30 ચો.ફૂટના કોમ્પેક્ટ એરિયામાં તૈયાર કરાશે:સુરત અને ઉધના સ્ટેશન પર ‘સ્માર્ટ વોટર હબ’ બનશે, એક જ સ્થળે ઠંડા-ગરમ પાણીની સાથે ફોન ચાર્જિંગ અને ખાણીપીણીની સુવિધા હશે

Gujarat6/3/2026, 12:13:02 AM
સુરત અને ઉધના સ્ટેશનો પર પહેલીવાર ‘સ્માર્ટ વોટર હબ’ બનાવાશે, જેના સંચાલન માટે રેલવેએ રસ ધરાવતી કંપનીઓ અને પાર્ટીઓ પાસેથી ટેન્ડર મંગાવ્યા છે. પ્રસ્તાવ અને પ્રતિભાવના આધારે આગળની પ્રક્રિયા નક્કી કરવામાં આવશે. રેલવેના આ કોન્સેપ્ટનો હેતુ પરંપરાગત વોટર સ્ટોલને આધુનિક, બહુહેતુક મુસાફર સેવા કેન્દ્રોમાં બદલવાનો છે. માંડ 30 ચોરસ ફૂટ જેટલા કોમ્પેક્ટ એરિયામાં તૈયાર થનારા આ સ્માર્ટ વોટર હબ મુસાફરોને માત્ર પીવાનું પાણી જ નહીં, પરંતુ ખાણીપીણી, પોન ચાર્જિંગ સહિતની ઘણી સુવિધાઓ આપશે. સ્નેક્સ, પીણાં, હાઈજીન અને ટ્રાવેલની વસ્તુઓ ખરીદી શકાશે ઉત્પાદનો: માન્ય સ્નેક્સ, પીણાં અને મુસાફરી માટે ઉપયોગી વસ્તુઓ મળશે, જેથી મુસાફરોની તાત્કાલિક જરૂરિયાત પૂરી થશે પીવાના પાણીની સુવિધા : શુદ્ધ-નિયંત્રિત પીવાનું પાણી, જેથી મુસાફરોને સુવિધા મળશે અને નિયમિત ઉપયોગથી આવક થશે જાહેરાત: ડિજિટલ પેનલથી વિઝિબિલિટી સાથે બ્રાન્ડ પ્રમોશન કરીને સતત આવકની તકો ઊભી કરાશે. ઉત્પાદનો: માન્ય સ્નેક્સ, પીણાં અને મુસાફરી માટે ઉપયોગી વસ્તુઓ મળશે, જેથી મુસાફરોની તાત્કાલિક જરૂરિયાત પૂરી થશે ફોન ચાર્જિંગ: મુસાફરોની રોજિંદી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સુરક્ષિત મોબાઈલ ચાર્જિંગ સેવા, જે પ્રતીક્ષાના સમયમાં વધારાની સુવિધા પૂરી પાડશે. પીવાના પાણીની સુવિધા : શુદ્ધ-નિયંત્રિત પીવાનું પાણી, જેથી મુસાફરોને સુવિધા મળશે અને નિયમિત ઉપયોગથી આવક થશે. QR પેમેન્ટ: QR કોડ આધારિત ડિજિટલ સેવાથી સરળ ટ્રાન્ઝેક્શન, ભાગીદારી, કમિશન અને પ્રમોશનલ કેમ્પેઈન કરાશે.\ ડિજિટલ પેનલોથી જાહેરાત કરીને આવક મેળવી શકાશે આરોગ્યના ધોરણો અનુસાર ફિલ્ટર કરેલું અને સંતુલિત ટીડીએસ (TDS) વાળું ઠંડુ-ગરમ પાણી મળશે. આ સાથે જ ફોન ચાર્જિંગ પણ હશે. સ્માર્ટ વોટર હબ પર ખાણીપીણી સાથે જોડાયેલી માન્ય પ્રોડક્ટ્સ, સ્નેક્સ, પીણાં, ટ્રાવેલને લગતી જરૂરી વસ્તુ પણ હશે. ડિજિટલ પેનલોથી જાહેરાત કરી આવક મેળવવાની સાથે QR કોડ આધારિત ડિજિટલ સેવા પણ મળી રહેશે.
Read Original Article →