વરાછાની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસની રેડ:2.71 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રીઢો બુટલેગર મારિયા નાયડુ ઝડપાયો

Gujarat5/24/2026, 8:10:18 AM
વરાછાની ઝૂંપડપટ્ટીમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસની રેડ:2.71 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે રીઢો બુટલેગર મારિયા નાયડુ ઝડપાયો
સુરતના વરાછામાં ઝૂંપડપટ્ટીમાં ગેરકાયદે રીતે વિદેશી દારૂનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની ચોક્કસ બાતમી વરાછા પોલીસને મળી હતી. આ ખાનગી માહિતીના આધારે પોલીસે નકશા મુજબ ચોક્કસ આયોજન કરીને અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસની આ અણધારી રેડને કારણે ઘટનાસ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. અને દારૂ અને બિયરનો જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. 1,388 વિદેશી દારૂની બોટલ, 175 નંગ બીયર જપ્ત પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરતા અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી કાચની તેમજ પ્લાસ્ટિકની કુલ 1,388 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત અંદાજે રૂ. 2,49,131 થાય છે. આ ઉપરાંત, ત્યાંથી રૂ. 22,025 ની કિંમતના 175 નંગ બીયરના ટીન પણ મળી આવ્યા હતા. આમ, પોલીસે કુલ 1,563 નંગ બોટલ અને બીયરના ટીન મળીને કુલ રૂ. 2,71,156 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મેક્સ નાયડુની પોલીસે ધરપકડ કરી આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી મુખ્ય આરોપી 39 વર્ષીય મારિયા ઉર્ફે મેક્સ નાયડુ (રહે. આંબાવાડી પાટીચાલ ઝૂંપડપટ્ટી, વરાછા) ની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં અન્ય કોને સપ્લાય કરવાનો હતો, તે દિશામાં પોલીસે આગળની તપાસ તેજ કરી છે.
Read Original Article →