ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા:પાંડેસરાના બમરોલી રોડ પર વેસ્ટેજના જથ્થામાં ભીષણ આગ, દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં

Gujarat4/10/2026, 10:30:33 AM
ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા:પાંડેસરાના બમરોલી રોડ પર વેસ્ટેજના જથ્થામાં ભીષણ આગ, દોઢ કલાકની જહેમત બાદ કાબૂમાં
સુરતના પાંડેસરા વિસ્તારમાં બમરોલી મિલન પોઇન્ટ રોડ પર આજે ખુલ્લામાં રાખેલા વેસ્ટેજના જથ્થામાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જ્વલનશીલ મટીરિયલને કારણે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગે તાત્કાલિક પહોંચી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા આગની આ ઘટનાને પગલે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે રાહદારીઓમાં ફાળ પડી હતી. વેસ્ટેજ મટીરિયલ હોવાથી જ્વાળાઓ ખૂબ જ ઝડપથી પ્રસરવા લાગી હતી. સુરત ફાયર વિભાગના કાફલાએ ઘટનાસ્થળે પહોંચી અંદાજે દોઢ કલાકની ભારે જહેમત બાદ સ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આગ ઓલવાયા બાદ ફાયર ફાઈટરો દ્વારા હાલ કુલિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, જે અંગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઉનાળાના પ્રારંભે વધતા જતા આગના બનાવોને જોતા વેસ્ટેજ અને જ્વલનશીલ પદાર્થોના સંગ્રહ બાબતે વધુ તકેદારી રાખવી જરૂરી બની છે.
Read Original Article →