ગોપીપુરા MD ડ્રગ્સ કેસમાં ફરાર 'માફિયા' અને 'બેન્ડો' દબોચાયા:નાનપુરાનો ઉવેશ માફીયા અને શાહપોરનો સલમાન બેન્ડો પર પોલીસ હુમલાથી લઈને પ્રોહિબિશન સુધીનો કાળો ઈતિહાસ
સુરત ગોપીપુરા મોમનાવાડ વિસ્તારમાં ગત 2 એપ્રિલ, 2026ના રોજ પકડાયેલા 6.44 લાખની કિંમતના 214.730 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના કેસમાં પોલીસને લાંબા સમયથી હાથતાળી આપી રહેલા બે મુખ્ય સૂત્રધારોને ઝડપી લેવામાં આવ્યાં છે. મોબાઈલ ચોરી સ્કોડને મળેલી ચોક્કસ બાતમીના આધારે લાલગેટ વિસ્તારમાં આવેલા ચિંતામણી જૈન દેરાસરવાળી ગલીમાંથી ઉવેશ ઉર્ફે માફીયા અને સલમાન ઉર્ફે બેન્ડોની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલા બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર છે, જેમાં ઉવેશ વિરુદ્ધ અગાઉ પોલીસ પર હુમલા અને ખૂનની કોશિશ જેવા 9 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ રીતે ફૂટ્યો ડ્રગ્સ નેટવર્કનો ભાંડો
આ સમગ્ર કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે અઠવાલાઇન્સ પોલીસે ગોપીપુરાના જલારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી મોહમ્મદ જુબેર શાહને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપ્યો હતો. જુબેરની પૂછપરછમાં એઝાઝ ઉર્ફે બાટલાનું નામ ખુલ્યું હતું. જ્યારે પોલીસે બાટલાની ધરપકડ કરી ત્યારે તેણે કબૂલાત કરી હતી કે આ ડ્રગ્સનો જથ્થો તેણે નાનપુરાના ઉવેશ માફીયા અને શાહપોરના સલમાન બેન્ડો પાસેથી મેળવ્યો હતો. આ ખુલાસા બાદ બંને આરોપીઓ પોલીસની ધરપકડથી બચવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, પરંતુ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતાને કારણે તેઓ આખરે પકડાઈ ગયા છે. જૈન દેરાસર પાસેથી ફિલ્મી ઢબે ઓપરેશન કરીને બંનેને દબોચાયા
ફરાર આરોપીઓને પકડવા માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમે જાળ બિછાવી હતી. દરમિયાન મોબાઈલ ચોરી સ્કોડના જવાનોને હકીકત મળી હતી કે આ બંને આરોપીઓ લાલગેટ, શાહપોર વિસ્તારમાં છુપાયેલા છે. બાતમી મુજબની જગ્યા એટલે કે ચિંતામણી જૈન દેરાસરવાળી ગલીમાં વોચ ગોઠવી પોલીસે ઘેરો કર્યો હતો. પોલીસને જોતા જ આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટીમે બંનેને દબોચી લીધા હતાં. પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ ડ્રગ્સના વેપારમાં પોતાની સંડોવણી હોવાનો એકરાર કરી લીધો છે. ઉવેશ 'માફીયા'નો ભયાનક ગુનાહિત ઇતિહાસ
ઝડપાયેલા બે આરોપીઓ પૈકી ઉવેશ ઇકબાલ કુંભાર ઉર્ફે 'માફીયા' પોલીસ ચોપડે અત્યંત કુખ્યાત છે. તેની સામે નોંધાયેલા ગુનાઓની યાદી લાંબી છે: સલમાન બેન્ડો શાહપોરનો રીઢો પ્રોહિબિશન આરોપી
બીજો આરોપી સલમાન ઉર્ફે બેન્ડો સૈયદ (રહે. મદીના મસ્જિદ પાસે, શાહપોર) પણ ગુનાખોરીની દુનિયામાં નવો નથી. સલમાન વિરુદ્ધ સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ દારૂની ગેરકાયદેસર હેરાફેરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. તે ડ્રગ્સના આ રેકેટમાં સપ્લાયર તરીકેની મહત્વની ભૂમિકા ભજવતો હતો અને ઉવેશ સાથે મળીને શહેરના યુવાધનને નશાના રવાડે ચઢાવવાનું કામ કરતો હતો.
Read Original Article →