SMC અને BOB વચ્ચે કર્મચારી હિતમાં કરાર:2 કરોડ સુધીનું મફત વીમા કવચ, આજીવન મફત ક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતની રાહતો આપતી યોજના જાહેર

Gujarat5/28/2026, 11:57:29 AM
SMC અને BOB વચ્ચે કર્મચારી હિતમાં કરાર:2 કરોડ સુધીનું મફત વીમા કવચ, આજીવન મફત ક્રેડિટ-ડેબિટ કાર્ડ સહિતની રાહતો આપતી યોજના જાહેર
સુરત મહાનગરપાલિકા (SMC) ના કર્મચારીઓના કલ્યાણ અને આધુનિક બેંકિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને દેશની અગ્રણી સરકારી બેંક, બેંક ઓફ બરોડા (BoB) વચ્ચે સેલરી એકાઉન્ટ ધરાવતા કર્મચારીઓને વિશેષ લાભો આપવા માટે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન (IAS) અને બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર મુકેશ નવલ દ્વારા હસ્તાક્ષર કરાયેલો આ કરાર 31 મે 2029 (ત્રણ વર્ષ) સુધી અમલી રહેશે, જેનો સીધો લાભ હજારો કર્મચારીઓ અને તેમના પરિવારોને મળશે. વહીવટી સરળતા અને ડિજિટલ બેંકિંગ આ ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓને અદ્યતન ડિજિટલ બેંકિંગ સુવિધાઓ પ્રદાન કરવાનો અને નાણાકીય ચૂકવણીઓની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. નવી વ્યવસ્થા મુજબ, કર્મચારીઓનો માસિક પગાર બેંકિંગ કલાકોની શરૂઆતમાં જ ખાતામાં જમા થઈ જશે. આ ઉપરાંત, કર્મચારીઓને લગતી અન્ય કોઈપણ વહીવટી કે આર્થિક ચુકવણીઓની પ્રક્રિયા બેંક દ્વારા માત્ર 24 કલાકના ટૂંકા ગાળામાં પૂર્ણ કરવામાં આવશે, જેનાથી વહીવટી કામગીરીમાં વધુ પારદર્શિતા અને ઝડપ આવશે. 2 કરોડ સુધીનું મજબૂત વીમા કવચ કોઈપણ આકસ્મિક સંજોગોમાં કર્મચારીના પરિવારને આર્થિક સહારો મળી રહે તે માટે આ કરાર હેઠળ મફત વીમા કવચની મોટી જોગવાઈ કરવામાં આવી છે: બેંક ઓફ બરોડા દ્વારા તમામ કર્મચારીઓ માટે ઝીરો બેલેન્સ પગાર ખાતાની સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ કર્મચારીઓને નીચે મુજબની સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક (Free) મળશે: પરિવારના સભ્યો માટે વિશેષ સુવિધાઓ બેંકે કર્મચારીઓની સાથે તેમના પરિવારના સભ્યોનું પણ વિશેષ ધ્યાન રાખ્યું છે. કર્મચારીના જીવનસાથી માટે પણ શૂન્ય બેલેન્સ સાથેનું ખાતું અને આજીવન મફત ડેબિટ કાર્ડ. પરિવારના અન્ય સભ્યો માટે વધુમાં વધુ 4 ખાતા શૂન્ય બેલેન્સની સુવિધા અને ફ્રી RUPAY Classic Debit Card સાથે ખોલાવી શકાશે. શેરબજારમાં રોકાણ માટે ડીમેટ એકાઉન્ટનો વાર્ષિક મેઈન્ટેનન્સ ચાર્જ (AMC) પ્રથમ વર્ષ માટે મફત અને ત્યારપછીના વર્ષોમાં 50% થી 100% સુધીનું ડિસ્કાઉન્ટ. બેંકના પ્રીપેઇડ અને ગિફ્ટ કાર્ડની ખરીદી પર પણ 50% થી 100% સુધીની રાહત. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને બેંક ઓફ બરોડાના મેનેજમેન્ટે આ MoUને કર્મચારીઓના હિતમાં લેવાયેલું એક ઐતિહાસિક અને કલ્યાણકારી પગલું ગણાવ્યું છે, જે કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને આધુનિક બેંકિંગનો શ્રેષ્ઠ અનુભવ એકસાથે પૂરો પાડશે.
Read Original Article →