGC કોલોની થી કોસાડ EWS H2) ની બસ સેવાને ટૂંકાવીને માત્ર પાલ RTOથી કોસાડ EWS H2 વચ્ચે દોડાવવામાં આવશે. આ બંને રૂટની બસો વડાપ્રધાનના સુરક્ષા રૂટને કારણે નિયત સ્ટેશનો વચ્ચે જ મર્યાદિત રહેશે. 12 સીટી બસના રૂટોને આવતીકાલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો
બીજી તરફ, વડાપ્રધાનના રૂટ સાથે સીધા સંકળાયેલા શહેરના અતિ મહત્વના એવા 12 સીટી બસના રૂટોને આવતીકાલે સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જેમાં રેલવે સ્ટેશન થી એરપોર્ટ જતો રૂટ નંબર 136, ચોક થી સી.કે. પીઠાવાલા એન્જીનીયરીંગ કોલેજનો રૂટ નંબર 206, અડાજણ GSRTC થી ઈચ્છાપોરનો રૂટ નંબર 658 અને ઇસ્કોન સર્કલ થી VNSGU જતો રૂટ નંબર 706 સંપૂર્ણ બંધ રહેશે. આ ઉપરાંત રેલવે સ્ટેશનથી આભવા ગામ (106R), ઉમરા ગામથી કપોદ્રા રિંગ રોડ થઈને (153R), ચોકથી ભીમપોર (216B), ચોક થી કાડી ફળિયા ડુમસ (216K), કોસાડ ગામ થી VNSG યુનિવર્સિટી ચંદ્રશેખર આઝાદ થઈને (226J), અડાજણ GSRTC થી ઈચ્છાપોર ભાટપોર થઈને (658B), જહાંગીરપુરા થી ગેઇલ કોલોની વેસુ (716) અને રેલવે સ્ટેશન થી VNSGU (126R) સુધીના તમામ સીટી બસ રૂટો આવતીકાલે વડાપ્રધાનના કાર્યક્રમના પગલે સંપૂર્ણપણે બંધ રહેશે. આવતીકાલે સામાન્ય દિવસો કરતા ઓછી ફ્રિકવન્સીથી બસો ચલાવવામાં આવશે
મહાનગરપાલિકાના સત્તાધીશોએ વધુમાં જણાવ્યું છે કે, આ મુખ્ય રૂટો સિવાયના શહેરના અન્ય બાકીના રૂટો પર પણ આવતીકાલે સામાન્ય દિવસો કરતા ઓછી ફ્રિકવન્સીથી બસો ચલાવવામાં આવશે, જેથી કરીને ટ્રાફિકનું નિયમન જળવાઈ રહે. આ ઉપરાંત, જો આવતીકાલે દિવસ દરમિયાન પણ ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને કોઈ નવી સૂચનાઓ આપવામાં આવશે, તો તે મુજબ અન્ય ચાલુ રૂટોમાં પણ તાત્કાલિક જરૂરી ફેરફારો કરવામાં આવી શકે છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ વ્યવસ્થા કાયમી નથી પરંતુ માત્ર વડાપ્રધાનશ્રીનો કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી જ અમલમાં રહેશે. આવતીકાલે વડાપ્રધાનના તમામ નિર્ધારિત કાર્યક્રમો સંપન્ન થયા બાદ અને ટ્રાફિક પોલીસ વિભાગ તરફથી લીલી ઝંડી કે જરૂરી સૂચના મળતાની સાથે જ આ તમામ રૂટો પર BRTS અને સીટી બસ સેવાઓ પૂર્વવત એટલે કે રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. ડાયવર્ટ કરાયેલા BRTS અને સંપૂર્ણ બંધ કરાયેલા સિટી બસના રૂટોની યાદી
વાહનવ્યવહાર વિભાગના જણાવ્યા અનુસાર, BRTS રૂટ નં. 12 (ONGC કોલોની થી સરથાણા નેચર પાર્ક) હવે માત્ર સોમેશ્વર જંક્શનથી સરથાણા નેચર પાર્ક વચ્ચે દોડશે, જ્યારે રૂટ નં. 14 (ONGC કોલોની થી કોસાડ EWS H2) હવે પાલ RTO થી કોસાડ EWS H2 વચ્ચે ઓપરેટ થશે. આ ઉપરાંત, કાલે સંપૂર્ણ બંધ રહેનારા 12 સિટી બસ રૂટોમાં રૂટ નં. 136, 206, 658, 658B, 706, 106R, 153R, 216B, 216K, 226J, 716 અને 126R નો સમાવેશ થાય છે. આ તમામ રૂટો રેલવે સ્ટેશન, એરપોર્ટ, ચોક, અડાજણ GSRTC, ઇચ્છાપોર, ઇસ્કોન સર્કલ, VNSGU, આભવા, ઉમરા, કાપોદ્રા, ભીમપોર, કાડી ફળિયા, કોસાડ અને જહાંગીરપુરા જેવા મહત્વના વિસ્તારોને સાંકળે છે, જે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જ રાબેતા મુજબ શરૂ થશે. પીએમ મોદીના આગમન પૂર્વે સુરતમાં 6 હજાર પોલીસ જવાનો તૈનાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત પ્રવાસને લઈને સમગ્ર શહેરને લોખંડી કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે. ગુરુવારે બપોરથી જ પોલીસે સમગ્ર રૂટ અને કાર્યક્રમના સ્થળો પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. પીએમની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે સુરત શહેરના 6 હજારથી વધુ પોલીસ જવાનો ઉપરાંત બહારથી ખાસ આવેલા 6 ડીસીપી (DCP) કક્ષાના અધિકારીઓ અને SRPની 5 કંપનીઓ તૈનાત કરી દેવાઈ છે. વડાપ્રધાનની સુરક્ષા સંભાળતી કેન્દ્રીય એજન્સીઓ NSG અને SPGના ઉચ્ચ અધિકારીઓ તેમજ કમાન્ડોએ પણ મોરચો સંભાળી લીધો છે. તંત્ર દ્વારા ગુરુવારે બપોરે સુરત એરપોર્ટથી લઈ હજીરા એલએન્ડટી કંપની તેમજ ઈન્દોર સ્ટેડિયમ સુધીના રૂટ પર સુરક્ષા કાફલાનું સફળ રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું.
Read Original Article →