દિવ્ય ભાસ્કર ટોક શો:સુરતના અટકેલા પ્રોજેક્ટમાં બિલ્ડર ગ્રુપના 7000 કરોડથી વધુ રૂપિયા ફસાયા

Gujarat4/13/2026, 12:25:16 AM
દિવ્ય ભાસ્કર ટોક શો:સુરતના અટકેલા પ્રોજેક્ટમાં બિલ્ડર ગ્રુપના 7000 કરોડથી વધુ રૂપિયા ફસાયા
સુરત શહેર ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરવાની સાથે મેટ્રો સિટી બની રહ્યું છે અને બુલેટ ટ્રેન શરૂ થયા બાદ મુંબઈનું અંતર દોઢ કલાક પૂરતું સિમિત થઇજશે. આ સંજોગોમાં શહેરમાં બાંધકામ ઉદ્યોગ પણ નવી આશા તરફ મીટ માંડી બેઠું છે. પરંતુ જમીની સ્તરની વાસ્તવિકતા વચ્ચે એક મોટી ખાઈ છે. સુરતના બાંધકામ ક્ષેત્રની અટકેલી અને લટકાવી રખાયેલી ફાઈલો અને ટી.પી. સ્કીમને કારણે રૂપિયા સાત હજાર કરોડથી વધુ રોકાયેલા છે. દિવ્ય ભાસ્કર દ્વારા ક્રેડાઈના બિલ્ડરો સાથે થયેલી ચર્ચામાં સભ્યોએ પોતાનો સૂર વ્યક્ત કર્યો હતો. કોઈ પણ સ્ટેજમાં મંજુરી મળવાની વાત માત્ર કાગળ ઉપર જ રહે છે સરકાર ટીપી સ્કીમનો ઈરાદો જાહેર કર્યા બાદ ડ્રાફ્ટ ટીપી સ્કીમ બનાવે પછી ટેન્ટીટીવ અને પ્રિલિમનરી અને સરકાર તેને મંજુર કરે. આ પ્રક્રિયામાં 40 ટકા જમીન કપાતમાં આપ્યા બાદ ખેડુત કે બિલ્ડર્સ કયાંય નથી છતાં મંજુરીમાં વિલંબને કારણે થતો અન્યાય દેશના કોઈ રાજયમાં નથી. ખુદ સરકારે તા. 20-5-2017ના રોજ પરિપત્રથી જાહેર કરવામાં આવેલા નોટીફિકેશનથી બાંધકામની મંજૂરી મળી શકતી નથી. ડુમસ બીચનો વિકાસ સારો થયો કોસ્ટલ હાઈવે એલાઈમેન્ટ અધૂરું સુરતમાં ડુમસ બીચનો સારો વિકાસ થઈ રહ્યો છે. બિલ્ડરો રસ્તા ખુલ્લા કરે પછી સરકાર આવે છે. ખરેખર તો એવું હોવું જોઇએ કે પ્રિલિમનરી રસ્તા પહેલાં ખુલવા જોઈએ, પ્લોટ વેલિડેશન મળે એટલે રસ્તો ખુલ્લો કરવો જ પડે. લોકોને રિવર કે, સમુદ્રના વ્યુ વાળા ફલેટ અને મકાન વધારે પસંદ છે પરંતુ પાળા અને નદીની બાઉન્ડ્રી નક્કી નહીં થવાને કારણે કોસ્ટલ હાઈવે એલાઈન્મેન્ટ ફિક્સ થયું નથી. નગર નિયોજનના ગામ સુડામાં આવતા ફરી એગ્રી ઝોન બન્યા સુરતની આસપાસના ગામડાંઓ જે નગર નિયોજનમાં હતા એમાં પ્લાન મંજુરી બાદ બનેલા બાંધકામ સુડામાં આવ્યા બાદ તેને ફરીથી એગ્રીકલ્ચર ઝોનમાં મુકવાનો અર્થ શું છે. લોકોને બેંક લોન પણ મળતી નથી. વર્ષ 2017માં ડી.પી.ના રસ્તામાં 120 મીટરના રસ્તા મુકાયા પરંતુ એલાયન્મેન્ટનો પ્રશ્ન ઊભો રહ્યો છે. લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પણ ફરિયાદો બહેરા કાને અથડાય છે. કેટલીક ટી.પી. સ્કીમ તો 26 વર્ષથી પેન્ડિંગ,GIDCથી ડેટા મળતો નથી સરકારની પોતાની ઓથોરિટી હોવા છતાં અમુક ટી.પી. સ્કીમ તો 26 વર્ષથી પેન્ડિંગ છે. કયાં તો GIDC ડેટા આપતી નથી, તો રિવર બાઉન્ડ્રી- પાળા યોજનાને કારણે 30 ટી.પી. સ્કીમ પરામર્શ, સીટીપી. અથવા તો સીએમ. લેવલે પેન્ડિંગ છે. ખાસ કરીને સુરતમાં એસ.ટી.પી. તરીકે ટી.પી. બનાવનાર અધિકારી હાલ સરકારમાં ખાસ ફરજ ઉપર છે તો પ્રશ્ન કયાં સ્તરે અટકે છે એની ઉપર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. સુરતમાં બિલ્ડરોને લગતી ઘણી બધી બાબતો સરકારમાં હજુ પેન્ડિંગ છે સુરતના બિલ્ડરોને લગતી ઘણી બાબત સરકારમાં પેન્ડિંગ છે. સુડા અને પાલિકા જરૂરિયાત મુજબ ટી.પી. સ્કીમ બનાવે, કપાત નક્કી થાય પછી ટી.પી.ઓ.ની જરૂર શું છે ? ડ્રાફ્ટ ટી.પી.માં એફ.પી. ફાળવણી બાદ પ્રિલિમનરીમાં નવા ટી.પી.ઓ. આવે અને કોઈને વાંધો નહીં હોવા છતાં ટી.પી.ઓ. ફેરફાર શા માટે ઈચ્છે છે. એક સ્કીમ ટી.પી.ઓ. ફાયનલ કરે ત્યાં સુધીમાં તેની બદલી થઈ જાય છે. 90 દિવસમાં ઉકેલનો પરિપત્ર છતાં સમસ્યાનું નિરાકણ આવતું નથી સુરતનો 2004નો ડી.પી. 2014માં પૂર્ણ થાય પરંતુ સરકારે 2017માં આશિંક મંજુર કર્યો. ડી.પી.ના પ્રશ્નો 90 દિવસમાં પૂર્ણ કરવા પરિપત્ર તા. 13-10-2019માં બહાર પડાયો પરંતુ 900 દિવસે પણ તેનો નિકાલ થયો નથી. એરપોર્ટ માટે ડી.પી. બનાવ્યો નથી. દસ વર્ષ પૂર્વેનું રિઝર્વેશન છે, ગ્રીન સિટીમાં હીરા બુર્સ સિવાયની જગ્યા બિઝનેસ માટે છે. સરકારે સેટેલાઈટ ટાઉનના ભાવ માર્કેટ કરતા બમણા રાખતા વિકાસ થતો નથી. આ ચર્ચામાં ક્રેડાઈના ચેરમેન અને પિરામીડ ગ્રુપના સંજય માંગુકિયા, પ્રમુખ અને તેજ ગ્રુપના ડો. જિજ્ઞેશ પટેલ, એ એન્ડ જે ગ્રુપના વિજય ઘામેલિયા, સંગિનીના રાજીવ પટેલ, શુભના સુરેશ પટેલ, એસ.એન.એસ. ડેવલપરના હર્ષિલ ડેલીવાળા, શોહમ ગ્રુપના તુષાર લાખાણી, રઘુવીર ડેવલપર્સના શિવાલ પોંકીયા અને જી.આર. આસોદરિયા, હિન્દવાના કેયુર ખેની, અવઘના દિલીપ ઉધાંડ, ગોપિનના લવજી ડાલીયા (બાદશાહ સુમેરુના અલ્પેશ શાહ, ગૃહમના અમર રાવલ, હરેશ મોતિસરિયા, સિનર્જીના અનંત અગ્રવાલ, સુરાણા ગ્રુપના સંજય સુરાણા અને અલ્પાઈનના નિહાર પટેલ સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Read Original Article →