આંતકવાદ અને ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસ એક્શન મોડમાં:ATSના આદેશથી SOGએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહનો વેચનારાનો ડેટા એકઠો કરવાની કવાયત તેજ

Gujarat5/15/2026, 12:11:53 PM
આંતકવાદ અને ગુનાખોરી ડામવા ગુજરાત પોલીસ એક્શન મોડમાં:ATSના આદેશથી SOGએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહનો વેચનારાનો ડેટા એકઠો કરવાની કવાયત તેજ
દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને ગુનાખોરી ડામવા માટે ગુજરાત પોલીસ એક્શન મોડમાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના આદેશ બાદ સુરત સહિત રાજ્યના તમામ શહેરોની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) શાખાઓએ સેકન્ડ હેન્ડ મોબાઈલ અને વાહન વેચનારાઓનો ડેટા તૈયાર કરવાની કામગીરી શરૂ કરી છે. પોલીસને શંકા છે કે આતંકીઓ તેમની ઓળખ છુપાવવા માટે જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ હથિયાર તરીકે કરી રહ્યા છે. દિલ્હી લાલ કિલ્લા બ્લાસ્ટ બાદ તંત્ર સતર્ક ગત નવેમ્બર મહિનામાં દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના પાર્કિંગમાં થયેલા કાર બોમ્બ બ્લાસ્ટની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. આ બ્લાસ્ટમાં 15 લોકોના મોત થયા હતા. તપાસમાં જાણવા મળ્યું હતું કે આતંકીઓએ આ હુમલા માટે જૂની પુરાણી 'i20' કારનો ઉપયોગ કર્યો હતો. આ કારના બે-ત્રણ માલિકો બદલાઈ ચૂક્યા હતા, પરંતુ રજિસ્ટ્રેશન રેકોર્ડમાં નામ ટ્રાન્સફર ન થયું હોવાથી પોલીસને અસલી ગુનેગાર સુધી પહોંચવામાં ઘણો સમય લાગ્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ હવે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. ડીલરો માટે ફોટો આઈડી અને રેકોર્ડ ફરજિયાત હવેથી સેકન્ડ હેન્ડ મોબાઈલ શોપના માલિકો અને જૂના વાહનોના લે-વેચ કરતા ડીલરોએ તમામ વ્યવહારોનું રજિસ્ટર નિભાવવું પડશે. ડીલરે મોબાઈલ કે વાહન કોની પાસેથી ખરીદ્યું અને કોને વેચ્યું, તેની તમામ વિગતો ફોટો આઈડી સાથે રાખવાની તાકીદ કરવામાં આવી છે. આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો ડેટાબેઝ તૈયાર કરી પોલીસ તેમની પર સીધી નજર રાખશે, જેથી કોઈ પણ અઘટિત ઘટના સમયે ત્વરિત તપાસ કરી શકાય. લોન વુલ્ફ એટેક અને સ્લીપર સેલનું જોખમ ATSની પૂછપરછમાં સામે આવ્યું છે કે આતંકવાદીઓ 'લોન વુલ્ફ એટેક', સીરીયલ બ્લાસ્ટ અને આત્મઘાતી હુમલા માટે સેકન્ડ હેન્ડ વસ્તુઓનો વધુ ઉપયોગ કરે છે. આ સિવાય પ્રી-એક્ટિવેટેડ સીમકાર્ડ અને જૂના મોબાઈલ આતંકીઓ માટે સુરક્ષિત માનવામાં આવે છે. કારણ કે તેનાથી તેમનું લોકેશન ટ્રેસ કરવામાં મુશ્કેલી પડે છે. આ મોડસ ઓપરેન્ડીને તોડવા માટે હવે પોલીસ દ્વારા દરેક નાના-મોટા ડીલરોનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવી રહ્યું છે. RTO રેકોર્ડમાં નામ ટ્રાન્સફર કરાવવું અનિવાર્ય વાહનોના કિસ્સામાં ઘણીવાર માલિકી હક બદલાયા છતાં RTO રેકોર્ડમાં જૂના માલિકનું જ નામ બોલતું હોય છે. પોલીસ તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે વાહન વેચાતાની સાથે જ તે ખરીદનારના નામે તબદિલ થઈ જાય તેની જવાબદારી ડીલરની રહેશે. જો કોઈ જૂના વાહનનો ઉપયોગ ગુનાહિત પ્રવૃત્તિમાં થશે અને રેકોર્ડ અધૂરો હશે, તો ડીલર સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. માત્ર આતંકવાદ જ નહીં, અન્ય ગુનાઓ પર પણ લાગશે લગામ આ કવાયત માત્ર આતંકવાદ પૂરતી મર્યાદિત નથી. ધાડ, લૂંટ, અપહરણ અને ખંડણી જેવા ગુનાઓમાં પણ અવારનવાર ચોરીના અથવા જૂના વાહનો અને મોબાઈલનો ઉપયોગ થાય છે. પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવનાર આ ડેટાબેઝથી ગુનેગારોના પગેરા દબાવવામાં સરળતા રહેશે. હાલમાં તમામ શહેરની SOG ટીમોને સેકન્ડ હેન્ડ માર્કેટમાં જઈને તપાસ કરવા અને વિગતો એકઠી કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.
Read Original Article →