કાળઝાળ ગરમી, સરથાણા ઝૂમાં પ્રાણીઓ માટે ‘કૂલ-કૂલ’ વ્યવસ્થા:વાઘ-દીપડા માટે કુલર અને પક્ષીઓ માટે ફુવારા શરૂ

Gujarat5/15/2026, 10:14:42 AM
કાળઝાળ ગરમી, સરથાણા ઝૂમાં પ્રાણીઓ માટે ‘કૂલ-કૂલ’ વ્યવસ્થા:વાઘ-દીપડા માટે કુલર અને પક્ષીઓ માટે ફુવારા શરૂ
સુરત શહેર અત્યારે આકરી ગરમીની ચપેટમાં છે. હીટવેવની આગાહી વચ્ચે માનવીઓ તો ઠીક, પરંતુ અબોલ વન્યજીવોની હાલત પણ કફોડી બની રહી છે. સુરતના સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી પ્રાણી સંગ્રહાલયમાં વન્યજીવોને ગરમીથી રાહત આપવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં વાઘ, દીપડા અને રીંછ જેવા પ્રાણીઓ માટે કુલર અને ફુવારા કાર્યરત કરી દેવાયા છે. શહેર કરતાં ઝૂમાં તાપમાન 2 ડિગ્રી ઓછું ભલે આખું શહેર ગરમીમાં શેકાઈ રહ્યું હોય, પરંતુ સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં હરિયાળી અને સતત પાણીના છંટકાવને કારણે શહેરના સરેરાશ તાપમાન કરતા અંદાજે 2 ડિગ્રી જેટલું નીચું તાપમાન નોંધાય છે. મુલાકાતીઓ જ્યારે પ્રાણીઓને જોવા પહોંચે ત્યારે ગરમીને કારણે પ્રાણીઓ સુસ્ત ન જણાય અને તેમને તકલીફ ન પડે તે હેતુથી ઝૂ સત્તાધિશો દ્વારા વોટર ટબ હંમેશા ઠંડા પાણીથી છલોછલ રાખવામાં આવે છે. એનિમલ્સને ડાયટમાં ‘જ્યુસી ફ્રૂટ્સ’ અને ઈલેક્ટ્રોલાઈટ સુરત ઝૂના ગાઈડ હિના પટેલે જણાવ્યું હતું કે, વધતા જતા પારાને જોતા અમે પ્રાણીઓના ડાયટમાં મહત્વના ફેરફારો કર્યા છે. શાકાહારી પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીમાં ડિહાઈડ્રેશન ન થાય તે માટે વધુ પડતા જ્યુસી ફ્રૂટ્સ (તરબૂચ, સકરટેટી વગેરે) આપવામાં આવે છે. આ ઉપરાંત, તમામ પ્રાણીઓના પીવાના પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ પાવડર ભેળવવામાં આવે છે જેથી તેમના શરીરમાં પાણીનું સ્તર જળવાઈ રહે. નાઈટ શેલ્ટરમાં કુલરની સુવિધા માત્ર દિવસ દરમિયાન જ નહીં, પણ રાત્રિના સમયે પણ વન્યજીવોને ગરમી ન લાગે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. વાઘ, સફેદ વાઘ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓને જ્યારે સાંજે નાઈટ શેલ્ટરમાં લેવામાં આવે છે, ત્યારે ત્યાં ખાસ કુલર મૂકવામાં આવ્યા છે. રીંછ અને ઓસ્ટ્રિચ જેવા પક્ષીઓના પાંજરામાં સતત ફુવારા ચાલુ રાખવામાં આવતા હોવાથી પ્રાણીઓ પણ પાણીની મજા માણતા જોવા મળી રહ્યા છે.
Read Original Article →