ચૂંટણીમાં AIનો દુરપયોગ:પૂર્વ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતને હથકડી પહેરાવેલો ફોટો વાઇરલ, ગુનો દાખલ

Gujarat4/6/2026, 1:04:41 AM
પાલિકાની ચૂંટણી પહેલા જ ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં રાજકીય માહોલ ગરમાર્યો છે. ગોડાદરામાં રહેતા ભાજપના પૂર્વ કોર્પોરેટરને બદનામ કરવા માટે આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખે સોસીયલ મીડિયામાં બે મિનીટનો એક વીડિયો અપલોડ કર્યો હતો. જેના કારણે અમિત રાજપૂતની બદનામી થતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે ગોડાદરા પોલીસમાં ફરિયાદ આપી છે. જેના આધારે પોલીસે આપના યુવા ઉપપ્રમુખ શ્રવણકુમાર જોષી સામે ગુનો દાખલ કર્યો છે. વીડિયો AIથી બનાવવામાં આવ્યો હતો. પૂર્વ કોર્પોરેટર અમિત રાજપૂતે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે શ્રવણ જોષી નામના યુવકે ચોથી એપ્રિલે એક વીડિયો ફેસબુક પર અપલોડ કર્યો હતો. જેમાં પૂર્વ કોર્પોરેટરનો ફોટો રાખી તેમાં લખ્યું કે ‘સુરત કે સિહાસત મે એક નામ જો હર બાર ખબર બનતા હૈ, લેકિન વજહ હંમેશા સવાલો મે રહેતી હૈ અમિત રાજપૂત કભી કોર્પોરેટર, કભી સત્તા કા ચહેરા ઔર આજ આરોપો કે ઘેરે મે ઘેરા એક વિવાદિત નામ, આ રીતનો વીડિયોમાં ન્યૂઝ ચેનલો અને ન્યૂઝ પેપરોના કટીંગ્સ સાથે પૂર્વ કોર્પોરેટરના ફોટોગ્રાફને અનુરૂપ AIથી જનરેટ કરી તેમાં હાથકડી પહેરેલ જનરેટ ફોટો મુક્યો હતો. વાત અહીંથી અટકી ન હતી. શ્રવણ જોષીએ માજી કોર્પોરેટરનો પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી અને વકીલ પર ગુંડાઓ દ્વારા હુમલો કરવાની કોશિશનો ઓડિયો કલીપ બનાવી હતી. ઉપરાંત આશીષસિંગ મર્ડર કેસમાં સામેલ હોવા અંગેનો મોઢા પર માસ્ક પહેરાવી AIથી જનરેટ કરેલો ફોટો મુક્યો હતો. નેતા પ્રેમ વિવાદ મે ફસે, બિલ્ડરનું અપહરણ સહિતના આરોપો સાથે AIથી જનરેટ કરેલા ફોટો અને ઓડિયો બનાવી 1.58 મિનિટનો ડોક્યુમેન્ટ્રી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. નેતાજી પ્રેમ વિવાદ મેં ફસે, પાલિકાના કર્મચારી સાથે ગાળાગાળી, વકીલ પર હુમલો જેવી ઓડિયો ક્લિપ બનાવી આપ નેતાનું બીપી લો થતા હોસ્પિટલમાં દાખલ આમ આદમી પાર્ટીના યુવા ઉપપ્રમુખ શ્રવણ જોષીને ગોડાદરા પોલીસે શનિવારે નોટીસ મોકલી રવિવારે પૂછપરછ માટે હાજર રહેવા કહ્યું હતું. રવિવારે શ્રવણ જોષી પોલીસ સ્ટેશને આવ્યા હતા. પોલીસે પૂર્વ કોર્પોરેટરનો વીડિયો બાબતે પૂછપરછ શરૂ કરી ત્યારે કેટલાક સવાલોના જવાબ આપવામાં શ્રવણ જોષીનો પસીનો છુટ્ટી ગયો હતો. પછી અચાનક શ્રવણ જોષીનું બીપી લો થતા તબિયત લથડી હતી. આથી પોલીસે તેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ છે. હાલમાં શ્રવણ જોષી હોસ્પિટલમાં પોલીસની નિગરાનીમાં છે.
Read Original Article →