લિંબાયતની એક્સિસ બેંકમાં મોડી રાતનો બનાવ:ATMને તોડવા જતા રૂપિયાની ચેમ્બર ન ખુલી, ચોર ભાગી ગયો
લિંબાયતના ભગવતીનગર ખાતે આવેલી એક્સિસ બેંકના એટીએમ મશીનને ચોરે નિશાન બનાવી હતી. ચોરે આ એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કર્યો હતો જોકે, મશીન નહીં ખુલતા તે નાસી ગયો હતો. જોકે આ ઘટનામાં મશીનને 3 લાખ રૂપિયાનું નુકસાન પહોંચાડાયની ફરિયાદ લિંબાયત પોલીસ સ્ટેશને બેંકના કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. એટીએમ તોડવાના પ્રયાસની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ લિંબાયત ભગવતીનગર સ્થિત મમતા ટોકિઝ પાસે એક્સિસ બેંકનું એટીએમ આવેલું છે. તા.30મી માર્ચના રોજ મોડી રાત્રે 2.35 વાગ્યાના અરસામાં બ્લુ કલરનું શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેલો ચોર આવ્યો હતો. ચોરે પોતાની સાથે લાવેલા સાઘનોથી મશીનને તોડવાનું શરૂ કર્યુ હતું. તેણે મશીનની સ્ક્રિન, પ્રિન્ટર, કાર્ડ રીડર, પી.પી.ટી તથા શર્ટર એસેમ્બલી, લોવર ગુજ અને એસ એન્ડ જી લોક તોડી નાખ્યું હતું. પરંતું રુપિયા મૂકવાની ચેમ્બર ખુલી ન હતી. અડધો કલાકથી વધુ સમય સુધી પ્રયાસ કરવા છતા એટીએમ નહીં તુટતા આખરે તે ચાલી ગયો હતો. બનાવ અંગે એટીએમ સર્વિસના કર્મચારી પ્રદિપ અમરીશભાઇ મકવાણા (રહે,સિદ્ધેશ્વર હેવીટેડ ઉમા વિદ્યાલય પાસે વડોદરા) એ લિંબાચત પોલીસમાં ચોરે મશીનને રૂ.3 લાખનું નુકસાન પહોંચાડ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.
Read Original Article →