સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:23 વર્ષના યુવકની એસિડ રેડી કટરથી હત્યા કરનાર બેચર કાકડિયાને ફાંસીની સજા

Gujarat6/4/2026, 4:11:55 PM
સુરત કોર્ટનો ઐતિહાસિક ચુકાદો:23 વર્ષના યુવકની એસિડ રેડી કટરથી હત્યા કરનાર બેચર કાકડિયાને ફાંસીની સજા
સુરતના વરાછા વિસ્તારમાં માનવીય સંવેદનાઓને હચમચાવી નાખનારી અત્યંત જઘન્ય અને ક્રૂર હત્યાના મામલામાં સુરત જિલ્લા કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે 55 વર્ષીય રીઢા ગુનેગાર બેચર કાકડિયાને ફાંસીની સજા ફટકારી છે. જરીના ધંધામાં રોકાણ કરેલા રૂ.15 લાખ પરત ન મળતાં આરોપીએ બદલો લેવાની લાલસામાં મિત્રના 23 વર્ષીય નિર્દોષ પુત્ર યશ દોષી પર હીરા સાફ કરવાનું ઘાતક એસિડ રેડી, કટર વડે હાથ-પગ કાપીને અત્યંત નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો હતો. કોર્ટે ગંભીર નોંધ લીધી સ્પેશિયલ કોર્ટે પોતાના 110 પાનાના વિસ્તૃત ચુકાદામાં આ કેસને ‘દુર્લભમાં દુર્લભ’ (રેરેસ્ટ ઓફ રેર) શ્રેણીનો ગણાવ્યો છે. અદાલતે ચુકાદો આપતા ગંભીર નોંધ લીધી કે, "સામાન્ય રીતે 'એસિડ' શબ્દ સાંભળતા જ માણસના શરીરમાં ધ્રુજારી છૂટી જાય છે ત્યારે આ 23 વર્ષના નિર્દોષ યુવાને પોતાના શરીર પર આ અમાનવીય વેદના કેવી રીતે સહન કરી હશે? આવા ઘાતક અને સમાજના અંતઃકરણને ઝંઝોળી નાંખનારા ગુનેગાર પ્રત્યે કોઈ પણ પ્રકારની દયા રાખી શકાય નહીં." જેલમાંથી બચવા આરોપીએ ધર્યું 'ગૌસેવા અને મંદિર'નું બહાનું અદાલતમાં સુનાવણી દરમિયાન આરોપી બેચર કાકડિયાએ ફાંસીની સજાથી બચવા માટે અજીબોગરીબ દલીલો કરી દયાની ભીખ માંગી હતી. તેણે જણાવ્યું હતું કે, તે કોઈ ખતરનાક ગુનેગાર નથી અને જો તેને મુક્ત કરવામાં આવે તો તે સીતારામનું મંદિર બનાવશે તેમજ ગૌશાળા શરૂ કરીને ગાયોની સેવા કરશે. તેણે એવી પણ દલીલ કરી હતી કે જો તેને ફાંસી આપવામાં આવશે તો તે બીજા જન્મમાં આવીને પણ ગૌશાળા બનાવશે. જોકે, કોર્ટે તેની આ દલીલોને તદ્દન હાસ્યાસ્પદ ગણી સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. વર્ષ 1999થી શરૂ થયેલો આરોપીનો લોહિયાળ ઇતિહાસ આરોપી બેચર કાકડિયાની મનોવૃત્તિ અત્યંત વિકૃત અને લોહિયાળ રહી છે: જેલમાં નવી અદાવત આ સજા કાપતી વખતે જેલમાં તેની મુલાકાત મૃતક યશના પિતા કિર્તી દોષી સાથે થઈ હતી, જ્યાંથી રૂ. 15 લાખની લેતીદેતી અને નવી અદાવતની શરૂઆત થઈ હતી. 18 વર્ષ જેલમાં વિતાવ્યા છતાં મનોવૃત્તિ ન બદલાઈ કોર્ટે નોંધ્યું કે, આરોપીએ ભૂતકાળમાં એસિડ એટેક દ્વારા બે નિર્દોષ લોકોના જીવ લીધા છે અને 2 લોકોને ગંભીર ઈજા પહોંચાડી છે. જેલમાં 18 દિવાળી ગાળવા તેમજ યોગાના સર્ટિફિકેટ મેળવ્યા હોવા છતાં તેની વિકૃત મનોવૃત્તિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી અને તેને પોતાના કૃત્યનો કોઈ અફસોસ નથી. આવા રીઢા અને સમાજ માટે અત્યંત જોખમી વ્યક્તિને જીવતો રાખવો ન્યાયસંગત નથી. સુરત કોર્ટના ઇતિહાસનો 9મો ફાંસીનો ચુકાદો આ સમગ્ર કેસમાં સરકાર પક્ષ તરફથી એપીપી તેજસ પંચોલીએ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી. કેસને મજબૂત રીતે સાબિત કરવા માટે અદાલત સમક્ષ 60 જેટલા દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા અને 36 સાક્ષીઓની કલમવાર ચકાસણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, સુરત-જિલ્લા કોર્ટના ઈતિહાસમાં આ 9મી ફાંસીની સજાનો હુકમ છે. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ વાપીના એક કેસ સહિત અત્યાર સુધીમાં કુલ 9 નરાધમોને ફાંસીના માંચડા સુધી પહોંચાડવામાં ઐતિહાસિક સફળતા મેળવી છે.
Read Original Article →