ટ્યુશનથી ઘરે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધરપકડ:રોમિયો વિકી રાઠોડે તરૂણીને બાઈક ઉપર બેસી જવાનું કહી પજવણી સાથે બિભત્સ માગણી કરી હતી

Gujarat4/9/2026, 7:37:41 AM
ટ્યુશનથી ઘરે જતી વિદ્યાર્થિનીની છેડતી કરનારની ધરપકડ:રોમિયો વિકી રાઠોડે તરૂણીને બાઈક ઉપર બેસી જવાનું કહી પજવણી સાથે બિભત્સ માગણી કરી હતી
સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી અને ધોરણ 8માં અભ્યાસ કરતી 13 વર્ષીય કિશોરી ગત 3 એપ્રિલના રોજ રાબેતા મુજબ સવારે પોતાના ટ્યુશન ક્લાસીસ પર ગઈ હતી. સવારે 10:30 વાગ્યાના અરસામાં ટ્યુશન પતાવીને તે ચાલતી પોતાના ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યો શખસ બાઈક લઈને તેની પાછળ પડ્યો હતો. નિર્જન રસ્તાનો લાભ લઈ આ શખસે કિશોરીની નજીક આવી તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાલ આપણે ફરી આવીએ કહી નિર્લજ્જ માંગણી કરી જ્યારે કિશોરી પોતાની સોસાયટીના જાહેર રોડ પર પહોંચી ત્યારે બાઈક સવાર અજાણ્યા શખસે તેની એકદમ નજીક આવીને રોકતા કહ્યું હતું કે, ચાલ, મારી ગાડીમાં બેસી જા. અચાનક બનેલી આ ઘટનાથી કિશોરી ગભરાઈ ગઈ હતી, પરંતુ તેણે મૌન જાળવી ચાલવાનું ચાલુ રાખ્યું હતું. જોકે, વિકૃત માનસ ધરાવતા આ શખ્સે હિંમત હારી નહોતી અને ફરીથી તેની પાસે આવીને છેડતી કરતા કહ્યું હતું કે, "ચાલ આપણે ફરી આવીએ." આ પ્રકારની નિર્લજ્જ હરકતોને કારણે કિશોરી અત્યંત ભયભીત થઈ ગઈ હતી. ગભરાયેલી કિશોરીએ ઘરે પહોંચી માતાને આપવીતી જણાવી આ શખ્સની સતત હેરાનગતિથી બચવા કિશોરી તાત્કાલિક ઘરે પહોંચી ગઈ હતી. ઘરે પહોંચતા જ તેની હાલત જોઈ માતાને શંકા જતા પૂછપરછ કરી હતી. ગભરાયેલી દીકરીએ રડતા-રડતા રસ્તામાં બનેલી તમામ હકીકત પોતાની માતાને જણાવી હતી. દીકરી સાથે બનેલી આ ઘટના સાંભળી પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. રસ્તા પર આ રીતે દીકરીઓની છેડતી કરતા આવા અસામાજિક તત્વોને પાઠ ભણાવવા પરિવારે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવાનું નક્કી કર્યું હતું. CCTV તપાસી પોલીસે આરોપીને દબોચી લીધો પરિવારના સભ્યોએ અમરોલી પોલીસ મથકે પહોંચી અજાણ્યા ઈસમ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે કિશોરીની ફરિયાદના આધારે અજાણ્યા શખસ વિરુદ્ધ છેડતીનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસ દ્વારા સોસાયટી અને રસ્તા પર લાગેલા CCTV ફૂટેજ આરોપી સુધી પહોંચી હતી. રોડ રોમીયો વિકી દીપકભાઈ રાઠોડ (ઉં.વ. 32, ધંધો. મોબાઈલ રિપેરિંગ, સામર્થસેરેન, કોસાડ આવાસ, અમરોલી, સુરત)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read Original Article →