હાઈપ્રોફાઈલ જુગારધામ:અસનાડના ફાર્મ હાઉસમાં જુગારના અડ્ડા પર દરોડા, 47 લાખ સાથે 6 ઝડપાયા
ઓલપાડ તાલુકાના અસનાડ ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં ધમધમતા મોટા પાયા પરના હાઈપ્રોફાઈલ જુગારધામ પર ઓલપાડ પોલીસે દરોડો પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલી આ સફળ રેડ દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી જુગારની બાજી માંડીને બેઠેલા 6 ખેલીઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે પકડાયેલા જુગારીઓની કબૂલાત મુજબ, ફાર્મ હાઉસના માલિક નવીન ઉર્ફે નવલ પ્રવીણ કંથારીયા, તેનો ભાઈ રાજેશ અને ભાવેશ ઉર્ફે મગર તલાવડી નામના શખ્સો આખું રેકેટ ચલાવતા હતા. આ આયોજકો રેડ દરમિયાન ભારતી ઉર્ફે ભગીબેન ભાટિયા નામની મહિલા સાથે ફરાર થઈ ગયા હતા. ઓલપાડ પોલીસે તમામ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસે સ્થળ પરથી ૪ આલીશાન ફોર-વ્હીલર ગાડીઓ, ૩ મોટરસાયકલ, ૯ મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ ₹47,70,500નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. જોકે, પોલીસની એન્ટ્રી થતાં જ ફાર્મ હાઉસના માલિક, તેનો ભાઈ અને એક મહિલા સહિત ૧૦ શખ્સો નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. ફાર્મ હાઉસ બન્યા જુગારના સેફ હેવન શહેરી વિસ્તારોમાં પોલીસથી બચવા જુગારના આયોજકોએ હવે મોડસ ઓપરેન્ડી બદલી છે. હાઈવે કે અંતરિયાળ સીમમાં આવેલા ફાર્મ હાઉસ ચારેય તરફથી દીવાલોથી ઘેરાયેલા હોવાથી પ્રાઇવસીનો મોટો ફાયદો મળે છે. આ કેસમાં સુરત અને બારડોલીમાંથી મોટા ગજાના ખેલીઓને ખાસ ઇન્વિટેશન આપીને બોલાવવામાં આવતા હતા. પોલીસને જોઇ ભાગેલા વોન્ટેડ આરોપીઓ
Read Original Article →