સિટી એન્કર:સુરતથી વાપી સુધી ₹45 કરોડના ખર્ચે NH-48ની મરામત કરાશે, ચોમાસામાં પાણીનો ભરાવો તથા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે

Gujarat6/8/2026, 12:06:54 AM
સિટી એન્કર:સુરતથી વાપી સુધી ₹45 કરોડના ખર્ચે NH-48ની મરામત કરાશે, ચોમાસામાં પાણીનો ભરાવો તથા ટ્રાફિક જામમાંથી મુક્તિ મળશે
ગત વર્ષે ચોમાસામાં સર્જાયેલા ભયંકર ટ્રાફિક જામમાંથી બોધપાઠ લઈને હાઈવે ઓથોરિટીએ સુરતથી વાપી વચ્ચેના 118 કિમીના રોડ પર રિપેરિંગ અભિયાન શરૂ કર્યું છે. અંદાજે 45 કરોડના ખર્ચે આ રૂટની કાયાપલટ કરવામાં આવી રહી છે, જેમાં 2000થી વધુ કલ્વર્ટ (નાળાં), ડ્રેનેજ લાઈન અને રસ્તાના કિનારાને મજબૂત બનાવવાનું કામ ચાલી રહ્યું છે, જેથી વરસાદનું પાણી રસ્તા પર જમા થવાને બદલે સીધું ડ્રેનેજમાં વહી જાય. મુખ્ય કેરેજવે અને ડ્રેનેજ વચ્ચેની જગ્યા ભરવા રસ્તાની કિનારે વિશેષ પાવર બ્લોક લગાવાઈ રહ્યા છે, જેથી માટીનું ધોવાણ અટકશે. વચ્ચે રહેલી નાની જગ્યામાંથી પાણી સીધું ડ્રેનેજમાં પહોંચી જાય છે. નબળો પાયો, માટીનું ધોવાણ, રોડ બેસી જવાનું જોખમ કલ્વર્ટ્સની મરામત અને ડ્રેનેજ નેટવર્કને મજબૂત કરવા પ્રયાસ
Read Original Article →