સિટી એન્કર:પોલીસે વર્ષોથી ગુમ થયેલા 591 બાળકો, યુવાઓ, વૃદ્ધો-મહિલાઓને 4 મહિનામાં શોધી પરિવારને સોંપ્યા, બાળકો-અપહરણના મહત્તમ કેસ

Gujarat4/6/2026, 12:55:35 AM
સિટી એન્કર:પોલીસે વર્ષોથી ગુમ થયેલા 591 બાળકો, યુવાઓ, વૃદ્ધો-મહિલાઓને 4 મહિનામાં શોધી પરિવારને સોંપ્યા, બાળકો-અપહરણના મહત્તમ કેસ
સુરત પોલીસે હવે એવા લોકોની શોધખોળ શરૂ કરી છે જેઓ વર્ષોથી લાપતા છે અને જેમના કેસ ફાઈલોમાં દબાઈ ગયા હતા. પોલીસના આ પ્રયાસથી છેલ્લા ચાર મહિનામાં 591 ગુમ થયેલા લોકોને શોધી કાઢી તેમના પરિવાર સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. જેમાં વૃદ્ધોથી લઈને બાળકોનો પણ સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આમાં એવા લોકો પણ સામેલ છે જેઓ 15-20 વર્ષથી લાપતા હતા. પોલીસે વર્ષ 2007થી ગુમ થયેલા લોકોના પડતર કેસોના રેકોર્ડ, રજિસ્ટર અને દસ્તાવેજોની સમીક્ષા કરી હતી. સાથે જ ફરિયાદીઓ અને સાક્ષીઓનો ફરી સંપર્ક કરી નવા છેડેથી તપાસ શરૂ કરી, ત્યારે જઈને આ લોકો મળી આવ્યા છે. દર મહિને વધી રિકવરી નોંધ: ડિસેમ્બરમાં શોધાયેલા લોકોમાં 41 બાળકો, 53 પુખ્ત વયનાનો સમાવેશ છે. ‘ઓપરેશન મુસ્કાન’માંથી પ્રેરણા લઈને ‘મિશન મિલાપ’ શરૂ કરાયું ડીજીપીએ ઓપરેશન મુસ્કાનની શરૂઆત કરી હતી, જેના પરથી પ્રેરણા લઈ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ‘મિશન મિલાપ’ શરૂ કર્યું હતું. તેમણે 2007થી ગુમ થયેલા 4500 લોકોનો ડેટાબેઝ બનાવી જૂના રેકોર્ડ ફરીથી તપાસ્યા હતા. ટેકનોલોજીથી લોકેશન ટ્રેસ કરાયાં પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સનો સતત ઉપયોગ કરે છે. પેમેન્ટ ગેટવે, સોશિયલ મીડિયા અને આધાર ડેટાથી પણ લોકેશન ટ્રેસ કરાયાં છે. - કરણરાજ વાઘેલા, એડિ. સીપી લોકેશન ટ્રેસ કરીને શોધખોળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અલગ-અલગ રાજ્યોમાં ટીમો મોકલીને ગુમ થયેલા લોકોની શોધ કરી. ઘણા કિસ્સાઓમાં સ્થાનિક પોલીસ, સરપંચ અને ગામના પ્રતિનિધિઓના સંપર્ક દ્વારા લોકેશન ટ્રેસ કરવામાં આવ્યું હતું.
Read Original Article →