અઠવા બ્રિજ પર ચાલુ કારમાં આગ:અફરાતફરીનો માહોલ સાથે ટ્રાફિકજામ સર્જાયો, ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ પર કાબૂ મેળવ્યો
સુરત શહેરના રાજમાર્ગો પર વાહન ચાલકો માટે સુરક્ષાનો પ્રશ્ન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આજે શહેરના અતિ વ્યસ્ત એવા અઠવા બ્રિજ પર એક ચાલુ કારમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. જોકે, સદનસીબે કારમાં સવાર લોકો સમયસૂચકતા વાપરી ઉતરી જતાં મોટી જાનહાનિ ટળી છે. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો
મળતી માહિતી મુજબ, અઠવા બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર કારમાં અચાનક એન્જિનના ભાગેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. ડ્રાઈવર કંઈ સમજે તે પહેલાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બ્રિજ પર કાળો ડિબાંગ ધુમાડો છવાઈ ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો
આગ લાગતાની સાથે જ કારમાં સવાર તમામ લોકો તુરંત બહાર નીકળી ગયા હતા, જેના કારણે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. ઘટનાની જાણ થતા જ સુરત ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો, ટ્રાફિકજામ અને ભયનો માહોલ
બ્રિજની વચ્ચે સળગતી કારને કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. ઓફિસ અને કામકાજના સમયે જ આ ઘટના બનતા ટ્રાફિકજામ સર્જાયો હતો. બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહનચાલકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી.
Read Original Article →